4 Gujarat No Sanskrutik Varso Mcq, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ, Gujarat No Sanskrutik Varso Mcq pdf, Gujarat No Sanskrutik Varso Test, ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો |
ભાગ : | 4 |
MCQ : | 151 થી 200 |
4 Gujarat No Sanskrutik Varso Mcq (151 To 160)
(151) મોઢેરાના સૂર્યમંદિરની રચના………છે.
(A) પૂર્વાભિમુખ
(B) ઉત્તરાભિમુખ
(C) દક્ષિણાભિમુખ
(D) પશ્ચિમાભિમુખ
જવાબ : (A) પૂર્વાભિમુખ
(152) ભારતમાં પ્રખ્યાત ‘દર્પણ એકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટ’ ની સ્થાપના કોણે કરેલ છે?
(A) સોનલ માનસિંગ
(B) કુમુદિની લાખિયા
(C) મલ્લિકા સારાભાઈ
(D) મૃણાલીની સારાભાઈ
જવાબ : (D) મૃણાલીની સારાભાઈ
(153) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ક્યા વિશ્વ વિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું?
(A) સોમલાલ શાહ
(B) રાજા રવિ વર્મા
(C) એમ.એફ. હુસેન
(D) રસિકલાલ અંધારિયા
જવાબ : (B) રાજા રવિ વર્મા
Play Quiz :
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 4
(154) અડાલજની વાવ કોણે બંધાવેલ છે?
(A) રાણી રૂડીબાઈ
(B) મીનળ દેવી
(C) ચૌલા દેવી
(D) ધ્રુવસ્વામીની દેવી
જવાબ : (A) રાણી રૂડીબાઈ
(155) સ્થાપત્ય અને તેના સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
(1) ઉપરકોટ કિલ્લો | (A) માંડવી |
(2) પ્રાગ મહેલ | (B) જામનગર |
(3) લખોટા મહેલ | (C) ભૂજ |
(4) વિજયવિલાસ પેલેસ | (D) જૂનાગઢ |
(A) 1-D, 2-C, 3-B, 4-A
(B) 1-C, 2-B, 3-A, 4-D
(C) 1-B, 2-A, 3-D, 4-C
(D) 1-A, 2-D 3-C, 4-B
જવાબ : (A) 1-D, 2-C, 3-B, 4-A
(156) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદભવી?
(A) ગુર્જરા અપભ્રંશ
(B) દીંગલ
(C) મારૂ પ્રાકૃત
(D) પાલી
જવાબ : (A) ગુર્જરા અપભ્રંશ
(157) વડોદરામાં ઈ.સ.1890 માં “કલાભવન” ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી?
(A) ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
(B) તાંત્રિક શિક્ષણ આપવા માટે
(C) પર્ફોમીંગ આર્ટસના વિકાસ માટે
(D) ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
જવાબ : (B) તાંત્રિક શિક્ષણ આપવા માટે
(158) વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો?
(A) ઉસ્તાદ મૌલાબક્ષ
(B) ઉસ્તાદ ફૈયઝખાન
(C) પંડિત વિષ્ણુ નારાયણ
(D) ઉસ્તાદ ઈન્યિાત હુસેનખાન
જવાબ : (D) ઉસ્તાદ ઈન્યિાત હુસેનખાન
(159) ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામયિક ‘‘સ્ત્રી બોધ’’ પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા ક્યા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું?
(A) 1832
(B) 1857
(C) 1861
(D) 1865
જવાબ : (B) 1857
(160) નીચેના પૈકી ક્યુ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
(A) મેરાયો
(B) ચાળો
(C) કાનુડો
(D) સાંઢણી
જવાબ : (B) ચાળો
4 Gujarat No Sanskrutik Varso Mcq (161 To 170)
(161) નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી “વેસર’’ શૈલી ગુજરાતમાં ક્યા નામે ઓળખાય છે?
(A) હોયશાલા શૈલી
(B) ચોલ શૈલી
(C) વાઘેલા શૈલી
(D) ચાલુક્ય શૈલી
જવાબ : (D) ચાલુક્ય શૈલી
(162) નૃત્યક્ષેત્રમાં સુનીલ કોઠારીની આગવી ઓળખ શું?
(A) નૃત્ય દિગ્દર્શક
(B) ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર
(C) નૃત્ય ઈતિહાસજ્ઞ
(D) નૃત્યનાટકોના લેખક
જવાબ : (C) નૃત્ય ઈતિહાસજ્ઞ
(163) ક્યા નૃત્ય વખતે ‘હૂંડિલા’ કે ‘હુંડલા’ પ્રકારના શૌર્યગીતો ગવાય છે?
(A) મેરનૃત્ય
(B) મોરાયો
(C) ડાંગીનૃત્ય
(D) ગોફગૂંથણ
જવાબ : (B) મોરાયો
(164) કૃષ્ણકાંત કડકિયા ક્યા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે?
(A) સંગીતવાદન
(B) કવિતા
(C) ભવાઈ
(D) નવલકથા સાહિત્ય
જવાબ : (C) ભવાઈ
(165) ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ?
