3 Gujarat Ni Bhugol Mcq Gujarati, ગુજરાતની ભૂગોળ MCQ, Gujarat ni Bhugol, Gujarat Bhugol, Gujarat Ni Bhugol word inbox pdf, Gujarat Bhugol pdf, ગુજરાતની ભૂગોળ pdf, Girish Education
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતની ભૂગોળ |
ભાગ : | 3 |
MCQ : | 101 થી 150 |
3 Gujarat Ni Bhugol Mcq Gujarati (101 To 110)
(101) મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર કયું છે?
(A) કંડલા
(B) પીપાવાવ
(C) દહેજ
(D) મુન્દ્રા
જવાબ : (A) કંડલા
(102) ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે?
(A) ગણદેવી તાલુકો-નવસારી
(B) આહ્વા તાલુકો-ડાંગ
(C) પારડી તાલુકો-વલસાડ
(D) કપરાડા તાલુકો-વલસાડ
જવાબ : (D) કપરાડા તાલુકો-વલસાડ
(103) ગુજરાતના ભૌગોલિક વિસ્તારનું કદ કેટલું છે?
(A) આશરે બે લાખ ચો. કિમી.
(B) આશરે ત્રણ લાખ ચો.કિમી.
(C) આશરે એક લાખ ચો. કિમી.
(D) આશરે પાંચ લાખ ચો.કિમી.
જવાબ : (A) આશરે બે લાખ ચો. કિમી.
(104) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
(A) સુદર્શન સરોવર-જૂનાગઢ
(B) બિન્દુ સરોવર-પાટણ
(C) હમીરસર તળાવ-ભૂજ
(D) નળસરોવર-અમદાવાદ જિલ્લો
જવાબ : (B) બિન્દુ સરોવર-પાટણ
(105) ગુજરાતની નદીઓ પૈકી કયું વિધાન અસત્ય છે?
(A) તાપી નદીનું મૂળ મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના મુલતાઈ પાસેના પવિત્ર ઝરામાં છે.
(B) ભોગાવો નદીનું મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં છે.
(C) સાબરમતી નદી મેવાડના ઢેબર સરોવરમાંથી નીકળે છે.
(D) બનાસ નદીનું મૂળ સીરણવાના ડુંગર પાસે છે.
જવાબ : (B) ભોગાવો નદીનું મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં છે.
Also Play Quiz :
(106) ગુજરાતમાં કુદરતી ખનીજ સંપત્તિ સંબંધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (GMDC) સંસ્થા કયા જિલ્લામાં કાર્યરત નથી?
(A) અમરેલી
(B) બનાસકાંઠા
(C) વડોદરા
(D) કચ્છ
જવાબ : (A) અમરેલી
(107) ગુજરાતનો કયો ભાગ બૅસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે?
(A) સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ
(B) ઉત્તર ગુજરાતનો પ્રદેશ
(C) કચ્છનો ડુંગરાળ પ્રદેશ
(D) તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ
જવાબ : (A) સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ
(108) ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે?
(A) છૂછાપુરા-છોટા ઉદેપુર
(B) પાનધ્રો-કચ્છ
(C) શિવરાજપુર-ગોધરા
(D) અંબાજી-બનાસકાંઠા
જવાબ : (A) છૂછાપુરા-છોટા ઉદેપુર
(109) દૂધાળા જાનવરોમાં ક્યા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે?
(A) ડીફાર્મેટી
(B) સોમેટિક સેલ
(C) મસ્ટાઈસ
(D) બેક્ટરિયલ કાઉન્ટ
જવાબ : (C) મસ્ટાઈસ
(110) ગુજરાતની ખેત પેદાશોને થતા રોગો સંબંધમાં નીચેના પૈકી કયા જોડકાની માહિતી અસત્ય છે?
(A) મગફળી-ગેરૂ-પર્ણની નીચે ભૂખરા રંગના ટપકાં દેખાય છે તથા પાન ચીમળાઈને ખરી પડે છે.
(B) ઘઉં-ખડખડિયા-પર્ણ ઉપર સફેદ રંગના તથા પીળા રંગના ટપકાં થાય છે.
