3 General Science MCQ Gujarati, સામાન્ય વિજ્ઞાન MCQ, સામાન્ય વિજ્ઞાન Gujarati PDF, સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો, સામાન્ય વિજ્ઞાન mcq pdf, વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે સામાન્ય વિજ્ઞાન MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | સામાન્ય વિજ્ઞાન |
ભાગ : | 3 |
MCQ : | 101 થી 150 |
3 General Science MCQ Gujarati (101 To 110)
(101) લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે?
(A) સ્ટેથોસ્કોપ
(B) સ્પીડોમીટર
(C) સ્ફિગ્મોમેનોમીટર
(D) સ્ફિરોમીટર
જવાબ : (C) સ્ફિગ્મોમેનોમીટર
(102) ક્યું જોડકું ખોટું છે?
(A) શુક્રપિંડ-ટેસ્ટોસ્ટેરોન
(B) સ્વાદુપિંડ-ઈન્સ્યુલીન
(C) પિચ્યુટરી-ઈસ્ટ્રોજન
(D) એડ્રીનલ-કાર્ટીસોલ
જવાબ : (C) પિચ્યુટરી-ઈસ્ટ્રોજન
(103) ક્યો પદાર્થ કાર્બનથી બનેલો નથી?
(A) હિરો
(B) કોલસો
(C) ચાંદી
(D) ગ્રેફાઈટ
જવાબ : (C) ચાંદી
(104) લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે.
(A) નાઈટ્રોજન ડાયોક્સાઈડ
(B) નાઈટ્રસ ઓક્સાઈડ
(C) નાઈટ્રસ ડાયોક્સાઈડ
(D) નાઈટ્રોજન ઓક્સાઈડ
જવાબ : (B) નાઈટ્રસ ઓક્સાઈડ
(105) ક્યા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે?
(A) હિપેટાઈટીસ
(B) ઈ કોલાઈ
(C) ટ્યુબરકલ બેસીલસ
(D) બેસીલસ એન્થ્રેસીસ
જવાબ : (A) હિપેટાઈટીસ
(106) નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે?
(A) લાલ, વાદળી, પીળો
(B) પીળો, લીલો, વાદળી
(C) લાલ, લીલો, ગુલાબી
(D) લાલ, લીલો, વાદળી
જવાબ : (D) લાલ, લીલો, વાદળી
(107) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા?
(A) યુરી ગાગરીન
(B) કલ્પના ચાવલા
(C) નીલ આર્મસ્ટ્રોંગ
(D) સુનિતા વિલિયમ્સ
જવાબ : (C) નીલ આર્મસ્ટ્રોંગ
(108) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે?
(A) મુખ
(B) ખોરાકની નળી
(C) જઠર
(D) નાનું આંતરડું
જવાબ : (A) મુખ
(109) ગ્રીન હાઉસ કોની સાથે સંબંધિત છે?
(A) ધાબા બાગકામ
(B) રસોડા બાગકામ
(C) વૈશ્વિક તાપમાન વધારો
(D) સુપોષકતાકરણ
જવાબ : (C) વૈશ્વિક તાપમાન વધારો
(110) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?
(A) ક્ષુપ
(B) નીદણ
(C) ધાસ
(D) વૃક્ષ
જવાબ : (B) નીદણ
3 General Science MCQ Gujarati (111 To 120)
(111) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે?
(A) શુક્ર
(B) પૃથ્વી
(C) મંગળ
(D) ગુરૂ
જવાબ : (A) શુક્ર
(112) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?
(A) ચાંદી
(B) તાંબુ
(C) સોનુ
(D) પારો
જવાબ : (D) પારો
(113) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે?
(A) CO₂
(B) SO₂
(C) H₂O
(D) O₂
જવાબ : (C) H₂O
(114) પેન્સિલમાં શું વપરાય છે?
(A) ગ્રેફાઈટ
(B) સિલીકોન
(C) ફોસ્ફરસ
(D) કોલસો
જવાબ : (A) ગ્રેફાઈટ
(115) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (Substance) ક્યો છે?
(A) સોનું
(B) લોખંડ
(C) હીરો
(D) પ્લેટિનમ
જવાબ : (C) હીરો
(116) ‘લાફીંગ ગેસ’(Laughing gas) એટલે ક્યો વાયું?
