4 Bharat Nu Bandharan MCQ Gujarati (ભારતનું બંધારણ MCQ)

Spread the love

4 Bharat Nu Bandharan MCQ Gujarati
4 Bharat Nu Bandharan MCQ Gujarati

4 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 4
MCQ :151 થી 200
4 Bharat Nu Bandharan MCQ Gujarati

4 Bharat Nu Bandharan MCQ Gujarati (151 To 160)

(151) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે?

(A) નાણાંકીય પ્રસ્તાવ

(B) નાણાંકીય નિવેદન

(C) નાણાંકીય આવેદનપત્ર

(D) નાણાંકીય અરજી

જવાબ : (B) નાણાંકીય નિવેદન

(152) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે?

(A) 05

(B) 12

(C) 10

(D) 02

જવાબ : (D) 02

(153) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે?

(A) હેબિયસ કોર્પસ

(B) સર્ટિઓરરી

(C) મેન્ડેમસ

(D) કો-વોરન્ટો

જવાબ : (A) હેબિયસ કોર્પસ

Play quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 4

(154) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે?

(A) 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો

(B) 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો

(C) 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો

(D) 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો

જવાબ : (B) 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો

(155) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી?

(A) દેશના શાસનમાં પાયાગત છે.

(B) રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.

(C) આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.

(D) આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.

જવાબ : (C) આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.

(156) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી?

(A) ભારતના નાગરિક હોવા જોઈએ.

(B) સરકારી કર્મચારી હોવો જોઈએ.

(C) 35 વર્ષથી વધુ ઉંમર હો.  

(D) સંસદ સભ્ય ન હોય

જવાબ : (B) સરકારી કર્મચારી હોવો જોઈએ.

(157) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે?

(A) 24

(B) 26

(C) 28

(D) 22

જવાબ : (B) 26

(158) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?

(A) ડૉ.રાધાકૃષ્ણન

(B) ચક્રવર્તી રાજગોપાલાચારી

(C) ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

(D) આમાંના કોઈ નહીં

જવાબ : (C) ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

(159) ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ થાય?

(A) ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી

(B) ઉમેદવારોની આખરી યાદી બહાર પડ્યાની તારીખથી

(C) મતદાનની તારીખના બે દિવસ અગાઉથી

(D) જયારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી

જવાબ : (D) જયારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી

(160) પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે?

(A) ચૂંટાયેલા ધારાસભ્યો

(B) અગ્રણી નાગરિકો

(C) મંત્રીઓ

(D) વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ

જવાબ : (A) ચૂંટાયેલા ધારાસભ્યો

4 Bharat Nu Bandharan MCQ Gujarati (161 To 170)

(161) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઇ ધારામાં કરવામાં આવેલી છે?

(A) 22

(B) 19

(C) 25

(D) 18

જવાબ : (B) 19

(162) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલાં વર્ષ માટે હોય છે?

(A) કોઈ નિર્ધારિત મુદ્દત નથી

(B) ચાર વર્ષ

(C) પાંચ વર્ષ

(D) સાત વર્ષ

જવાબ : (C) પાંચ વર્ષ

(163) PIL શું છે?

(A) પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ

(B) પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો

(C) પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ

(D) પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન

જવાબ : (D) પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન

(164) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ ક્યા દિવસે મંજૂરી આપી?

(A) 15મી ઓગસ્ટ, 1949

(B) 26મી જાન્યુઆરી, 1949

(C) 26મી જાન્યુઆરી, 1950

(D) 26મી નવેમ્બર, 1949

જવાબ : (D) 26મી નવેમ્બર, 1949

(165) બંધારણના અનુચ્છેદ-51(1) માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી?

(A) સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની

(B) જાહેર મિલક્તનું રક્ષણ કરવાની

(C) બંધારણને વફાદાર રહેવાની

(D) બિનસાંપ્રદાયિકતા જાળવવાની

જવાબ : (D) બિનસાંપ્રદાયિકતા જાળવવાની

4 Bharat Nu Bandharan MCQ Gujarati
4 Bharat Nu Bandharan MCQ Gujarati

(166) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે?

(A) ભારતનું ચૂંટણી પંચ

(B) ભારતના વડાપ્રધાન

(C) ભારતના રાષ્ટ્રપતિ

(D) ભારતની સર્વોચ્ચ અદાલત

જવાબ : (A) ભારતનું ચૂંટણી પંચ

(167) ‘શાંતિથી અને શસ્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય’ ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે?

