3 Gujarat No Itihas Mcq Gujarati (ગુજરાતનો ઈતિહાસ MCQ)

Spread the love

3 Gujarat No Itihas Mcq Gujarati
3 Gujarat No Itihas Mcq Gujarati

3 Gujarat No Itihas Mcq Gujarati, ગુજરાતનો ઈતિહાસ MCQ, Gujarat no Itihas Gujarati ma pdf, Gujarat no Itihas pdf free download, Gujarat no Itihas Question Answer PDF, Gujarat no Itihas MCQ, Gujarat History mcq pdf in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતનો ઈતિહાસ
ભાગ : 3
MCQ :101 થી 150
3 Gujarat No Itihas Mcq Gujarati

3 Gujarat No Itihas Mcq Gujarati (101 To 110)

(101) ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી?

(A) નિત્યાનંદ કાનુંગો

(B) મહેદી નવાઝજંગ

(C) શ્રીમન નારાયણ

(D) પી.એન. ભગવતી

જવાબ : (B) મહેદી નવાઝજંગ

(102) ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

(A) એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ

(B) ધ કન્વીનીઅન્ટ એક્શન

(C) ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ

(D) ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ

જવાબ : (B) ધ કન્વીનીઅન્ટ એક્શન

(103) ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ ક્યા રાજ્ય સાથે જોડાયેલું હતું?

(A) રાજસ્થાન

(B) મધ્ય પ્રદેશ

(C) મહારાષ્ટ્ર

(D) ઉત્તર પ્રદેશ

જવાબ : (C) મહારાષ્ટ્ર

Play Quiz :

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 3

(104) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું?

(A) અમરસિંહ ચૌધરી

(B) હિતેન્દ્રભાઈ દેસાઈ

(C) બળવંતરાય મહેતા

(D) ઘનશ્યામભાઈ ઓઝા

જવાબ : (C) બળવંતરાય મહેતા

(105) ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ?

(A) જાપાન

(B) અમેરિકા

(C) ફ્રાન્સ

(D) ઈંગ્લેન્ડ

જવાબ : (D) ઈંગ્લેન્ડ

(106) ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા?

(A) ગૃહમંત્રી

(B) સ્પીકર

(C) વિદેશ મંત્રી

(D) સ્વાસ્થ્ય મંત્રી

જવાબ : (C) વિદેશ મંત્રી

(107) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી?

(A) સન્યાસ આશ્રમ

(B) ગાંધી આશ્રમ

(C) શિવાનંદ આશ્રમ

(D) કોચરબ આશ્રમ

જવાબ : (D) કોચરબ આશ્રમ

(108) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો?

(A) માધવસિંહ સોલંકી

(B) હિતેન્દ્રભાઈ દેસાઈ

(C) અમરસિંહ ચૌધરી

(D) નરેન્દ્રભાઈ મોદી

જવાબ : (D) નરેન્દ્રભાઈ મોદી

(109) સરદાર વલ્લભભાઈ પટેલ ક્યા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા?

(A) કરમસદ

(B) અમદાવાદ

(C) બારડોલી

(D) વલ્લભ વિદ્યાનગર

જવાબ : (B) અમદાવાદ

(110) અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે?

(A) શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ

(B) શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ

(C) શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય

(D) શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ

જવાબ : (B) શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ

3 Gujarat No Itihas Mcq Gujarati (111 To 120)

(111) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે?

(A) કાર્બન ડેટિંગ

(B) સેન્ટ્રિફ્યૂઝ

(C) PMT

(D) ઈલેક્ટ્રોફોરોસિસ

જવાબ : (A) કાર્બન ડેટિંગ

(112) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી?

(A) કીર્તિમંદિર

(B) હદયકુંજ

(C) ગૂજરાત વિદ્યાપીઠ

(D) અક્ષરધામ

જવાબ : (D) અક્ષરધામ

(113) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડયું નથી?

(A) બાબુભાઈ જે. પટેલ

(B) માધવસિંહ સોલંકી

(C) કેશુભાઈ પટેલ

(D) અમરસિંહ ચૌધરી

જવાબ : (D) અમરસિંહ ચૌધરી

(114) પાટણમાં આવેલી “રાણકી વાવ” કોણે બંધાવી હતી?

(A) ઉદયમતી

(B) મીનળદેવી

(C) દેવળદેવી

(D) ચૌલાદેવી

જવાબ : (A) ઉદયમતી

(115) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ જાહેર સન્માન કર્યું?

(A) કુમારપાળ

(B) ભીમદેવ

(C) સિદ્ધરાજ જયસિંહ

(D) વનરાજ ચાવડો

જવાબ : (C) સિદ્ધરાજ જયસિંહ

(116) ગુજરાતના ક્યા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું?

(A) ડો. જીવરાજ મહેતા

(B) ચીમનભાઈ પટેલ

(C) બળવંતરાય મહેતા

(D) હિતેન્દ્ર દેસાઈ

જવાબ : (C) બળવંતરાય મહેતા

(117) ‘‘સૂર્યપુત્ર’’ પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે?