(A) કાર્બન મોનોક્સાઈડ
(B) સલ્ફર ડાયોક્સાઈડ
(C) હાઈડ્રોજન પેરોક્સાઈડ
(D) નાઈટ્રસ ઓક્સાઈડ
જવાબ : (D) નાઈટ્રસ ઓક્સાઈડ
(117) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે?
(A) રેડીયમ
(B) પારો
(C) જિંક
(D) યુરેનિયમ
જવાબ : (B) પારો
(118) ક્યા બ્લડગૃપવાળા વ્યક્તિને ‘સાર્વજનિક દાતા’ કહે છે?
(A) A
(B) B
(C) O
(D) AB
જવાબ : (C) O
(119) સ્વાઈન ફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે?
(A) B1N1
(B) C1D1
(C) T1N1
(D) H1N1
જવાબ : (D) H1N1
(120) ગોબર ગેસમાં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે?
(A) ઈથેન
(B) મિથેન
(C) પ્રોપેન
(D) બ્યુટેન
જવાબ : (B) મિથેન
3 General Science MCQ Gujarati (121 To 130)
(121) મધમાખીના વિષ(ઝેર)માં કયો પદાર્થ હોય છે?
(A) લાઈમ
(B) કેલ્શિયમ ફોસ્ફેટ
(C) મેલેટિન
(D) પેપ્સિન
જવાબ : (C) મેલેટિન
(122) નેનોકણનું કદ કેટલું હોય છે?
(A) 10 થી 100 nm
(B) 1 થી 100 nm
(C) 1 થી 1000 nm
(D) 1 થી 10 nm
જવાબ : (B) 1 થી 100 nm
(123) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે?
(A) સ્ટીલ
(B) સ્ટેઈનલેસ સ્ટીલ
(C) પિત્તળ(બ્રાસ)
(D) મેગ્નેલિયમ
જવાબ : (C) પિત્તળ(બ્રાસ)
(124) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે?
(A) TV અને વોશિંગમશીન
(B) યંત્ર-મશીનરીમાંથી
(C) ફ્રીઝ અને એરકંડીશનરમાંથી
(D) ઉપરનાં ત્રણેયમાંથી
જવાબ : (C) ફ્રીઝ અને એરકંડીશનરમાંથી
(125) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે?
(A) CO2 અને પાણી
(B) ક્લોરોફિલ
(C) સૂર્યપ્રકાશ
(D) ઉપરનાં ત્રણેય
જવાબ : (D) ઉપરનાં ત્રણેય
(126) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે?
(A) 110V, 60Hz
(B) 110, 50Hz
(C) 220V, 50Hz
(D) 220V, 60Hz
જવાબ : (C) 220V, 50Hz
(127) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી?
(A) હેન્રી કેવેન્ડીશ
(B) લેવૉઝિયર
(C) બોઈલ
(D) હેબર
જવાબ : (A) હેન્રી કેવેન્ડીશ
(128) શરીરનાં કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? (O2યુકત બને છે.)
(A) હ્રદય
(B) ફેફસાં
(C) કર્ણક
(D) ક્ષેપક
જવાબ : (B) ફેફસાં
(129) આઈન્સ્ટાઈનનું ઉર્જા દળ સૂત્ર જણાવો.
(A) E = mc2
(B) E = cm2
(C) E = mc
(D) E = cm
જવાબ : (A) E = mc2
(130) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર……………છે.
(A) પોલિથીન
(B) PVC
(C) ટેફલોન
(D) પૉલિબ્યુટાડાઈન
જવાબ : (C) ટેફલોન
3 General Science MCQ Gujarati (131 To 140)
(131) તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર : R =……………. C જ્યાં, R= રૂમર (Reaumur) C=સેલ્સિયસ (Celsius)
(A) 3/4
(B) 4/5
(C) 2/5
(D) 5/4
જવાબ : (B) 4/5
(132) સામાન્ય તાપમાને (30°Cથી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે?
(A) સોડિયમ
(B) ગેલિયમ
(C) ટિન
(D) યુરેનિયમ
જવાબ : (B) ગેલિયમ
(133) પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ……… છે.
(A) 4.5 m
(B) 1.5 m
(C) 3.5 m
(D) 6.5 m
જવાબ : (D) 6.5 m
(134) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે?
(A) મરીચિકા
(B) વક્રીભવન
(C) લૂમિંગ
(D) વિભાજન
જવાબ : (C) લૂમિંગ
(135) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80 % ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે?