(A) હોથલ પદમણી
(B) જેસલ તોરલ
(C) જિગર અને અમી
(D) લાખો ફૂલાણી
જવાબ : (B) જેસલ તોરલ
(166) ‘‘મશીરા’’ વાઘ ક્યા નૃત્ય સાથે સંકળાયેલ છે?
(A) પઢાર
(B) ડાંગી
(C) ધમાલ
(D) ટીપ્પણી
જવાબ : (C) ધમાલ
(167) ક્યા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચુ બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે?
(A) પ્રભાશંકર સોમપુરા
(B) બાલકૃષણ દોશી
(C) મદ્યે ગુરૂજી
(D) કાન્તીભાઈ પટેલ
જવાબ : (D) કાન્તીભાઈ પટેલ
(168) નીચે પૈકી ગુજરાતનું ક્યું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી?
(A) કડીયા ડુંગરની ગુફાઓ
(B) જોગીડાની ગુફા
(C) દેવની મોરી
(D) ભુજિયો કોઠો
જવાબ : (D) ભુજિયો કોઠો
(169) ગુજરાતની લોક રંગમંચની ‘ભવાઈ’ નો ઉદ્ભવ…………માં થયો હતો.
(A) ચૌદમી સદી
(B) તેરમી સદી
(C) પંદરમી સદી
(D) બારમી સદી
જવાબ : (A) ચૌદમી સદી
(170) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક ‘સપ્તક’ ના લેખકનું નામ શું છે?
(A) રસિકલાલ અંધારિયા
(B) હસુ યાજ્ઞિક
(C) મધુસુદન ઢાંકી
(D) અમુભાઈ દોશી
જવાબ : (C) મધુસુદન ઢાંકી
4 Gujarat No Sanskrutik Varso Mcq (171 To 180)
(171) નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?
(A) રવિશંકર રાવળ – ચિત્રકાર
(B) અંજલિ મેઢ – ચિત્રકાર
(C) પિરાજી સાગરા – ચિત્રકાર
(D) સોમાલાલ શાહ – ચિત્રકાર
જવાબ : (B) અંજલિ મેઢ – ચિત્રકાર
(172) રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી?
(A) મનોરમા
(B) સતી સાવિત્રી
(C) રાણકદેવી
(D) જેસલ તોરલ
જવાબ : (D) જેસલ તોરલ
(173) ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ક્યા નામે ઓળખાય છે?
(A) ચાળો
(B) કોળી નૃત્ય
(C) રૂમાલ નૃત્ય
(D) ભીલ નૃત્ય
જવાબ : (A) ચાળો
(174) આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો ક્યા નામથી ઓળખાય છે?
(A) પટોળા
(B) પીંછોરા
(C) પીંછવાઈ
(D) વારલી ભીંત ચિત્ર
જવાબ : (B) પીંછોરા
(175) ક્યા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે?
(A) દમયંતી બરડાય
(B) હમિદા મીર
(C) મિનલ રાઠોડ
(D) દિવાળીબેન ભીલ
જવાબ : (D) દિવાળીબેન ભીલ
(176) ‘ઢોલો રાણો’ નામનું નૃત્ય ક્યા વિસ્તારમાં પ્રચલિત હતું?
(A) બાબરિયાવાડ
(B) ગોહિલવાડ
(C) સોરઠ
(D) હાલાર
જવાબ : (B) ગોહિલવાડ
(177) ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે?
(A) ભીલ, કણબી, વરલી
(B) ભીલ, કણબી અને રાઠવા
(C) ભીલ, કણબી અને વસાવા
(D) વરલી, વસાવા અને હળપતિ
જવાબ : (A) ભીલ, કણબી, વરલી
(178) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ કયાં મળેલ હતી?
(A) અમદાવાદ
(B) મુંબઈ
(C) વડોદરા
(D) જૂનાગઢ
જવાબ : (C) વડોદરા
(179) નીચેના પૈકી કયું વસ્ત્ર પુરૂષો જ ધારણ કરે છે?
(A) જીમી
(B) મોસલો
(C) મોસરિયું
(D) ટંગલિળો
જવાબ : (C) મોસરિયું
(180) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે?
(A) દર્શના ઝવેરી
(B) અંજલિ મેઢ
(C) સ્મિતા શાસ્ત્રી
(D) શ્વેતા શાહ
જવાબ : (B) અંજલિ મેઢ
4 Gujarat No Sanskrutik Varso Mcq (181 To 190)
(181) ગુજરાત ફિલ્મોને કરમુકિત આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો?
(A) 1974
(B) 1970
(C) 1964
(D) 1956
જવાબ : (B) 1970
(182) કયા પ્રકારના ગીતોને ‘‘રાજિયા’’ કહેવામાં આવે છે?
(A) પ્રણય ગીતો
(B) વિનોદ ગીતો
(C) વિરહ ગીતો
(D) કલ્પાંત ગીતો
જવાબ : (D) કલ્પાંત ગીતો
(183) ‘ભૂંગળિયો’ અને ‘પેટી માસ્તર’ શબ્દો નીચે પૈકી કોની સાથે સંકળાયેલ છે?