(A) કર્ણ

(B) યુધિષ્ઠિર

(C) ચીમનભાઈ પટેલ

(D) આમાનું કોઈ નહીં

જવાબ : (C) ચીમનભાઈ પટેલ

(118) આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે?

(A) હિતેન્દ્ર દેસાઈ

(B) ડો. જીવરાજ મહેતા

(C) બળવંતરાય મહેતા

(D) પ્રબોધ રાવળ

જવાબ : (D) પ્રબોધ રાવળ

(119)છેલ્લો કટોરો આ ઝેરનો બાપું’ કોણે ગાયું?

(A) ઝવેરચંદ મેઘાણી

(B) દુલાભાયા કાગ

(C) ઉમાશંકર જોષી

(D) કાન્ત

જવાબ : (A) ઝવેરચંદ મેઘાણી

(120) ગુજરાતમાં ‘બારડોલી સત્યાગ્રહ’ સાથે કોનું નામ જોડાયેલું છે?

(A) મહાત્મા ગાંધી

(B) સરદાર પટેલ

(C) મોરારજી દેસાઈ

(D) શામળદાસ ગાંધી

જવાબ : (B) સરદાર પટેલ

3 Gujarat No Itihas Mcq Gujarati (121 To 130)

(121) નીલમબાગ પેલેસ ક્યા શહેરમાં છે?

(A) જામનગર

(B) વડોદરા

(C) ભાવનગર

(D) મોરબી

જવાબ : (C) ભાવનગર

(122) જ્યાં ગાંધીજીનું બાળપણ વિત્યું હતું તે ‘કબા ગાંધીનો ડેલો’ ક્યા શહેરમાં આવેલો છે?

(A) પોરબંદર

(B) રાજકોટ

(C) ભાવનગર

(D) અમદાવાદ

જવાબ : (B) રાજકોટ

(123) ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી?

(A) સનત મહેતા

(B) વજુભાઈ વાળા

(C) છબીલદાસ મહેતા

(D) અશોક ભટ્ટ

જવાબ : (B) વજુભાઈ વાળા

(124) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાઈ છે તેવી કઈ ઘટના આકાર પામી?

(A) બારડોલી સત્યાગ્રહ

(B) પ્રાંતીય સરકારોની ઘોષણા

(C) પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા અને ઠરાવ

(D) દાંડી યાત્રા – મીઠાનો સત્યાગ્રહ

જવાબ : (D) દાંડી યાત્રા – મીઠાનો સત્યાગ્રહ

(125) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ ક્યું?

(A) પ્રભાસ

(B) ડાકોર

(C) ઓખા

(D) મથુરા

જવાબ : (A) પ્રભાસ

(126) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરોનામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ ક્યો?

(A) સાયમન કમિશન

(B) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

(C) ગોળમેજી પરિષદ

(D) ચૌરીચોરા

જવાબ : (C) ગોળમેજી પરિષદ

(127) ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો?

(A) શિવાનંદ

(B) સન્યાસ

(C) સાબરમતી

(D) કોચરબ

જવાબ : (D) કોચરબ

(128) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી?

(A) ગૂજરાત વિદ્યાપીઠ

(B) સંસ્કૃત યુનિવર્સિટી

(C) ગુજરાત યુનિવર્સિટી

(D) લોકભારતી વિદ્યાપીઠ

જવાબ : (A) ગૂજરાત વિદ્યાપીઠ

(129) આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર’નું બિરુદ પ્રાપ્ત થયું હતું?

(A) ધરાસણાનો સત્યાગ્રહ

(B) મીઠાનો સત્યાગ્રહ

(C) ખેડાનો સત્યાગ્રહ

(D) બારડોલીનો સત્યાગ્રહ

જવાબ : (C) ખેડાનો સત્યાગ્રહ

(130) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો?

(A) ભૂદાન સત્યાગ્રહ

(B) બારડોલી સત્યાગ્રહ

(C) મીઠાનો સત્યાગ્રહ

(D) વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ

જવાબ : (C) મીઠાનો સત્યાગ્રહ

3 Gujarat No Itihas Mcq Gujarati (131 To 140)

(131) ડો.જીવરાજ મહેતા ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા?

(A) ત્રીજા

(B) પહેલા

(C) બીજા

(D) એક પણ નહીં

જવાબ : (B) પહેલા

(132) નસિરૂદિન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી?

(A) બલબન યુગ

(B) સલ્તનત યુગ

(C) ખીલજી યુગ

(D) સોલંકી યુગ

જવાબ : (B) સલ્તનત યુગ

(133) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે?

(A) ખંભાત

(B) ભરૂચ

(C) કચ્છ

(D) ભાવનગર

જવાબ : (B) ભરૂચ

(134) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે?

(A) વાઘેલા વંશ

(B) ચાવડા વંશ

(C) સોલંકી વંશ

(D) મૈત્રક વંશ

જવાબ : (B) ચાવડા વંશ

(135) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી?

