3 Gujarati Vyakaran Mcq, ગુજરાતી વ્યાકરણ MCQ, Gujarati Vyakaran pdf, ગુજરાતી વ્યાકરણ પ્રશ્નો, Gujarati Vyakaran Test, Gujarati Vyakaran, Gujarati Grammar mcq, Gujarati Grammar Test, Gujarati Grammar pdf.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતી વ્યાકરણ |
ભાગ : | 3 |
MCQ : | 101 થી 150 |
3 Gujarati Vyakaran Mcq (101 To 110)
(101) ‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો?
(A) ત્રિકલ્પ
(B) રણદ્વીપ
(C) અખાત
(D) દ્વીપકલ્પ
જવાબ : (D) દ્વીપકલ્પ
(102) આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે?
(A) ઢમઢોલ માંહે પોલ
(B) અધૂરો ઘડો છલકાય
(C) ખાલી ચણો વાગે ઘણો
(D) ઊજળું એટલું દૂધ નહીં
જવાબ : (D) ઊજળું એટલું દૂધ નહીં
Play Quiz :
ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ ભાગ 3
(103) ‘નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો‘- આ વાક્યમાં ‘રૂઆબભેર’ શું છે?
(A) સંયોજક
(B) કૃદંત
(C) ક્રિયા વિશેષણ
(D) વિશેષણ
જવાબ : (C) ક્રિયા વિશેષણ
(104) ‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા’- એટલે શું?
(A) જીવ્યા કરતાં જોયું ભલું
(B) મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું
(C) કામ ખૂબ જ સહેલું હોવું
(D) ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો
જવાબ : (B) મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું
(105) ‘કોઈનેય વધારે કામ કરવું નથી’- વધારે – વિશેષણનો પ્રકાર ક્યો છે?
(A) સંખ્યાવાચક
(B) પરિમાણવાચક
(C) ગુણવાચક
(D) સાપેક્ષ
જવાબ : (B) પરિમાણવાચક
(106) પદભ્રષ્ટ ક્યો સમાસ છે?
(A) કર્મધારય
(B) દ્વિગુ
(C) ઉપપદ
(D) તત્પુરુષ
જવાબ : (D) તત્પુરુષ
(107) ‘તન્વી’નો સંધિ વિગ્રહ શું થશે?
(A) તનુ + ઈ
(B) તન્ + વી
(C) તનુ + વી
(D) ત + અન્વી
જવાબ : (A) તનુ + ઈ
(108) ‘ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.’- આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો.
(A) નામે એક મહાત્મા
(B) થઈ ગયા
(C) ભારતમાં
(D) એક ગાંધીજી
જવાબ : (D) એક ગાંધીજી
(109) ‘ફક્ત દસ મિનિટમાં આવી જાઓ‘- આ વાક્યમાંથી નિપાત શોધો.
(A) દસ
(B) ફક્ત
(C) આવી
(D) મિનિટમાં
જવાબ : (B) ફક્ત
(110) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે?
(A) વિભાવરી
(B) શર્વરી
(C) યામિની
(D) ભામિની
જવાબ : (D) ભામિની
3 Gujarati Vyakaran Mcq (111 To 120)
(111) ‘જુઓ પેલો ચોર ભાગ્યો!’ -પેલો કેવા પ્રકાનું સર્વનામ છે?
(A) દર્શક સર્વનામ
(B) વ્યક્તિવાચક સર્વનામ
(C) સાપેક્ષ સર્વનામ
(D) સ્વવાચક સર્વનામ
જવાબ : (A) દર્શક સર્વનામ
(112) નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ ક્યો છે?
(A) દરિયો
(B) પૈસાદાર
(C) ડરવું
(D) ઊંડું
જવાબ : (A) દરિયો
(113) ‘વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો’- આ વાક્યનો પ્રકાર ક્યો છે?
(A) પ્રેરક વાક્ય
(B) સાદું વાક્ય
(C) સંયુક્ત વાક્ય
(D) સંકુલ વાક્ય
જવાબ : (B) સાદું વાક્ય
(114) યમનસભલગા – આ ક્યા છંદનું બંધારણ છે?
(A) પૃથ્વી
(B) હરિણી
(C) શિખરિણી
(D) મંદાક્રાંતા
જવાબ : (C) શિખરિણી
(115) સાચી જોડણીવાળુ શબ્દજૂથ ક્યું છે?