(C) શેરડી-રાતડો-પર્ણની મધ્યશિરા ઉપર નાના-નાના લાલ ટપકાં દેખાય છે.
(D) વટાણા-સુકારો-પર્ણ પીળા પડીને સુકાઈ જાય છે તથા મૂળ કાળા પડીને સુકાઈ જાય છે.
જવાબ : (B) ઘઉં-ખડખડિયા-પર્ણ ઉપર સફેદ રંગના તથા પીળા રંગના ટપકાં થાય છે.
3 Gujarat Ni Bhugol Mcq Gujarati (111 To 120)
(111) દેશની ‘સોડાએંશ‘ ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે?
(A) 60%
(B) 50%
(C) 95%
(D) 70%
જવાબ : (C) 95%
(112) ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી?
(1) કચ્છ (2) અમદાવાદ (3) સુરેન્દ્રનગર (4) રાજકોટ |
(A) માત્ર 2
(B) 1,2
(C) 3,4
(D) 2,3,4
જવાબ : (C) 3,4
(113) દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો કયા રાજયનો છે?
(A) મહારાષ્ટ્ર
(B) કેરળ
(C) આંધ્રપ્રદેશ
(D) ગુજરાત
જવાબ : (D) ગુજરાત
(114) ગુજરાતની સરહદે કયા રાજ્યો આવેલા છે?
(1) રાજસ્થાન (2) મધ્યપ્રદેશ (3) છત્તીસગઢ (4) મહારાષ્ટ્ર |
(A) 1,2
(B) 1,2,4
(C) 1,4
(D) 1,2,3
જવાબ : (B) 1,2,4
(115) લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે?
(A) તાંબુ મેળવવા માટે
(B) સોનું મેળવવા માટે
(C) વીજળી ઉત્પન્ન કરવા માટે
(D) એલ્યુમિનિયમ મેળવવા માટે
જવાબ : (C) વીજળી ઉત્પન્ન કરવા માટે
(116) નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજયમાં આવેલ છે?
(A) છત્તીસગઢ
(B) ગુજરાત
(C) મધ્યપ્રદેશ
(D) મહારાષ્ટ્ર
જવાબ : (C) મધ્યપ્રદેશ
(117) નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે?
(a) ભાવનગર | (1) બંદર |
(b) વેળાવદર | (2) સેન્ટ્રલ સૉલ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ |
(c) કાકરાપાર | (3) કાળિયાર અભયારણ્ય |
(d) કંડલા | (4) અણુ વીજમથક |
(A) 4,2,3,1
(B) 2,3,1,4
(C) 2,4,3,1
(D) 2,3,4,1
જવાબ : (D) 2,3,4,1
(118) ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે?
(A) વલસાડ
(B) ભરૂચ
(C) નવસારી
(b) ગાંધીનગર
જવાબ : (A) વલસાડ
(119) અલિયા બેટ કઈ નદીમાં આવેલ છે?
(A) તાપી
(B) મહી
(C) સાબરમતી
(D) નર્મદા
જવાબ : (D) નર્મદા
(120) ગુજરાતનું ક્યું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે?
(A) ખંભાત
(B) ભાવનગર
(C) ઓખા
(D) ભરૂચ
જવાબ : (A) ખંભાત
3 Gujarat Ni Bhugol Mcq Gujarati (121 To 130)
(121) ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે?
(A) ડાંગ
(B) પાનન્ધ્રો
(C) અંબાજી
(D) સુરેન્દ્રનગર
જવાબ : (B) પાનન્ધ્રો
(122) 1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા હતા?
(A) 18
(B) 19
(C) 17
(D) 16
જવાબ : (C) 17
(123) એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) ક્યાં આવેલું છે?
(A) સુરત
(B) કંડલા
(C) સાંતાક્રૂઝ
(D) કોચિન
જવાબ : (B) કંડલા
(124) ગુજરાતના યાત્રાધામોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ગોઠવો.
