2 Gujarati Vyakaran Mcq (ગુજરાતી વ્યાકરણ MCQ)

2 Gujarati Vyakaran Mcq
2 Gujarati Vyakaran Mcq

2 Gujarati Vyakaran Mcq, ગુજરાતી વ્યાકરણ MCQ, Gujarati Vyakaran pdf, ગુજરાતી વ્યાકરણ પ્રશ્નો, Gujarati Vyakaran Test, Gujarati Vyakaran, Gujarati Grammar mcq, Gujarati Grammar Test, Gujarati Grammar pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતી વ્યાકરણ
ભાગ :2 (દ્વિતીય)
MCQ :51 થી 100
2 Gujarati Vyakaran Mcq

2 Gujarati Vyakaran Mcq (51 To 60)

(51) “બારણે હાથી ઝૂલવા’ રૂઢિપ્રયોગનો અર્થ આપો?

(A) ખૂબ શ્રીમંત હોવુ

(B) ગજા ઉપરાંતનો ખર્ચ કરવો

(C) ખૂબ ગરીબ હોવુ

(D) હાથી પાળવો

જવાબ : (A) ખૂબ શ્રીમંત હોવુ

(52) ભાગતા ભૂતની ચોટલી પણ સારી – કહેવતનો અર્થ.

(A) ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ

(B) ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે

(C) ભૂતની ચોટલી નસીબદારને મળે

(D) માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે.

જવાબ : (A) ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ

(53) દીવો લઈને કૂવામાં પડવું’- કહેવતનો અર્થ.

(A) મફતની વસ્તુના દોષ ન જોવા

(B) જાણી જોઈએ આફતમાં મૂકાવું

(C) ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી

(D) કામ કરવું ને શરમ રાખવી

જવાબ : (B) જાણી જોઈએ આફતમાં મૂકાવું

(54) નીચે આપેલ શબ્દનો વિરોધી શબ્દ લખો.

(1) મ્લાન
2 Gujarati Vyakaran Mcq

(A) ભયભીત

(B) નિરર્થક

(C) પ્રફુલ્લ

(D) નિરપેક્ષ

જવાબ : (C) પ્રફુલ્લ

(55) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

(1) ઈન્દ્ર
2 Gujarati Vyakaran Mcq

(A) માહીર

(B) મયંક

(C) સુવાસવ

(D) વાસવ

જવાબ : (D) વાસવ

(56) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

(1) કિંશુક
2 Gujarati Vyakaran Mcq

(A) વડ

(B) ગુલમહોર

(C) કમળ

(D) કેસુડો

જવાબ : (D) કેસુડો

(57) સાચી જોડણી શોધો.

(A) સચ્ચિદાનંદ

(B) સચ્ચીદાનંદ

(C) બંને સાચી

(D) બંને ખોટી

જવાબ : (A) સચ્ચિદાનંદ

(58) સાચી જોડણી શોધો.

(A) મુલ્યપત્રીકા

(B) મૂલ્યપત્રિકા

(C) મુલ્યપત્રિકા

(D) મૂલ્યપત્રીકા

જવાબ : (B) મૂલ્યપત્રિકા

(59) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

(1) ઈચ્છા કરવા યોગ્ય
2 Gujarati Vyakaran Mcq

(A) ઈચ્છિત

(B) સ્પૃહણીય

(C) ઈચ્છાયોગ્ય

(D) ઐચ્છુક

જવાબ : (B) સ્પૃહણીય

(60) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

(1) અંગુઠા પાસેની આંગળી
2 Gujarati Vyakaran Mcq

(A) દ્વિતીયા

(B) અનામીકા

(C) તર્જની

(D) પ્રથમી

જવાબ : (C) તર્જની

2 Gujarati Vyakaran Mcq (61 To 70)

(61) ‘વેચેલો માલ પાછો લેવામાં આવશે નહી’- કૃદંત ઓળખાવો.

(A) વર્તમાનકૃદંત

(B) ભૂતકૃદંત

(C) ભવિષ્ય કૃદંત

(D) હેત્વર્થ કૃદંત

જવાબ : (B) ભૂતકૃદંત

(62) મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે?

(A) 16, 15

(B) 15, 16

(C) 16, 17

(D) 17, 16

જવાબ : (A) 16, 15

(63) અલંકાર ઓળખાવો.

(1) ‘ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ
વિદ્યા ભણીયો જેહ, તેહ ધૈરવૈભવ રૂડો.’
2 Gujarati Vyakaran Mcq

(A) અંત્યાનુપ્રાસ

(B) શબ્દાનુપ્રાસ

(C) આંતરપ્રાસ

(D) ઉપમા

જવાબ : (C) આંતરપ્રાસ

(64) સાચી જોડણી જણાવો.