(A) અનુચ્છેદ – 19(1)(A)

(B) અનુચ્છેદ – 19(1)(B)

(C) અનુચ્છેદ – 19(1)(C)

(D) અનુચ્છેદ – 19(1)(D)

જવાબ : (B) અનુચ્છેદ – 19(1)(B)

(168) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે?

(A) વડાપ્રધાન

(B) મંત્રીઓ

(C) રાષ્ટ્રપતિ

(D) ઉપરાષ્ટ્રપતિ

જવાબ : (C) રાષ્ટ્રપતિ

(169) રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે?

(A) 1/8

(B) 1/10

(C) 1/2

(D) 1/4

જવાબ : (B) 1/10

(170) બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે?

(A) કલમ – 41

(B) કલમ – 24

(C) બંધારણમાં જોગવાઈ નથી

(D) કલમ – 51-એ

જવાબ : (B) કલમ – 24

4 Bharat Nu Bandharan MCQ Gujarati (171 To 180)

(171) બંધારણની કલમ – 356નો ઉપયોગ 1959માં ક્યા રાજ્યમાં થયો હતો?

(A) કેરળ

(B) મુંબઈ

(C) જમ્મુ-કાશ્મીર

(D) ઉત્તર પ્રદેશ

જવાબ : (A) કેરળ

(172) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે?

(A) પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે.

(B) સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે.

(C) લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે.

(D) રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્વ ધરાવે છે.

જવાબ : (A) પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે.

(173) ભારતના બંધારણમાં કલમ – 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે?

(A) વડાપ્રધાને

(B) સર્વોચ્ચ ન્યાયાલયને

(C) સંસદને

(D) રાષ્ટ્રપતિને

જવાબ : (B) સર્વોચ્ચ ન્યાયાલયને

(174) ‘જનગણમન’ રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને ‘તત્વબોધિનીપત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે…………..તરીકે પ્રસિદ્ધ કરેલ.

(A) ભારત ભાગ્યવિધાતા

(B) આમાર સોનાર બંગલા

(C) જનગણમન

(D) વંદેમાતરમ્

જવાબ : (D) વંદેમાતરમ્

(175) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢાઈ હતી તે રાજ્ય પુનર્રચના પંચ’ના અધ્યક્ષ કોણ હતા?

(A) મોરારજી દેસાઈ

(B) યશવંતરાવ ચૌહાણ

(C) લાલબહાદુર શાસ્ત્રી

(D) ફઝલઅલી

જવાબ : (D) ફઝલઅલી

4 Bharat Nu Bandharan MCQ Gujarati
4 Bharat Nu Bandharan MCQ Gujarati

(176) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે?

(A) મુખ્ય પ્રધાન

(B) સ્પીકર

(C) સંસદીય સચિવ

(D) મુખ્ય સ્પીકરશ્રી

જવાબ : (B) સ્પીકર

(177) આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે?

(A) ડોલ્ફીન

(B) શાર્ક

(C) મગર

(D) વ્હેલ

જવાબ : (A) ડોલ્ફીન

(178) નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું?

(A) 33%

(B) 16.5%

(C) 50%

(D) કોઈ જ આરક્ષણ આપવામાં આવ્યુ નથી

જવાબ : (C) 50%

(179) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે?

(A) સંસદ

(B) રાજ્યસભાના સભ્યો

(C) ઉપરાષ્ટ્રપતિ

(D) વડાપ્રધાન

જવાબ : (D) વડાપ્રધાન

(180) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે?

(A) કેન્દ્ર સરકાર

(B) રાષ્ટ્રપતિ

(C) રાજ્ય સરકાર

(D) રાજ્યપાલ

જવાબ : (B) રાષ્ટ્રપતિ

4 Bharat Nu Bandharan MCQ Gujarati (181 To 190)

(181) વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે?

(A) રાજ્યપાલ

(B) મુખ્યમંત્રી

(C) વિધાનસભાના સ્પીકર

(D) લોકસભાના સ્પીકર

જવાબ : (C) વિધાનસભાના સ્પીકર

(182) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

(A) ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.

(B) ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.

(C) ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે.

(D) ઉપરોક્ત ત્રણેય વિધાન લાગુ પડતા નથી.

જવાબ : (A) ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.

(183) કોઈપણ વ્યક્તિઓ ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના ક્યા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે?

(A) બંધારણીય ઉપચારોનો અધિકારો

(B) શોષણ વિરુદ્ધનો અધિકાર

(C) સ્વતંત્રતાનો અધિકાર

(D) સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર

જવાબ : (C) સ્વતંત્રતાનો અધિકાર

(184) ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે?

