2 Gujarat No Itihas Mcq Gujarati (ગુજરાતનો ઈતિહાસ MCQ)

2 Gujarat No Itihas Mcq Gujarati
2 Gujarat No Itihas Mcq Gujarati

2 Gujarat No Itihas Mcq Gujarati, ગુજરાતનો ઈતિહાસ MCQ, Gujarat no Itihas Gujarati ma pdf, Gujarat no Itihas pdf free download, Gujarat no Itihas Question Answer PDF, Gujarat no Itihas MCQ, Gujarat History mcq pdf in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતનો ઈતિહાસ
ભાગ : 2 (દ્વિતીય)
MCQ :51 થી 100
2 Gujarat No Itihas Mcq Gujarati

2 Gujarat No Itihas Mcq Gujarati (51 To 60)

(51) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી ક્યો પ્રાન્ત (પ્રદેશ) ભાગ (સીમાં) હતો?

(A) આસામ

(B) હૈદરાબાદ

(C) સૌરાષ્ટ્ર

(D) કચ્છ

જવાબ : (D) કચ્છ

(52) ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી?

(A) શ્રી નારાયણ મલ્હાર જોશી

(B) શ્રી જગતરામ દવે

(C) શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર

(D) શ્રી ઘેલુભાઈ નાયક

જવાબ : (C) શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર

(53) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે?

(A) ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ

(B) આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય

(C) સ્વાતંત્ર્યની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ

(D) ઉપરના પૈકી કોઈ નહીં

જવાબ : (B) આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય

Play Quiz :

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 2

(54) અલ્લાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે?

(A) સુરત સંગ્રામ

(B) રણમલચરિત

(C) કાન્હદડે પ્રબંધ

(D) રેવંતગિરિ રાસુ

જવાબ : (C) કાન્હદડે પ્રબંધ

(55) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો ક્યો હતો?

(A) ઈ.સ.1860-1863

(B) ઈ.સ.1960-1961

(C) ઈ.સ.1861-1862

(D) ઈ.સ.1961-1963

જવાબ : (C) ઈ.સ.1861-1862

(56) સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી?

(A) ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા

(B) નીઝામુદ્દીન અહમદ

(C) મુનીમખાન

(D) અસફખાન

જવાબ : (A) ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા

(57) ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી?

(A) ભાવસિંહજી

(B) તખતસિંહજી

(C) વખતસિંહજી               

 (D) જસવંતસિંહજી

જવાબ : (B) તખતસિંહજી

(58) નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(1) ખંડેરાવ ગાયકવાડ
(2) ગોવિંદરાવ ગાયકવાડ
(3) ગણપતરાવ ગાયકવાડ
(4) આનંદરાવ ગાયકવાડ
2 Gujarat No Itihas Mcq Gujarati

(A) 2, 4, 3, 1

(B) 3, 1, 4, 2

(C) 4, 2, 3, 1

(D) 1, 3, 2, 4

જવાબ : (A) 2, 4, 3, 1

(59) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું?

(A) ઈ.સ.1947

(B) ઈ.સ.1948

(C) ઈ.સ.1949 

(D) ઈ.સ.1950

જવાબ : (C) ઈ.સ.1949 

(60) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા?

(A) ઈ.સ.1915

(B) ઈ.સ.1919

(C) ઈ.સ.1922

(D) ઈ.સ.1925

જવાબ : (A) ઈ.સ.1915

2 Gujarat No Itihas Mcq Gujarati (61 To 70)

(61) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા?

(A) જીવરાજ મહેતા

(B) હિતેન્દ્ર દેસાઈ

(C) બળવંતરાય મહેતા

(D) ઘનશ્યામ ઓઝા

જવાબ : (C) બળવંતરાય મહેતા

(62) 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વિલિન થઈ હતી?

(A) સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર

(B) સ્ટેટ બેંક ઓફ બિકાનેર

(C) સ્ટેટ બેંક ઓફ ઈન્દોર

(D) કેનેરા બેંક

જવાબ : (A) સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર

(63) હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર ક્યું હતું?

(A) કાલીબંગન

(B) મોહે-જો-દડો

(C) હરપ્પા

(D) લોથલ

જવાબ : (D) લોથલ

(64) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરાક્યા જિલ્લામાં આવેલ છે?

(A) સુરેન્દ્રનગર

(B) કચ્છ

(C) જૂનાગઢ

(D) અમદાવાદ

જવાબ : (B) કચ્છ

(65) મોઢેરાનું સૂર્યમંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું?

(A) સિદ્ધરાજ જયસિંહ

(B) ભીમદેવ-1

(C) કુમારપાળ

(D) કર્ણદેવ

જવાબ : (B) ભીમદેવ-1

(66) પાટણની પ્રસિદ્ધ ‘રાણકી વાવ’ કોણે બંધાવી હતી?