(A) ગુજરાત વિદ્યાપિઠ

(B) ગુજરાત વિદ્યાપીઠ

(C) ગૂજરાત વિદ્યાપીઠ

(D) ઉક્ત પૈકી એકપણ નહીં

જવાબ : (C) ગૂજરાત વિદ્યાપીઠ

(65) નીચેનામાંથી નિપાત ઓળખો.

(1) દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા.
2 Gujarati Vyakaran Mcq

(A) માં

(B) આ

(C) ની

(D) સુદ્ધાં

જવાબ : (D) સુદ્ધાં

(66) નીચેના વાક્યમાં ક્રિયાપદ ક્યા પ્રયોગમાં છે.

‘ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં.’
2 Gujarati Vyakaran Mcq

(A) કર્તરી

(B) ભાવે

(C) કર્મણી

(D) પ્રેરક

જવાબ : (B) ભાવે

(67) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

(1) ‘સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.’
2 Gujarati Vyakaran Mcq

(A) અનુસ્વર

(B) અનુસ્વાર

(C) સ્વરાનુનાસીક

(D) સ્વરાનુનાસિક

જવાબ : (B) અનુસ્વાર

(68) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે?

(A) પરીચીત

(B) પરીચિત

(C) પરિચીત

(D) પરિચિત

જવાબ : (D) પરિચિત

(69) સંયોજકનો પ્રકાર લખો :

‘એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે’
2 Gujarati Vyakaran Mcq

(A) શરતવાચક

(B) પરિણામવાચક

(C) સમુચ્ચયવાચક

(D) અવતરણવાચક

જવાબ : (D) અવતરણવાચક

(70) કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યુમાનો પ્રભાવ દેખાય છે?

(A) દિનકશ જોષી

(B) કનૈયાલાલ મુનશી

(C) ધૂમકેતુ

(D) પન્નાલાલ પટેલ

જવાબ : (B) કનૈયાલાલ મુનશી

2 Gujarati Vyakaran Mcq (71 To 80)

(71) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) સર્વજ્ઞ
2 Gujarati Vyakaran Mcq

(A) દ્વિગુ

(B) તત્પુરુષ

(C) ઉપપદ

(D) દ્વન્દ્વ

જવાબ : (C) ઉપપદ

(72) રૂઢિ પ્રયોગનો અર્થ લખો.

(1) કાંકરો નાખવો

(A) અડચણ ઊભી કરવી

(B) ઝીણા પથ્થર નાંખવા

(C) નડતર દૂર કરવું

(D) કાંકરા ફેંકવા

જવાબ : (A) અડચણ ઊભી કરવી

(73) વિરોધી અર્થવાળો શબ્દ લખો.

(1) કૃતજ્ઞ
2 Gujarati Vyakaran Mcq

(A) સર્વજ્ઞ

(B) શત્રુઘ્ન

(C) કૃતઘ્ન

(D) વિઘ્ન

જવાબ : (C) કૃતઘ્ન

(74) વિશેષણ શોધીને લખો.

‘તેણે વાદળી ચડ્ડી પહેરી હતી’
2 Gujarati Vyakaran Mcq

(A) હતી

(B) વાદળી

(C) તેણે

(D) ચડ્ડી

જવાબ : (B) વાદળી

(75) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે?

(A) વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ

(B) વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ

(C) વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ

(D) વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ

જવાબ : (C) વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ

(76) નીચેના પૈકી ક્યું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી?

(A) દર્પ-ઘાસ

(B) ગિરા-વાણી

(C) કચૂડો-હીંચકો

(D) કૃપણ-કંજુસ

જવાબ : (A) દર્પ-ઘાસ

(77) રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો.

(1) ‘તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.’
2 Gujarati Vyakaran Mcq

(A) સમૂહવાચક

(B) જાતિવાચક

(C) ભાવવાચક

(D) વ્યક્તિ વાચક

જવાબ : (C) ભાવવાચક

(78) સમાસ ઓળખાવો :

હાથચાલાકી
2 Gujarati Vyakaran Mcq

(A) દ્વિગુ

(B) કર્મધારય

(C) તત્પુરુષ

(D) બહુવ્રીહિ

જવાબ : (C) તત્પુરુષ

(79) નિપાત લખો :

બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.
2 Gujarati Vyakaran Mcq

(A) જ

(B) રહી

(C) બસ

(D) ગામ

જવાબ : (A) જ

(80) અલંકાર ઓળખાવો :

આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.
2 Gujarati Vyakaran Mcq

(A) અનન્વય

(B) ઉત્પ્રેક્ષા

(C) શ્લેષ

(D) રૂપક

જવાબ : (D) રૂપક

2 Gujarati Vyakaran Mcq (81 To 90)

(81) નીચેના પૈકી ક્યું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી?