(A) રાષ્ટ્રપતિ

(B) વડાપ્રધાન

(C) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ

(D) શપથવિધિ થતી નથી

જવાબ : (D) શપથવિધિ થતી નથી

(185) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General Of India) ની નિમણૂક કોણ કરે છે?

(A) પ્રધાનમંત્રી

(B) કેન્દ્રીય નાણાં મંત્રી

(C) પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ)

(D) રાષ્ટ્રપતિ

જવાબ : (D) રાષ્ટ્રપતિ

(186) ક્યા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળવો, નદીઓ અને વન્ય પશુઓ-પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે?

(A) અનુચ્છેદ – 57 (બ)

(B) અનુચ્છેદ – 50 (ક)

(C) અનુચ્છેદ – 51 (ક)

(D) અનુચ્છેદ – 47 (ડ)

જવાબ : (C) અનુચ્છેદ – 51 (ક)

(187) ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે?

(A) વડાપ્રધાન

(B) જનરલ

(C) રાષ્ટ્રપતિ

(D) સંરક્ષણ પ્રધાન

જવાબ : (C) રાષ્ટ્રપતિ

(188) રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે?

(A) સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ

(B) વડાપ્રધાન

(C) ઉપરાષ્ટ્રપતિ

(D) લોકસભાના સ્પીકર

જવાબ : (C) ઉપરાષ્ટ્રપતિ

(189) ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય?

(A) જન્મથી કે વારસાથી

(B) નોંધણીથી કે લગ્નથી

(C) કાયદા દ્વારા દેશીકરણથી

(D) ઉપરના તમામથી

જવાબ : (D) ઉપરના તમામથી

(190) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?

(A) 25 વર્ષ

(B) 20 વર્ષ

(C) 18 વર્ષ

(D) 35 વર્ષ

જવાબ : (D) 35 વર્ષ

4 Bharat Nu Bandharan MCQ Gujarati (191 To 200)

(191) કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) 17

(B) 23

(C) 32

(D) 36

જવાબ : (C) 32

(192) અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય?

(A) 3

(B) 4

(C) 5

(D) 6

જવાબ : (A) 3

(193) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે?

(A) રાષ્ટ્રપતિની મરજી હોય ત્યા સુધી

(B) પાંચ વર્ષ

(C) છ વર્ષ

(D) ત્રણ વર્ષ

જવાબ : (A) રાષ્ટ્રપતિની મરજી હોય ત્યા સુધી

(194) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ ક્યા ન્યાયાલયમાં થશે?

(A) ફક્ત સર્વોચ્ચ અદાલત

(B) ફક્ત વડી અદાલત

(C) સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત

(D) કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં

જવાબ : (D) કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં

(195) લોકસભામાં જો બજેટ ના મંજુર થાય તો.

(A) જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજુ કરવામાં આવે છે.

(B) મંજુર અર્થ રાજય સભાને મોકલવામાં આવે છે.

(C) નાણામંત્રી રાજીનામું આપે છે.

(D) વડા પ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે.

જવાબ : (D) વડા પ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે.

(196) ભારતનાં બંધારણમાં 42 મો સુધારો કયારથી અમલી બનેલ છે?

(A) તા. 13 જાન્યુઆરી 1977

(B) તા. 3 જાન્યુઆરી 1977

(C) તા. 23 જાન્યુઆરી 1977

(D) તા. 1 જાન્યુઆરી 1977

જવાબ : (B) તા. 3 જાન્યુઆરી 1977

(197) “ભારતમાં કોઈ નાગરિકની સામે ફકત ધર્મ, જાતિ, જ્ઞાતિ,લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજય ભેદભાવ કરી શકશે નહી.’’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?

(A) 16

(B) 15

(C) 17       

(D) 18

જવાબ : (B) 15

(198) માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજયની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?

(A) 36

(B) 37

(C) 38

(D) 39

જવાબ : (B) 37

(199) ‘‘રાજયસભાની રચનામાં માન. રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુકતી કરી શકે છે.’’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?

(A) 76

(B) 77

(C) 79

(D) 80

જવાબ : (D) 80

(200) રાજયની કારોબારી સત્તા (Executive Power) કોનામાં નિહિત થાય છે?

(A) માન. રાષ્ટ્રપતિશ્રી

(B) માન. રાજયપાલશ્રી

(C) માન. મુખ્યમંત્રશ્રી

(D) માન. નાણામંત્રીશ્રી

જવાબ : (B) માન. રાજયપાલશ્રી

Also Read :

ભારતનું બંધારણ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
4 Bharat Nu Bandharan MCQ Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top