(A) પૃથ્થકરણ, મિલ્કત
(B) શૌર્યતા, જીંદગી
(C) સંન્યાસી, પુનરુચ્ચાર
(D) નિરાભિમાની, દ્વિતિય
જવાબ : (C) સંન્યાસી, પુનરુચ્ચાર
(116) ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય’- આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ ક્યું છે?
(A) જવાબ
(B) નહીં
(C) ભૂલ
(D) તેથી
જવાબ : (D) તેથી
(117) ‘મંદ’નો નજીકનો સમાનાર્થી ક્યો?
(A) પોચું
(B) સ્થિર
(C) ધીમું
(D) ઢીલું
જવાબ : (C) ધીમું
(118) કઈ જોડણી સાચી?
(A) કીર્તિ
(B) કિર્તી
(C) કિર્તિ
(D) કીર્તિ
જવાબ : (A) કીર્તિ
(119) કઈ જોડણી સાચી?
(A) મ્યુનિસિપાલિટી
(B) મ્યુનીસીપાલીટી
(C) મ્યુનીસીપાલીટી
(D) મ્યુનિસિપાલિટિ
જવાબ : (A) મ્યુનિસિપાલિટી
(120) ‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો?
(A) ટોળું
(B) ટોળાં
(C) ટોળી
(D) ટોળકી
જવાબ : (A) ટોળું
3 Gujarati Vyakaran Mcq (121 To 130)
(121) ‘માતાપિતા’ ક્યો સમાસ છે?
(A) તત્પુરુષ
(B) દ્વંદ્વ
(C) દ્વિગુ
(D) બહુવ્રીહિ
જવાબ : (B) દ્વંદ્વ
(122) હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે?
(A) હિન્દી
(B) ઉર્દુ
(C) અરબી-ફારસી
(D) અંગ્રેજી
જવાબ : (D) અંગ્રેજી
(123) ‘બાહોશ’નો નજીકનો સમાનાર્થી ક્યો?
(A) આળસુ
(B) હોંશિયાર
(C) કાર્યકુશળ
(D) પાવરધો
જવાબ : (C) કાર્યકુશળ
(124) ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો.
(A) રિવિ + ઈન્દ્ર
(B) રવિ + ઊન્દ્ર
(C) ૨વી + ઈન્દ્ર
(D) રવિ + ઇન્દ્ર
જવાબ : (D) રવિ + ઇન્દ્ર
(125) ક્યું વાક્ય બેહૂદું છે?
(A) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
(B) હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા.
(C) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
(D) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
જવાબ : (C) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
(126) ક્યું વાક્ય સાચું?
(A) દરેકે વિદ્યાર્થીઓને…
(B) દરેક-દરેક વિદ્યાર્થીઓને…
(C) દરેક વિદ્યાર્થીઓને…
(D) દરેક વિદ્યાર્થીને…
જવાબ : (D) દરેક વિદ્યાર્થીને…
(127) કઈ જોડણી સાચી છે?
(A) આશીવાર્દ
(B) આશીરવાદ
(C) આશીર્વાદ
(D) આર્શિવાદ
જવાબ : (C) આશીર્વાદ
(128) સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય?
(A) છપ્પા
(B) ઊર્મિગીત
(C) પદ
(D) હાઈકુ
જવાબ : (A) છપ્પા
(129) નીચેનામાંથી ‘પ્રશસ્તિ’નો વિરોધી શબ્દ જણાવો.
(A) સ્તુતિ
(B) નિંદા
(C) વખાણ
(D) પ્રશંસા
જવાબ : (B) નિંદા
(130) ‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે?
(A) વેવાઈ પક્ષના લોકો
(B) સાથે યુદ્ધ કરવાવાળો
(C) યજ્ઞમાં હોમવાના લાકડાં
(D) એક શિકારી પક્ષી
જવાબ : (C) યજ્ઞમાં હોમવાના લાકડાં
3 Gujarati Vyakaran Mcq (131 To 140)
(131) નીચેનામાંથી ક્યો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી?
(A) મહેનત
(B) પ્રારબ્ધ
(C) પરિશ્રમ
(D) પુરુષાર્થ
જવાબ : (B) પ્રારબ્ધ
(132) મંદાક્રાન્તા છંદનું બંધારણ ઓળખાવો.
(A) ન સ મ ર સ લ ગા
(B) જ સ જ સ ય લ ગા
(C) ય મ ન સ ભ લ ગા
(D) મ ભ ન ત ત ગા ગા
જવાબ : (D) મ ભ ન ત ત ગા ગા
(133) ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ – આ વાક્યનું કર્મણિ વાક્ય શોધી લખો.
(A) માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
(B) બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા.