(A) રાણી ઉદયમતી

(B) નાઈકા દેવી

(C) મીનળ દેવી

(D) રાણી રૂડાબાઈ

જવાબ : (A) રાણી ઉદયમતી

(67) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું?

(A) મેહમૂદ બેગડા

(B) અહમદ શાહ-1

(C) દાઉદ ખાન

(D) કુત્બુદ્દીન અહમદશાહ

જવાબ : (D) કુત્બુદ્દીન અહમદશાહ

(68) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા?

(A) પ્રતાપસિંહ

(B) જામરણજિતસિંહજી

(C) સાયજીરાવ ગાયકવાડ

(D) દિગ્વિજય સિંહજી

જવાબ : (C) સાયજીરાવ ગાયકવાડ

(69) દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી?

(A) 12 માર્ચ, 1930

(B) 6 એપ્રિલ, 1932

(C) 12 માર્ચ, 1931

(D) 6 એપ્રિલ, 1930

જવાબ : (A) 12 માર્ચ, 1930

(70) ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે?

(A) બારડોલી સત્યાગ્રહ

(B) ધરાસણા સત્યાગ્રહ

(C) ખેડા સત્યાગ્રહ

(D) સાબરમતી સત્યાગ્રહ

જવાબ : (C) ખેડા સત્યાગ્રહ

2 Gujarat No Itihas Mcq Gujarati (71 To 80)

(71)આર્ય સમાજ’ ની શરૂઆત ક્યા થઈ?

(A) ગુજરાત

(B) પંજાબ

(C) બંગાળ

(D) મહારાષ્ટ્ર

જવાબ : (D) મહારાષ્ટ્ર

(72) મધ્યકાલીન ભારતમાં ‘‘મુહમ્મદાબાદ” તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું.

(A) અમદાબાદ

(B) કચ્છ

(C) પાટણ

(D) ચાંપાનેર

જવાબ : (D) ચાંપાનેર

(73) પાટણાનાં પટોળાંની કલા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી હતી?

(A) સિદ્ધરાજ જયસિંહના

(B) મૂળરાજ સોલંકીના

(C) વનરાજ ચાવડાના

(D) ભીમદેવના

જવાબ : (A) સિદ્ધરાજ જયસિંહના

(74) દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે?

(A) મહારાષ્ટ્ર

(B) ગુજરાત

(C) રાજસ્થાન

(D) મધ્યપ્રદેશ

જવાબ : (C) રાજસ્થાન

(75)હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી’ આવું કોણે કહ્યું?

(A) ગાંધીજી

(B) સરદાર વલ્લભભાઈ પટેલ

(C) સરોજિની નાયડુ

(D) મહાદેવભાઈ દેસાઈ

જવાબ : (A) ગાંધીજી

(76) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ‘ધોળાવીરા’ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?

(A) નર્મદા

(B) અમદાવાદ

(C) જામનગર              

(D) કચ્છ

જવાબ : (D) કચ્છ

(77) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં ક્યાં કુંડની નજીક આવેલો છે?

(A) આત્મ કુંડ

(B) ધીરજ કુંડ

(C) દામોદાર કુંડ

(D) સૂરત કુંડ

જવાબ : (C) દામોદાર કુંડ

(78) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા?

(A) પોરબંદર

(B) મથુરા

(C) ભાવનગર

(D) રાજકોટ

જવાબ : (A) પોરબંદર

(79) સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું?

(A) કુમારપાળ

(B) કર્ણદેવ

(C) દુર્લભરાજ

(D) ચામુડરાજ

જવાબ : (B) કર્ણદેવ

(80) મેહમૂદ ‘બેગડો’ કેમ કહેવાય છે?

(A) તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જાડો હતો તેથી

(B) તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી

(C) તે બે ગણુ જમતો હતો તેથી

(D) તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી

જવાબ : (D) તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી

2 Gujarat No Itihas Mcq Gujarati (81 To 90)

(81)  ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા?

(A) નરેન્દ્ર મોદી

(B) મોરારજી દેસાઈ

(C) સરદાર પટેલ

(D) જવાહરલાલ નેહરુ

જવાબ : (B) મોરારજી દેસાઈ

(82) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે?

(A) વલભી

(B) ધોળાવીરા

(C) હડપ્પા

(D) લોથલ

જવાબ : (D) લોથલ

(83) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ ક્યા બંદર પર આવ્યા?

(A) સુરત

(B) ભરૂચ

(C) ખંભાત

(D) સંજાણ

જવાબ : (D) સંજાણ

(84) ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી?

