3 Bharat Nu Bandharan MCQ Gujarati (ભારતનું બંધારણ MCQ)

3 Bharat Nu Bandharan MCQ Gujarati
3 Bharat Nu Bandharan MCQ Gujarati

3 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 3
MCQ :101 થી 150
3 Bharat Nu Bandharan MCQ Gujarati

3 Bharat Nu Bandharan MCQ Gujarati (101 To 110)

(101) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ….

(A) લોકસભાના અધ્યક્ષ બને છે.

(B) રાજ્યસભાના અધ્યક્ષ બને છે.

(C) બંન્નેના અધ્યક્ષ બને છે.

(D) ત્રણેયમાંથી એકપણ નહીં.

જવાબ : (B) રાજ્યસભાના અધ્યક્ષ બને છે.

(102) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?

(A) 1761

(B) 1687

(C) 1681

(D) 1725

જવાબ : (B) 1687

(103) ‘1955નો ધારો’ નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો?

(A) ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે

(B) લશ્કરના જવાનો માટે

(C) અસ્પૃશ્યતા(ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે

(D) લોકશાહીના રક્ષણ માટે

જવાબ : (C) અસ્પૃશ્યતા(ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે

Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 3

(104) બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે?

(A) બાળક

(B) વ્યકિત

(C) અઢાર વર્ષની નીચેની ઉંમર

(D) ત્રણેયમાંથી એકપણ નહી.

જવાબ : (C) અઢાર વર્ષની નીચેની ઉંમર

(105) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે?

(A) રાષ્ટ્રપતિ

(B) પ્રધાનમંત્રી

(C) નાણાંમંત્રી

(D) સંસદ

જવાબ : (A) રાષ્ટ્રપતિ

(106) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો?

(A) 1988

(B) 1993

(C) 1990

(D) 1989

જવાબ : (B) 1993

(107) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી?

(A) સંરક્ષણ બિલ

(B) નાણાંકીય બિલ

(C) કાયદાકીય બિલ

(D) ત્રણેયમાંથી એકપણ નહીં.

જવાબ : (D) ત્રણેયમાંથી એકપણ નહીં.

(108) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે?

(A) હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ

(B) રાજ્ય સરકાર

(C) સેશન્સ કોર્ટ

(D) જિલ્લા કલેક્ટર

જવાબ : (B) રાજ્ય સરકાર

(109) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે?

(A) રેલવે બજેટ

(B) સંરક્ષણ(ડિફેન્સ) બજેટ

(C) વિદેશ નીતિ

(D) નાણાંકીય બિલ

જવાબ : (D) નાણાંકીય બિલ

(110) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે?

(A) પ્રધાનમંત્રી

(B) એટર્ની જનરલ

(C) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

(D) વડી અદાલતના ન્યાયમૂર્તિ

જવાબ : (C) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

3 Bharat Nu Bandharan MCQ Gujarati (111 To 120)

(111) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે?

(A) મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949

(B) ગુજરાત મહાનગરપાલિકા ધારો -1963

(C) નગર આયોજન અને વિકાસ ધારો -1978

(D) ઉપરના ત્રણેય

જવાબ : (A) મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949

(112) સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે?

(A) સ્પીકર

(B) ચેરમેન

(C) સ્પીકર અને ચેરમેન બન્ને

(D) ત્રણેયમાંથી એકપણ નહીં.

જવાબ : (C) સ્પીકર અને ચેરમેન બન્ને

(113) સંસદના ઉપલા ગૃહને………….કહે છે.

(A) લોકસભા

(B) રાજ્યસભા

(C) વિધાનસભા

(D) ત્રણેયમાંથી એકપણ નહીં.

જવાબ : (B) રાજ્યસભા

(114) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત…………ને હોય છે.

(A) રાષ્ટ્રપતિ

(B) સુપ્રિમ કોર્ટના જજને

(C) પ્રધાનમંત્રી

(D) ત્રણેયને

જવાબ : (A) રાષ્ટ્રપતિ

(115) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે?

(A) મુખ્યમંત્રી

(B) રાજ્યપાલ

(C) વિધાનસભાના અધ્યક્ષ

(D) રાષ્ટ્રપતિ

જવાબ : (B) રાજ્યપાલ

3 Bharat Nu Bandharan MCQ Gujarati
3 Bharat Nu Bandharan MCQ Gujarati

(116) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી?