(C) બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
(D) બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
જવાબ : (C) બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
(134) ‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા’- રેખાંકિત પદ ઓળખાવો.
(A) સંખ્યાવાચક વિશેષણ
(B) ક્રમવાચક વિશેષણ
(C) ભાવવાચક વિશેષણ
(D) ગુણવાચક વિશેષણ
જવાબ : (D) ગુણવાચક વિશેષણ
(135) ‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(A) પાલવ
(B) સાડી
(C) મીંઢળ
(D) પાનેતર
જવાબ : (D) પાનેતર
(136) ‘ભમો ભરતખંડમાં સકળ ભોગ ખૂંદી વળી’ પંક્તિનો છંદ ઓળખાવો.
(A) મંદાક્રાંતા
(B) મનહર
(C) પૃથ્વી
(D) શિખરિણી
જવાબ : (C) પૃથ્વી
(137) ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
(A) કાકલૂદી
(B) વીચીત્ર
(C) નિવૃત્ત
(D) ભૂમિકા
જવાબ : (B) વીચીત્ર
(138) ‘મહાદેવભાઈ માત્ર ચાર વર્ષ જીવ્યા’ રેખાંકિત પદ ઓળખાવો.
(A) નિપાત
(B) સર્વનામ
(C) કૃદંત
(D) વિશેષણ
જવાબ : (A) નિપાત
(139) ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે વનપ્રીતિ જ નથી.‘ – પંક્તિનો અલંકાર ઓળખાવો.
(A) ઉત્પ્રેક્ષા
(B) રૂપક
(C) ઉપમા
(D) વર્ણાનુપાસ
જવાબ : (A) ઉત્પ્રેક્ષા
(140) નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી?
(A) દેશપ્રેમ
(B) વનવાસ
(C) પાપપુણ્ય
(D) સ્નેહાધિન
જવાબ : (C) પાપપુણ્ય
3 Gujarati Vyakaran Mcq (141 To 150)
(141) ‘નાક લીટી તાણવી‘ રૂઢિપ્રયોગનો અર્થ આપો.
(A) સાષ્ટાંગ દંડવત પ્રમાણ કરવા
(B) ભૂલનો સ્વીકાર કરવો
(C) અત્યંત દીનપણે શરણે જવું
(D) આજીજી કરવી
જવાબ : (C) અત્યંત દીનપણે શરણે જવું
(142) ‘સ્વચ્છ’ શબ્દની સાચી સંધિ જણાવો.
(A) સ્ + અચ્છ
(B) સ્વ + ચ્છ
(C) સ્વ + અચ્છ
(D) સુ – અચ્છ
જવાબ : (D) સુ – અચ્છ
(143) ‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું’- રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો.
(A) સંબંધ વિભક્તિ
(B) અધિકરણ વિભક્તિ
(C) અપાદાન વિભક્તિ
(D) કરણ વિભક્તિ
જવાબ : (D) કરણ વિભક્તિ
(144) અનધિકૃતની સંધિ કઈ છે?
(A) અન્ + અધિકૃત
(B) અન + અધિકૃત
(C) અન્ + ધિકૃત
(D) અન્ય + ધિકૃત
જવાબ : (A) અન્ + અધિકૃત
(145) દૂધનો સમાનાર્થી શબ્દ ક્યો?
(A) ખીર
(B) ક્ષીર
(C) અમૃત
(D) એકપણ નહીં
જવાબ : (B) ક્ષીર
(146) જયેસઠની સાચી જોડણી કઈ છે?
(A) જ્યેસ્ઠ
(B) જ્યેષઠ
(C) જ્યેષ્ઠ
(D) જયેશઠ
જવાબ : (C) જ્યેષ્ઠ
(147) ‘પાણીપોચું’ એટલે…
(A) કમળ
(B) કોમળ
(C) કઠોર
(D) પાણી જેવું
જવાબ : (B) કોમળ
(148) ‘મનીશા’ શબ્દની સાચી જોડણી કઈ?
(A) મુનિશા
(B) મનીસા
(C) મનિષા
(D) મનીષા
જવાબ : (D) મનીષા
(149) જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? – ક્યો છંદ છે?
(A) હરિગીત
(B) દોહરો
(C) સવૈયા
(D) મંદાક્રાંતા
જવાબ : (A) હરિગીત
(150) ‘વરદાન’ એટલે………
(A) દાન
(B) નિશાંત
(C) દુઆ
(D) પાક
જવાબ : (C) દુઆ
Also Read :
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ગુજરાતના જિલ્લા MCQ |
ભારતનો ઈતિહાસ MCQ |