2 Bharat Nu Bandharan MCQ Gujarati (ભારતનું બંધારણ MCQ)

2 Bharat Nu Bandharan MCQ Gujarati
2 Bharat Nu Bandharan MCQ Gujarati

2 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 2
MCQ :51 થી 100
2 Bharat Nu Bandharan MCQ Gujarati

2 Bharat Nu Bandharan MCQ Gujarati (51 To 60)

(51) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે?

(A) ભારતના રાષ્ટ્રપ્રમુખ

(B) ભારત સરકારના નાણામંત્રી

(C) લોકસભાના અધ્યક્ષ

(D) રાજ્યસભાના અધ્યક્ષ

જવાબ : (C) લોકસભાના અધ્યક્ષ

(52) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી ભારતના બંધારણમાં ‘વિનિયોગ વિધેયક’ની જોગવાઈ કરવામાં આવેલ છે?

(A) અનુચ્છેદ-110

(B) અનુચ્છેદ-112

(C) અનુચ્છેદ-113

(D) અનુચ્છેદ-114

જવાબ : (D) અનુચ્છેદ-114

(53) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે?

(A) આર્થિક કાપ દરખાસ્ત

(B) નીતિ કાપ દરખાસ્ત

(C) શાખ કાપ દરખાસ્ત

(D) સાંકેતિક કાપ દરખાસ્ત

જવાબ : (B) નીતિ કાપ દરખાસ્ત

Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 2

(54) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે?

(A) સંઘ યાદી

(B) રાજ્ય યાદી

(C) સમવર્તી યાદી

(D) અન્ય યાદી

જવાબ : (C) સમવર્તી યાદી

(55) નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે?

(A) અનુચ્છેદ-243A

(B) અનુચ્છેદ-243B

(C) અનુચ્છેદ-243ZD

(D) અનુચ્છેદ-243ZE

જવાબ : (C) અનુચ્છેદ-243ZD

(56) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ’ બાબતે છે?

(A) અનુચ્છેદ-308-323

(B) અનુચ્છેદ-308-329

(C) અનુચ્છેદ-348-351

(D) અનુચ્છેદ-148-151

જવાબ : (A) અનુચ્છેદ-308-323

(57) નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે?

(A) લોકલેખા સમિતિ

(B) અનુમાન સમિતિ

(C) આયોજન સમિતિ

(D) નાગરિક સેવા સમિતિ

જવાબ : (A) લોકલેખા સમિતિ

(58) બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણુક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે?

(A) કલમ 309

(B) કલમ 310

(C) કલમ 311

(D) કલમ 312

જવાબ : (C) કલમ 311

(59) નાગરિકો, ઓસીઆઈ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ….

(A) લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા

(B) વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા

(C) સ્થાનિક ભારતીય દુતાવાસ/કોન્સ્યુલેટ/હાઈકમીશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી

(D) ઉપરના પૈકી કોઈ નહી

જવાબ : (C) સ્થાનિક ભારતીય દુતાવાસ/કોન્સ્યુલેટ/હાઈકમીશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી

(60) વીજળી ભારતીય સંવિધાનના ક્યા વૈધાનિક ભાગમાં આવે છે?

(A) સંઘ યાદી

(B) રાજ્ય યાદી

(C) સંયુક્ત યાદી

(D) કોઈપણ વૈધાનિક ભાગનો હિસ્સો નથી

જવાબ : (C) સંયુક્ત યાદી

2 Bharat Nu Bandharan MCQ Gujarati (61 To 70)

(61) ભારતનું આકસ્મિક ભંડોળ નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે?

(A) ભારતના રાષ્ટ્રપતિ

(B) ભારતના પ્રધાનમંત્રી

(C) ભારતના નાણાંમંત્રી

(D) ભારતના નાણાં સચિવ

જવાબ : (A) ભારતના રાષ્ટ્રપતિ

(62) રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઇ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે?

(A) અનુચ્છેદ-363

(B) અનુચ્છેદ-363-ક

(C) અનુચ્છેદ-364

(D) અનુચ્છેદ 365

જવાબ : (C) અનુચ્છેદ-364

(63) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) અનુચ્છેદ-335

(B) અનુચ્છેદ-334

(C) અનુચ્છેદ-338(4)

(D) અનુચ્છેદ-338(9)

જવાબ : (D) અનુચ્છેદ-338(9)

(64) જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે?

(A) અનુચ્છેદ-166

(B) અનુચ્છેદ-167

(C) અનુચ્છેદ-168

(D) અનુચ્છેદ-177

જવાબ : (B) અનુચ્છેદ-167

(65) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ…

(A) અનુચ્છેદ-51ક

(B) અનુચ્છેદ-39ક

(C) અનુચ્છેદ-25

(D) અનુચ્છેદ-48ક

જવાબ : (D) અનુચ્છેદ-48ક

2 Bharat Nu Bandharan MCQ Gujarati
2 Bharat Nu Bandharan MCQ Gujarati

(66) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના………..અનુચ્છેદમાં દર્શાવેલ છે.

(A) 141

(B) 126

(C) 127

(D) 124

જવાબ : (B) 126

(67) કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહી?

(A) મુખ્ય ચૂંટણી કમિશનર

(B) ભારતના રાષ્ટ્રપતિ

(C) સંસદ

(D) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

જવાબ : (A) મુખ્ય ચૂંટણી કમિશનર

(68) જોડકા જોડો.