A આસ્તિક-નાસ્તિક

(B) અદ્વૈત-દ્વૈત

(C) અથ-ઈતિ

(D) જ્યેષ્ઠ-ભાદ્રપાદ

જવાબ : (D) જ્યેષ્ઠ-ભાદ્રપાદ

(82) છંદ ઓળખાવો :

સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.
2 Gujarati Vyakaran Mcq

(A) વસંતતિલકા

(B) મનહર

(C) મંદાક્રાંતા

(D) હરિગીત

જવાબ : (A) વસંતતિલકા

(83) રૂઢિપ્રયોગનો અર્થ લખો :

કાળ ચડવો

(A) આનંદ થવો

(B) ગુસ્સો આવવો

(C) કાળા થવું

(D) ભૂખ લાગવી

જવાબ : (B) ગુસ્સો આવવો

(84) વિશેષણ શોધીને લખો :

દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.

(A) શ્રદ્ધા

(B) અટલ

(C) દરેક

(D) ઉપર

જવાબ : (B) અટલ

(85) સંધિ લખો.

(1) વાક્ + ઈશ

(A) વાગીશ

(B) વાકેશ

(C) વાકીશ

(D) વાગેશ

જવાબ : (A) વાગીશ

(86) નિપાત લખો :

‘દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.’

(A) રંગ

(B) પણ

(C) દીવાલ

(D) બારી

જવાબ : (B) પણ

(87) અલંકાર ઓળખાવો :

‘લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે’

(A) વ્યાજસ્તુતિ

(B) ઉપમા

(C) અનન્વય

(D) યમક

જવાબ : (B) ઉપમા

(88) કહેવતનો અર્થ લખો :

તેલ જોવી તેલની ધાર જોવી.

(A) તેલ જોયા પછી તેલની ધાર જોવી

(B) કાર્ય સમજી વિચારીને કરવુ

(C) તેલની ધાર પ્રમાણે કામ કરવું

(D) કાર્ય ઝડપતી પૂરું કરવું

જવાબ : (B) કાર્ય સમજી વિચારીને કરવુ

(89) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :

‘રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો’

(A) પ્રાયમસ

(B) ચૂલ

(C) સગડી

(D) સગડો

જવાબ : (B) ચૂલ

(90) સામાનાર્થી શબ્દ લખો : ‘ઓશ’

(A) મૃગજળ

(B) છાતી

(C) ઝાકળ

(D) કઠોળ

જવાબ : (B) છાતી

2-gujarati-vyakaran-mcq
2-gujarati-vyakaran-mcq

2 Gujarati Vyakaran Mcq (91 To 100)

(91) સંધિ લખો : રઘુ + ઉત્તમ

(A) રઘૂત્તમ

(B) રઘૂતમ

(C) રઘુત્તમ

(D) રઘોત્તમ

જવાબ : (A) રઘૂત્તમ

(92) છંદ ઓળખાવો.

(1) ‘ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,
લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.’

(A) દોહરો

(B) શિખરિણી

(C) અનુષ્ટુપ

(D) ચોપાઈ

જવાબ : (D) ચોપાઈ

(93) શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે?

(A) માર્ચ, મંન્વતંર, મંતવ્ય, મસ્તક

(B) મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય

(C) મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ

(D) મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ

જવાબ : (D) મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ

(94) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.

(1) તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ

(A) ગળથૂથી

(B) ચ્યવનપ્રાશ

(C) શરબત

(D) પંચામૃત

જવાબ : (A) ગળથૂથી

(95) નીચે પૈકી સાચી જોડણી કઈ છે?

(A) તિલાંજલી

(B) તીલાંજલી

(C) તિલાંજલિ

(D) તીલાંજલિ

જવાબ : (C) તિલાંજલિ

(96) કહેવતનો અર્થ લખો : ‘ગરજ સરી એટલે વૈધ વેરી’

(A) સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે.

(B) સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.

(C) સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે.

(D) ગરજ હોય તો પણ વૈદ્ય વેરી બને છે.

જવાબ : (A) સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે.

(97) નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે?

(A) મુજથી ખડખડાટ હસી પડાયું.

(B) બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા.

(C) સરકારે રાહતકેન્દ્રો ખોલ્યા છે.

(D) દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે?

જવાબ : (A) મુજથી ખડખડાટ હસી પડાયું.

(98) ‘સૂપતી’ નો અર્થ છે………………….

(A) રાજા

(B) સલાટની હથોડી

(C) સારો પતિ

(D) સૂપ બનાવનાર

જવાબ : (B) સલાટની હથોડી

(99) ‘તલવારથી તેજ તારી આંખડીની ધાર છે’- ક્યો અલંકાર છે?

(A) ઉત્પ્રેક્ષા

(B) વ્યાજસ્તુતિ

(C) વ્યતિરેક

(D) ઉપમા

જવાબ : (C) વ્યતિરેક

(100) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ ક્યો આવે?

(A) ખ્વાબ

(B) વીરતા

(C) ક્ષમા

(D) સ્નેહ

જવાબ : (C) ક્ષમા

Also Read :

ગુજરાતી વ્યાકરણ MCQ ભાગ 1