(A) અનુચ્છેદ 24 પ્રમાણે

(B) અનુચ્છેદ 21 પ્રમાણે

(C) અનુચ્છેદ 26 પ્રમાણે

(D) આવી કોઈ જોગવાઈ નથી

જવાબ : (A) અનુચ્છેદ 24 પ્રમાણે

(117) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું?

(A) ગ્રામસભા

(B) વોર્ડ સમિતિ

(C) સામાજિક ન્યાય સમિતિ

(D) ત્રણેય

જવાબ : (B) વોર્ડ સમિતિ

(118) ભારતના બંધારણમાં કયા હોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી?

(A) વિધાનસભાના અધ્યક્ષ

(B) રાજયપાલ

(C) મુખ્યમંત્રી

(D) નાયબ મુખ્યમંત્રી

જવાબ : (D) નાયબ મુખ્યમંત્રી

(119) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી?

(A) ટી.એન.સત્યપંથી

(B) આર.કે.સુબ્રમણ્યમ

(C) એન.ગોપાલાસ્વામી આયંગર

(D) એસ.ચેન્નારેડી

જવાબ : (C) એન.ગોપાલાસ્વામી આયંગર

(120) ‘કાયદાની નજરમાં સૌ સરખાએવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવેલું છે?

(A) અનુચ્છેદ – 12

(B) અનુચ્છેદ – 14

(C) અનુચ્છેદ – 16

(D) અનુચ્છેદ – 18

જવાબ : (B) અનુચ્છેદ – 14

3 Bharat Nu Bandharan MCQ Gujarati (121 To 130)

(121) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે?

(A) ઉંમર

(B) ધર્મ

(C) શિક્ષણ

(D) હોદ્દો

જવાબ : (A) ઉંમર

(122) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે?

(A) કઠોપનિષદ

(B) મૂંડકોપનિષદ

(C) ઋગ્વેદ

(D) સામવેદ

જવાબ : (B) મૂંડકોપનિષદ

(123) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

(A) હરિલાલ કણિયા

(B) પી. એન. પટેલ

(C) ચીમનાલાલ વાણિયા

(D) એન. એસ. ઠક્કર

જવાબ : (A) હરિલાલ કણિયા

(124) રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે?

(A) રાષ્ટ્રપતિ

(B) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)

(C) રાજ્યના મુખ્યમંત્રી

(D) મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)

જવાબ : (B) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)

(125) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે?

(A) અનુચ્છેદ – 309

(B) અનુચ્છેદ – 311

(C) અનુચ્છેદ – 312

(D) અનુચ્છેદ – 310

જવાબ : (B) અનુચ્છેદ – 311

3 Bharat Nu Bandharan MCQ Gujarati
3 Bharat Nu Bandharan MCQ Gujarati

(126) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી?

(A) રાજ્યપાલ તેઓને નીમે છે.

(B) રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.

(C) રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે.

(D) ગૃહમાં તેઓ મત આપી શકે છે.

જવાબ : (D) ગૃહમાં તેઓ મત આપી શકે છે.

(127) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ’ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા?

(A) લોકમાન્ય તિલક

(B) મહાદેવ ગોવિંદ રાનડે

(C) મહાત્મા ગાંધી

(D) ગોપાલકૃષ્ણ ગોખલે

જવાબ : (C) મહાત્મા ગાંધી

(128) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?

(A) 27 વર્ષ

(B) 35 વર્ષ

(C) 40 વર્ષ

(D) 50 વર્ષ

જવાબ : (B) 35 વર્ષ

(129) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી?

(A) બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર

(B) બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ

(C) બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો

(D) બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

જવાબ : (C) બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો

(130) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો?

(A) લક્ષ્મીમલ સિંઘવી

(B) મહાત્મા ગાંધી

(C) બાબાસાહેબ આંબેડકર

(D) જયપ્રકાશ નારાયણ

જવાબ : (A) લક્ષ્મીમલ સિંઘવી

3 Bharat Nu Bandharan MCQ Gujarati (131 To 140)

(131) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે?

(A) કલમ – 320

(B) કલમ – 322

(C) કલમ – 324

(D) કલમ – 326

જવાબ : (C) કલમ – 324

(132) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ……… હતા.

(A) કનૈયાલાલ મુનશી

(B) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

(C) સરોજીની નાયડુ

(D) સી. રાજગોપાલાચારી

જવાબ : (B) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

(133) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે?

(A) એટર્ની જનરલ

(B) સોલિસિટર જનરલ

(C) સ્પીકર

(D) સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ

જવાબ : (D) સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ

(134) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે?