(A) ઈ.સ.1928

(B) ઈ.સ.1930

(C) ઈ.સ.1932

(D) ઈ.સ.1935

જવાબ : (B) ઈ.સ.1930

(85) ગુજરાતનો સ્થાપના દિન ક્યો છે?

(A) 1 મે, 1960

(B) 1 જૂન, 1960

(C) 1 જુલાઈ, 1960

(D) 1 ઓગસ્ટ, 1960

જવાબ : (A) 1 મે, 1960

(86) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો?

(A) ઔરંગઝેબ

(B) મુઝફ્ફર શાહ

(C) અકબર

(D) અલાઉદ્દીન ખીલજી

જવાબ : (A) ઔરંગઝેબ

(87) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃતિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.

(A) સ્વતંત્રતા અખબાર(1) ઈમામ સાહેબ
(B) ડુંગળી ચોર(2) ઈચ્છારામ દેસાઈ
(C) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ (3) શ્યામજીકૃષ્ણ વર્મા
(D) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(4) મોહનલાલ પંડ્યા
2 Gujarat No Itihas Mcq Gujarati

(A) a-4, d-3, c-2, b-1

(B) c-1, a-2, d-3, b-4

(C) b-4, c-1, a-3, d-2

(D) a-3, b-1, d-2, c-4

જવાબ : (B) c-1, a-2, d-3, b-4

(88) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું?

(A) કીર્તિ મંદિર

(B) કોચરબ આશ્રમ

(C) વેડછી આશ્રમ

(D) ગાંધી આશ્રમ

જવાબ : (B) કોચરબ આશ્રમ

(89) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા?

(A) મણિનગર

(B) વડોદરા

(C) રાજકોટ

(D) એકપણ નહીં

જવાબ : (D) એકપણ નહીં

(90) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરહસ્તે કરવામાં આવ્યું હતું?

(A) વલ્લભભાઈ પટેલ

(B) મોહનદાસ ગાંધી

(C) ઈન્દુલાલ યાજ્ઞિક

(D) જયપ્રકાશ નારાયણ

જવાબ : (D) જયપ્રકાશ નારાયણ

2 Gujarat No Itihas Mcq Gujarati (91 To 100)

(91) ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી?

(A) લાલપુર

(B) ખંભાળિયા

(C) પડધરી

(D) ધ્રોલ

જવાબ : (D) ધ્રોલ

(92) ક્રાન્તિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો.

(A) લીમડી

(B) ઉના

(C) ખંભાત

(D) દીવ

જવાબ : (A) લીમડી

(93) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

(A) અમૂલચંદ બારીયા

(B) ઈશ્વરભાઈ પટેલ

(C) ડૉ. કુરિયન

(D) ત્રિભુવનદાસ પટેલ

જવાબ : (D) ત્રિભુવનદાસ પટેલ

(94) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે?

2 Gujarat No Itihas Mcq Gujarati
2 Gujarat No Itihas Mcq Gujarati

(A) હિંદ છોડો ચળવળ

(B) અહિંસા આંદોલન

(C) દાંડી યાત્રા

(D) બારડોલી સત્યાગ્રહ

જવાબ : (C) દાંડી યાત્રા

(95) ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે?

(A) 25 ડિસેમ્બર

(B) 2 ઓક્ટોબર

(C) 31 ઓક્ટોબર

(D) 26 જાન્યુઆરી

જવાબ : (C) 31 ઓક્ટોબર

(96) ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે?

(A) સુલતાનપુર

(B) અમદાવાદ

(C) મહેમદાવાદ

(D) હિંમતનગર

જવાબ : (D) હિંમતનગર

(97) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી?

(A) કેશુભાઈ પટેલ

(B) માધવસિંહ સોલંકી

(C) નરેન્દ્રભાઈ મોદી

(D) અમરસિંહ ચૌધરી

જવાબ : (B) માધવસિંહ સોલંકી

(98) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો?

2 Gujarat No Itihas Mcq Gujarati
2 Gujarat No Itihas Mcq Gujarati

(A) કિસાન-મજદૂર આંદોલન

(B) ભારત છોડો

(C) સવિનય કાનૂન ભંગ          

(D) આઝાદ હિન્દ ચળવળ

જવાબ : (C) સવિનય કાનૂન ભંગ       

(99) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

(A) ચારુમતિબેન યોધ

(B) માયાબેન કોડનાની

(C) ઈન્દુમતિબેન શેઠ

(D) આનંદીબેન પટેલ

જવાબ : (C) ઈન્દુમતિબેન શેઠ

(100) ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમક્યાં આવેલો છે?

(A) કરમસદ

(B) બારડોલી

(C) ધર્મજ

(D) ઉવારસદ

જવાબ : (B) બારડોલી

Also Read :

ગુજરાતનો ઈતિહાસ MCQ ભાગ 1

error: Content is protected !!
Scroll to Top