(1) નડાબેટ (નડેશ્વરી) (2) અંબાજી (3) પાવાગઢ (4) માતાનો મઢ |
(A) 1,4,2,3
(B) 4,2,1,3
(C) 3,2,1,4
(D) 2,3,4,1
જવાબ : (C) 3,2,1,4
(125) નર્મદા નદી કઈ દિશામાં વહે છે?
(A) પશ્ચિમથી પૂર્વ
(B) દક્ષિણથી ઉત્તર
(C) પૂર્વથી પશ્ચિમ
(D) ઉત્તરથી દક્ષિણ
જવાબ : (C) પૂર્વથી પશ્ચિમ
(126) વિશ્વનો સૌથી મોટો જહાજ તોડવાનો વાડો ભાવનગર પાસે ક્યાં આવેલ છે?
(A) સોમનાથ
(B) અલંગ
(C) અમદાવાદ
(D) એકપણ નહિ
જવાબ : (B) અલંગ
(127) સમગ્ર ભારતમાં માત્ત ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે?
(A) અકીક
(B) બૉક્સાઈટ
(C) થોરિયમ
(D) મેંગેનીઝ
જવાબ : (A) અકીક
(128) ગુજરાતમાંથી નીચેનામાંથી ક્યા વિકલ્પમાં પર્વત | ડુંગરના સ્થળ ઉત્તરથી દક્ષિણના ક્રમે છે?
(A) શેત્રુંજો, ચોટીલા, લીલિયો
(B) પાવાગઢનો ડુંગર, ઈડરનો ડુંગર, પારનેરા
(C) તારંગાના ડુંગર, પાવાગઢનો ડુંગર, પારનેરા
(D) ભૂજિયો, બરડો, આરાસુરના ડુંગર
જવાબ : (C) તારંગાના ડુંગર, પાવાગઢનો ડુંગર, પારનેરા
(129) બે અક્ષાંશવૃત્ત વચ્ચેનું અંતર આશરે કેટલા કિ.મી. નું હોય છે?
(A) 180 કિ.મી.
(B) 111 કિ.મી
(C) 4 કિ.મી.
(D) 11 કિ.મી.
જવાબ : (B) 111 કિ.મી
(130) ક્યા અખાતના ભાગને ‘નેશનલ મરીન પાર્ક‘ તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
(A) ખંભાતનો અખાત
(B) મન્નારનો અખાત
(C) બંગાળની ખાડી
(D) કચ્છનો અખાત
જવાબ : (D) કચ્છનો અખાત
3 Gujarat Ni Bhugol Mcq Gujarati (131 To 140)
(131) એક સમયે જયાં વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો તે કચ્છના બંદરનું નામ શું છે?
(A) કંડલા
(B) ગાંધીધામ
(C) જખૌ
(D) માંડવી
જવાબ : (D) માંડવી
(132) પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશવૃત્ત કહે છે?
(A) ઉત્તર-પૂર્વ
(B) ઉત્તર-દક્ષિણ
(C) પશ્ચિમ-પૂર્વ
(D) પૂર્વ-દક્ષિણ
જવાબ : (B) ઉત્તર-દક્ષિણ
(133) નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે?
(A) હિમાલય
(B) વિધ્યપર્વત
(C) સાતપુડા
(D) આમાંથી એકપણ નહિ
જવાબ : (C) સાતપુડા
(134) પૃથ્વીના ગોળા ઉપરની ઊભી રેખાઓને શું કહે છે?
(A) વિષુવવૃત્ત
(B) અક્ષાંશવૃત્ત
(C) રેખાંશવૃત્ત
(D) બધા સાચા
જવાબ : (C) રેખાંશવૃત્ત
(135) બનાસ, સાબરમતી અને મહી નદી ઉપર ક્રમશઃ કયા બંધ આવેલા છે?
(A) મુકતેશ્વર, નવાગામ, વણાકબોરી
(B) દાંતીવાડા, ધરોઈ, કડાણા
(C) નવાગામ, ધરોઈ, દેવ
(D) ઉકાઈ, મેશ્વો, કરજણ
જવાબ : (B) દાંતીવાડા, ધરોઈ, કડાણા
(136) ગુજરાતની પશ્ચિમમાં ક્યો મહાસાગર આવેલો છે?