(A) ઉદયમતી

(B) ચૌલાદેવી

(C) રાણકદેવી

(D) તારામતી

જવાબ : (A) ઉદયમતી

(136) ભવાઈના આધ પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા?

(A) મૈત્રક યુગ

(B) ચાવડા યુગ

(C) શર્યાતિ યુગ

(D) સલ્તનત યુગ

જવાબ : (D) સલ્તનત યુગ

(137) ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ક્યા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ?

(A) અમદાવાદ-વડોદરા

(B) અમદાવાદ-મણીનગર

(C) મહેસાણા-વીજાપુર

(D) ઉતરાણ-અંકલેશ્વર

જવાબ : (D) ઉતરાણ-અંકલેશ્વર

(138) જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર ક્યા દેશના રાજાએ લીધેલી?

(A) ઉજ્જૈન

(B) મગધ

(C) કલિંગ

(D) પાટણ

જવાબ : (B) મગધ

(139) મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું?

3 Gujarat No Itihas Mcq Gujarati
3 Gujarat No Itihas Mcq Gujarati

(A) કુમારપાળ

(B) વીર ધવલ

(C) વિસલદેવ

(D) ભીમદેવ પહેલો

જવાબ : (D) ભીમદેવ પહેલો

(140) ગુજરાતના ઈતિહાસમાં ‘અશોક’ તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે.

(A) કુમારપાળ

(B) ભીમદેવ પહેલો

(C) સિદ્ધરાજ જયસિંહ

(D) અજયપાળ

જવાબ : (A) કુમારપાળ

3 Gujarat No Itihas Mcq Gujarati (141 To 150)

(141) અકબરે ગુજરાત ક્યા વર્ષમાં જીત્યું?

(A) 1568

(B) 1572

(C) 1576

(D) 1579

જવાબ : (B) 1572

(142) નીચેના પૈકી ક્યો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે?

(A) કૌટિલ્યનું ‘‘અર્થશાસ્ત્ર”

(B) હેમચંદ્રાચાર્યનું ‘‘પરિશિષ્ઠપર્વ’’

(C) વિશાખદત્ત ‘‘મુદ્રારાક્ષસ’

(D) વિશાખદત્ત ‘‘દેવીચંદ્રગુપ્તમ’

જવાબ : (B) હેમચંદ્રાચાર્યનું ‘‘પરિશિષ્ઠપર્વ’’

(143) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?

(A) સયાજીરાવ ત્રીજા

(B) ભગવતસિંહ

(C) કૃષ્ણકુમારસિંહ

(D) જામ રણજિતસિંહ

જવાબ : (D) જામ રણજિતસિંહ

(144) પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી?

3 Gujarat No Itihas Mcq Gujarati
3 Gujarat No Itihas Mcq Gujarati

(A) મહાત્મા ગાંધી

(B) વિઠ્ઠલભાઈ પટેલ

(C) વલ્લભભાઈ પટેલ

(D) જામ રણજિતસિંહ

જવાબ : (B) વિઠ્ઠલભાઈ પટેલ

(145) સોલંકી કાળ દરમ્યાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી ક્યું હતું?

(A) પ્રદેશ

(B) પંથક

(C) મંડલ

(D) રાષ્ટ્ર

જવાબ : (C) મંડલ

(146) સૌરાષ્ટ્રનાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી?

(A) નવલરામ

(B) મણીશંક૨ કીકાણી

(C) મનસુખરામ ત્રિપાઠી

(D) મણીલાલ દ્વિવેદી

જવાબ : (B) મણીશંક૨ કીકાણી

(147) પ્રભુદાસ ગાંધીનું પુસ્તક ‘જીવનનું પરોઢ’ ગાંધીજીના જીવનના ક્યા તબ્બકાને રજૂ કરે છે?

(A) ગાંધીજીના બાળપણને

(B) ગાંધીજીના આફ્રિકાવાસને

(C) ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને

(D) ગાંધીજીના નોઆખલીના દિવસોને

જવાબ : (B) ગાંધીજીના આફ્રિકાવાસને

(148) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો?

(A) જૂનાગઢનો નવાબ

(B) જૂનાગઢનો વઝીર

(C) જૂનાગઢનો સેનાપતિ

(D) જૂનાગઢનો ખજાનચી

જવાબ : (B) જૂનાગઢનો વઝીર

(149) ગાંધીજીની યાદમાં ગુજરાતમાં “મીઠાનો ડુંગર’’ (Salt Mountain) ક્યા શહેરમાં બનાવવામાં આવેલો છે?

(A) ગાંધીનગર

(B) પોરબંદર

(C) દાંડી

(D) બારડોલી

જવાબ : (A) ગાંધીનગર

(150) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું?

(A) મીનળ દેવી

(B) અજય પાળ

(C) ભીમદેવ પહેલો

(D) સિધ્ધરાજ જયસિંહ

જવાબ : (D) સિધ્ધરાજ જયસિંહ

Also Read :

ભારતનો ઈતિહાસ MCQ
ગુજરાતનાં જિલ્લા MCQ
ગુજરાતી વ્યાકરણ MCQ
3 Gujarat No Itihas Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top