(A) ક્લોરાઈડ આયન
(B) સલ્ફર આયન
(C) ક્લોરોફલોરો કાર્બન
(D) મેગ્નેશિયમ આયન
જવાબ : (C) ક્લોરોફલોરો કાર્બન
(136) રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે?
(A) એપિકલ્ચર
(B) હોર્ટિકલ્ચર
(C) સેરીકલ્ચર
(D) એગ્રીકલ્ચર
જવાબ : (C) સેરીકલ્ચર
(137) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(A) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. ‘‘આવર્તનિયમ’’ | (1) નિલ્સ બોહર |
(B) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકે બિરૂદ પામેલા | (2) ર્ડા.સી.વી. રામન |
(C) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર | (3) કાર્લ લિનિયસ |
(D) તત્વના પરમાણું કેન્દ્રની આસપાસ ઈલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર | (4) મેન્ડેલિફ |
(A) d-1, b-3, c-2, a-4
(B) b-2, a-1, d-3, c-4
(C) c-3, d-4, a-1, b-2
(D) a-2, b-3, d-1, c-4
જવાબ : (A) d-1, b-3, c-2, a-4
(138) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે?
(A) ન્યુક્લિયર સંલયન
(B) કોસ્મિક
(C) ન્યુક્લિયર વિખંડન
(D) સુપરનોવા
જવાબ : (A) ન્યુક્લિયર સંલયન
(139) ……………….ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.
(A) પ્રોફેસર તલસાણે
(B) પ્રોફેસર આયંગર
(C) પકૃતિવિદ્ લિનિયસ
(D) પ્રોફેસર થિઓ ફેસ્ટર
જવાબ : (B) પ્રોફેસર આયંગર
(140) નીચેના પૈકી ક્યો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે?
(A) કોલટાર
(B) ગેસોલીન
(C) આસ્ફાલ્ટ
(D) કોક
જવાબ : (C) આસ્ફાલ્ટ
3 General Science MCQ Gujarati (141 To 150)
(141) જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર ક્યું છે?
(A) CaSO4
(B) CaSO4.H2O
(C) CaSO4.7H2O
(D) CaSO4.2H2O
જવાબ : (D) CaSO4.2H2O
(142) કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે?
(A) 5%
(B) 7%
(C) 10%
(D) 12%
જવાબ : (A) 5%
(143) અવરોધનો એકમ શું છે?
(A) વોલ્ટ
(B) જૂલ
(C) કુલંબ
(D) ઓહમ
જવાબ : (D) ઓહમ
(144) ઓઝોન સ્તર ક્યા વિકિરણોનું શોષણ કરે છે?
(A) પારજાંબલી
(B) ઈન્ફ્રાસોનિક
(C) અલ્ટ્રાસોનિક
(D) પારરક્ત
જવાબ : (A) પારજાંબલી
(145) માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે?
(A) 22
(B) 23
(C) 46
(D) 50
જવાબ : (C) 46
(146) પ્રકાશનો હવામાં વેગ…………….માઈલ્સ/સેકન્ડ
(A) 3 લાખ
(B) 18600
(C) 186000
(D) 3 x 106
જવાબ : (C) 186000
(147) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન ક્યા સ્પેસ સેન્ટર પરથી કરે છે?
(A) થુંબા
(B) ઈસરો
(C) કેનેડી
(D) નાસા
જવાબ : (C) કેનેડી
(148) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે?
(A) ત્રિદલ વાલ્વ
(B) દ્વિદલ વાલ્વ
(C) અર્ધચંદ્રાકાર વાલ્વ
(D) ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને
જવાબ : (D) ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને
(149) નીચેમાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી?
(A) સોડિયમ
(B) પારો
(C) ગેલિયમ
(D) એક પણ નહીં
જવાબ : (A) સોડિયમ
(150) CRTનું પૂરું નામ શું છે?
(A) કેથોડ રેમ ટેસ્ટ
(B) કેથોડ રે ટ્યુબ
(C) કેથોડ રાઈટ ટ્યૂબ
(D) કમ્પ્યૂટર રિસ્ટાર્ટ ટેસ્ટિંગ
જવાબ : (B) કેથોડ રે ટ્યુબ
Also Read :
સામાન્ય વિજ્ઞાન MCQ |
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ભારતનો ઈતિહાસ MCQ |