(A) હિંદ મહાસાગર
(B) ખંભાતનો અખાત
(C) અરબસાગર
(D) ઍટલાન્ટિક મહાસાગર
જવાબ : (C) અરબસાગર
(137) ગુજરાતને અડીને કયા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે?
(A) દમણ, દીવ, લક્ષદ્વીપ
(B) દમણ, દીવ, દાદરાનગર હવેલી
(C) દાદરાનગર હવેલી, પુડુચેરી, લક્ષદ્વીપ
(D) આમાંથી એકપણ નહિ
જવાબ : (B) દમણ, દીવ, દાદરાનગર હવેલી
(138) કયા જિલ્લાઓમાંથી મુખ્યત્વે ચિરોડી (જિપ્સમ) મળી આવે છે?
(A) ખેડા, ભરૂચ
(B) સાબરકાંઠા, બનાસકાંઠા
(C) કચ્છ, જામનગર
(D) સુરત, ડાંગ
જવાબ : (C) કચ્છ, જામનગર
(139) નીચેનામાંથી કયું ગુજરાતનું તાપ વિદ્યુતમથક છે?
(A) ઉકાઈ
(B) કડાણા
(C) ધુવારણ
(D) કાકરાપાર
જવાબ : (C) ધુવારણ
(140) ગુજરાતનું ક્યું શહેર અકીકના વેપારનું મહત્ત્વનું કેન્દ્ર છે?
(A) અમદાવાદ
(B) સુરત
(C) ખંભાત
(D) જામનગર
જવાબ : (C) ખંભાત
3 Gujarat Ni Bhugol Mcq Gujarati (141 To 150)
(141) ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે?
(A) વિષુવવૃત્તીય
(B) ગરમ
(C) મોસમી
(D) ઠંડી
જવાબ : (C) મોસમી
(142) ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે?
(A) સાબરકાંઠા
(B) વડોદરા
(C) જામનગર
(D) મહેસાણા
જવાબ : (A) સાબરકાંઠા
(143) ભારતમાં ગુજરાત સૌથી વધારે શું પકવે છે?
(A) ડાંગર
(B) તમાકુ
(C) મીઠું
(D) ઘઉં
જવાબ : (C) મીઠું
(144) નીચેનામાંથી કયા પાકને સૌથી વધારે પાણીની જરૂર પડે છે?
(A) મકાઈ
(B) જુવાર
(C) ઘઉં
(D) જવ
જવાબ : (D) જવ
(145) ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે?
(A) નર્મદા
(B) પંચમહાલ
(C) દાહોદ
(D) છોટા ઉદેપુર
જવાબ : (B) પંચમહાલ
(146) ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?
(A) કડી
(B) ભાલ
(C) ચરોતર
(D) કાનમ
જવાબ : (D) કાનમ
(147) ગુજરાતમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે?
(A) સુરત
(B) વડોદરા
(C) અમદાવાદ
(D) ભૂજ
જવાબ : (A) સુરત
(148) કયા રોકડિયા પાકના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમસ્થાન ધરાવે છે?
(A) મગફળી
(B) ઘઉં
(C) તમાકુ
(D) કપાસ
જવાબ : (A) મગફળી
(149) સિરક્રીક ખાડી ગુજરાતના કયા જિલ્લા પાસે આવેલ છે?
(A) જામનગર
(B) કચ્છ
(C) ભરૂચ
(D) બનાસકાંઠા
જવાબ : (B) કચ્છ
(150) ગુજરાતમાં મોટો સોલાર પાર્ક અને વિન્ડફાર્મ અનુક્રમે કયા જિલ્લામાં આવેલ છે?
(A) કચ્છ, રાજકોટ
(B) પાટણ, દેવભૂમિ દ્વારકા
(C) પાટણ, કચ્છ
(D) કચ્છ, ભાવનગર
જવાબ : (B) પાટણ, દેવભૂમિ દ્વારકા
Also Read :
ગુજરાતી વ્યાકરણ MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |
ભારતનો ઈતિહાસ MCQ |