(A) નવ અઠવાડિયામાં

(B) ત્રણ અઠવાડિયામાં

(C) બે અઠવાડિયામાં

(D) છ અઠવાડિયામાં

જવાબ : (D) છ અઠવાડિયામાં

(135) ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા ક્યા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

(A) 51 – ક

(B) 42

(C) 44

(D) 25

જવાબ : (A) 51 – ક

(136) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓને કોણ નીમે છે?

(A) રાજ્યપાલ

(B) મુખ્યપ્રધાન

(C) વડાપ્રધાન

(D) રાષ્ટ્રપતિ

જવાબ : (D) રાષ્ટ્રપતિ

(137) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે?

(A) 20

(B) 21

(C) 25

(D) 23

જવાબ : (C) 25

(138) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે?

(A) રાષ્ટ્રપતિ

(B) વડાપ્રધાન

(C) નાણાંપ્રધાન

(D) કેન્દ્રીય નાણાં પંચ

જવાબ : (A) રાષ્ટ્રપતિ

(139) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી?

(A) રાષ્ટ્રીય પક્ષી – મોર

(B) રાષ્ટ્રીય પ્રાણી – સિંહ

(C) રાષ્ટ્રીય ફૂલ – કમળ

(D) રાષ્ટ્રીય ફળ – કેરી

જવાબ : (B) રાષ્ટ્રીય પ્રાણી – સિંહ

(140) ભારતની બંધારણ સભા દ્વારા તા. …….. ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

(A) 26 જાન્યુઆરી, 1949

(B) 15 ઓગસ્ટ, 1949

(C) 26 નવેમ્બર, 1949

(D) 26 જાન્યુઆરી, 1950

જવાબ : (C) 26 નવેમ્બર, 1949

3 Bharat Nu Bandharan MCQ Gujarati (141 To 150)

(141) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં જણાવાયું છે?

(A) અનુચ્છેદ – 45

(B) અનુચ્છેદ – 44

(C) અનુચ્છેદ – 16

(D) અનુચ્છેદ – 14

જવાબ : (B) અનુચ્છેદ – 44

(142) બંધારણ અનુસાર, જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘનો………..

(A) એક વિભક્ત ભાગ છે.

(B) એક અતૂટ ભાગ છે.

(C) એક શ્રેષ્ઠ ભાગ છે.

(D) એક સંદિગ્ધ ભાગ છે.

જવાબ : (B) એક અતૂટ ભાગ છે.

(143) નીચેના પૈકી ક્યા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે?

(A) બ્રિટન (યુ.કે.)

(B) યુ.એસ.એ.

(C) રશિયા

(D) ભારત

જવાબ : (D) ભારત

(144) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે?

(A) નાણાં ખાતું

(B) નાણાં પંચ

(C) નાણાં પ્રધાન

(D) અંદાજપત્ર શાખા

જવાબ : (C) નાણાં પ્રધાન

(145) ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે?

(A) કેન્દ્ર / સંઘ યાદી

(B) રાજય યાદી

(C) સહવર્તી / સમવર્તી યાદી

(D) નાગરિકતા યાદી

જવાબ : (A) કેન્દ્ર / સંઘ યાદી

(146) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે ક્યું વિધાન સાચું નથી?

(A) સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.

(B) મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે.

(C) આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.

(D) આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.

જવાબ : (D) આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.

(147) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે?

(A) અનુસૂચિ – 2

(B) અનુસૂચિ – 1

(C) અનુસૂચિ – 3

(D) અનુસૂચિ – 5

જવાબ : (B) અનુસૂચિ – 1

(148) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું?

(A) સ્પીકર

(B) રાજયસભાના સભ્ય

(C) ઉદ્યોગ મંત્રીશ્રી

(D) સંસદીય સચિવ

જવાબ : (A) સ્પીકર

(149) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ…..

(A) દીવાની અધિકાર છે.

(B) મૂળભૂત ફરજ છે.

(C) રાજકીય અધિકાર છે.

(D) મૂળભૂત અધિકાર છે.

જવાબ : (C) રાજકીય અધિકાર છે.

(150) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઇ બાબત સુસંગત છે?

(A) સંસદ સર્વોચ્ચ છે.

(B) ન્યાયપાલિકા સર્વોચ્ચ છે.

(C) સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે.

(D) કારોબારી સર્વોચ્ચ છે.

જવાબ : (C) સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે.

Also Read :

ભારતનું બંધારણ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
3 Bharat Nu Bandharan MCQ Gujarati
error: Content is protected !!
Scroll to Top