(A) ગુજરાતનું લોકનાટ્ય
(B) ગુજરાતના લોકગીત
(C) લોકનૃત્ય મેરાયો
(D) લોકનૃત્ય મેર
જવાબ : (A) ગુજરાતનું લોકનાટ્ય
(184) ‘પરિત્રાણ’, ‘અંતિમ અધ્યાય’, ‘ગૃહારણ્ય‘ વગેરે કોના ઉત્તમ નાટકો છે?
(A) મનોહર ત્રિપાઠી
(B) મનુભાઈ પંચોળી
(C) પન્નાલાલ પટેલ
(D) નાથાલાલ દવે
જવાબ : (B) મનુભાઈ પંચોળી
(185) ગંગાસતીના માતાનું નામ શું હતું?
(A) કાશીબા
(B) રૂપાળીબા
(C) જીવીબા
(D) ગુલાબબા
જવાબ : (B) રૂપાળીબા
(186) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું?
(A) શ્યામલાલ ભગત
(B) ચીનુભાઈ ભગત
(C) ચુનીલાલ ભગત
(D) શનાલાલ ભગત
જવાબ : (C) ચુનીલાલ ભગત
(187) ક્યા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે?
(A) એમ.એફ. હુસેન
(B) નંદલાલ બોઝ
(C) રવિ વર્મા
(D) રવિશંકર રાવળ
જવાબ : (D) રવિશંકર રાવળ
(188) ‘રાણકી વાવ’ ક્યાં આવેલી છે?
(A) પાટણ
(B) મોઢેરા
(C) જૂનાગઢ
(D) અડાલજ
જવાબ : (A) પાટણ
(189) ‘મેના ગુર્જરી’ નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક………..
(A) અવિનાશ વ્યાસ
(B) જશવંત ઠાકર
(C) મૃણાલિની સારાભાઈ
(D) જયશંકર ‘સુદરી’
જવાબ : (D) જયશંકર ‘સુદરી’
(190) ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો.
(A) ડૉ. ઉમાશંકરજોષી
(B) હરસિદ્ધભાઈ દિવેટીયા
(C) પ્રો. મગનભાઈ દેસાઈ
(D) નરસિંહરાવ દિવેટીયા
જવાબ : (B) હરસિદ્ધભાઈ દિવેટીયા
4 Gujarat No Sanskrutik Varso Mcq (191 To 200)
(191) પ્રતિવર્ષ કાર્તિકી પુનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે ક્યો મેળો ભરાય છે?
(A) તરણેતરનો મેળો
(B) ભવનાથ મહાદેવનો મેળો
(C) સંસ્કૃતિકુંજ મેળો
(D) વૌઠાનો મેળો
જવાબ : (D) વૌઠાનો મેળો
(192) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
(A) સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
(B) સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
(C) સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
(D) સ્વામીશ્રી રવિશંકર મહારાજ
જવાબ : (B) સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
(193) “કુમાર” મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા?
(A) રવિ શર્મા
(B) કનુભાઈ દેસાઈ
(C) રવિશંકર રાવળ
(D) સોમાલાલ શાહ
જવાબ : (C) રવિશંકર રાવળ
(194) ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે?
(A) તેની શિકાર કરવાની આયવી પદ્ધતિ માટે
(B) તેની આગવી ચિત્રકળા શૈલી માટે
(C) માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઈન્ટીંગ માટે
(D) ઉપર્યુકત એક પણ નહી.
જવાબ : (B) તેની આગવી ચિત્રકળા શૈલી માટે
(195) “ડબલ ઈક્કટ’’ પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે?
(A) નાટ્ય કળા
(B) નૃત્ય કળા
(C) હાથશાળ દ્વારા વણાટની એક કળા
(D) ગૂંથણની કળા
જવાબ : (C) હાથશાળ દ્વારા વણાટની એક કળા
(196) ગુજરાતના જાણીતા તરણેતરના મેળમાં નીચેના પૈકી કોનું સ્થાનક છે?
(A) બ્રહ્મા
(B) વિષ્ણુ
(C) શિવ
(D) રામ
જવાબ : (C) શિવ
(197) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે?
(A) પાલીતાણા
(B) કાયાવરોહણ
(C) શંખેશ્વર
(D) મહુડી
જવાબ : (D) મહુડી
(198) ભવાઈના રચિયતાનું નામ જણાવો.
(A) ભાલણ
(B) અસાઈત ઠાકર
(C) મંડણ બંધારો
(D) વલ્લભ ઠાકર
જવાબ : (B) અસાઈત ઠાકર
(199) મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે?
(A) ન્હાનાલાલ
(B) દલપતરામ
(C) રણછોડભાઈ
(D) દયારામ
જવાબ : (B) દલપતરામ
(200) ‘ગઝલ વિશ્વ’ સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે?
(A) ગુજરાત વિદ્યાસભા
(B) ગુજરાતી સાહિત્ય પરિષદ
(C) વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
(D) ગુજરાત વિદ્યાપીઠ
જવાબ : (C) વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
Also Read :
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ગુજરાતના જિલ્લા MCQ |
ભારતનો ઈતિહાસ MCQ |