(A) સમાનતાનો હક(1) અનુચ્છેદ-25
(B) શોષણ સામેનો હક(2) અનુચ્છેદ-14
(C) સાંસ્કારિક અને શૈક્ષણિક હકો(3) અનુચ્છેદ-23
(D) ધર્મ સ્વાતંત્ર્યનો હક(4) અનુચ્છેદ-29
2 Bharat Nu Bandharan MCQ Gujarati

(A) a-2, b-3, c-1, d-4

(B) a-2, b-3, c-4, d-1

(C) a-3, b-2, c-4, d-1

(D) a-1, b-3, c-2, d-4

જવાબ : (B) a-2, b-3, c-4, d-1

(69) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી……….. ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

(A) સંસદ

(B) નાણા મંત્રી

(C) નાણા સચિવ

(D) રાષ્ટ્રપતિ

જવાબ : (D) રાષ્ટ્રપતિ

(70) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે?

(A) પરિશિષ્ટ-1

(B) પરિશિષ્ટ-3

(C) પરિશિષ્ટ-2

(D) પરિશિષ્ટ-10

જવાબ : (C) પરિશિષ્ટ-2

2 Bharat Nu Bandharan MCQ Gujarati (71 To 80)

(71) રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે?

(A) કર્ણાટક

(B) મધ્યપ્રદેશ

(C) ઓડિશા

(D) કેરળ

જવાબ : (A) કર્ણાટક

(72) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે?

(A) માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી

(B) વડાપ્રધાન

(C) કેબિનેટ સચિવ

(D) સંસદ

જવાબ : (D) સંસદ

(73) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે?

(A) ભારતીય વહીવટી સેવા

(B) ભારતીય પોલીસ સેવા

(C) ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા

(D) ભારતીય વન સેવા

જવાબ : (C) ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા

(74) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે?

(A) અનુચ્છેદ-52

(B) અનુચ્છેદ-53

(C) અનુચ્છેદ-54

(D) અનુચ્છેદ-55

જવાબ : (D) અનુચ્છેદ-55

(75) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) અનુચ્છેદ-340

(B) અનુચ્છેદ-341

(C) અનુચ્છેદ-337

(D) અનુચ્છેદ-338

જવાબ : (A) અનુચ્છેદ-340

(76) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે?

(A) ઉચ્ચત્તમ ન્યાયાલય

(B) વડાપ્રધાન

(C) રાષ્ટ્રપતિ

(D) ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય

જવાબ : (C) રાષ્ટ્રપતિ

2 Bharat Nu Bandharan MCQ Gujarati
2 Bharat Nu Bandharan MCQ Gujarati

(77) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે?

(A) પહેલી

(B) ત્રીજી

(C) ચોથી

(D) પાંચમી

જવાબ : (D) પાંચમી

(78) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે?

(A) રાજ્યપાલ

(B) રાષ્ટ્રપતિ

(C) વડાપ્રધાન

(D) સુપ્રીમ કોર્ટ

જવાબ : (B) રાષ્ટ્રપતિ

(79) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા……થી વધુ ન હોવી જોઈએ.

(A) 10

(B) 16

(C) 20

(D) 18

જવાબ : (C) 20

(80) લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે?

(A) મુંબઈ

(B) કેરળ

(C) મદ્રાસ

(D) દિલ્હી

જવાબ : (B) કેરળ

2 Bharat Nu Bandharan MCQ Gujarati (81 To 90)

(81) અનુસૂચિત જનજાતિ (ST) નો દરરજો.

(A) હિન્દુઓ પુરતો સીમિત છે.

(B) ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

(C) હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પુરતો સીમિત છે.

(D) હિન્દુઓ અને મુસ્લિમો પુરતો સીમિત છે.

જવાબ : (B) ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

(82) ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી ક્યો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી?

(A) નેશ્નોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી

(B) ઑલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ

(C) બહુજન સમાજ પાર્ટી

(D) સમાજવાદી પાર્ટી

જવાબ : (D) સમાજવાદી પાર્ટી

(83) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે?

(A) 2 : 1

(B) 3 : 2

(C) 3 : 4

(D) 5 : 3

જવાબ : (B) 3 : 2

(84) ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે?

(A) 395

(B) 403

(C) 417

(D) 421

જવાબ : (B) 403

(85) નીચેનામાંથી કઈ ભાષા ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?

(A) નેપાલી

(B) ગુજરાતી

(C) રાજસ્થાની

(D) સિંધી

જવાબ : (C) રાજસ્થાની

(86) ભારત દેશના બંધારણીય વડા કોણ છે?

(A) ભારતના વડાપ્રધાન

(B) ભારતના રાષ્ટ્રપતિ

(C) ભારતના મુખ્ય ન્યાયાધીશ

(D) ભારતના નાયબ વડાપ્રધાન

જવાબ : (B) ભારતના રાષ્ટ્રપતિ

(87) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે?

(A) વડાપ્રધાન

(B) રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

(C) ભારતની સંસદ

(D) ભારતના રાષ્ટ્રપતિ

જવાબ : (D) ભારતના રાષ્ટ્રપતિ

(88) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો?

(A) પ્રથમ સુધારો (1951)

(B) પાંત્રીસમો સુધારો (1975)

(C) બેતાલીસમો સુધારો (1976)

(D) ત્રેપનમો સુધારો (1986)

જવાબ : (C) બેતાલીસમો સુધારો (1976)

(89) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી?

(A) ભારતીય પ્રશાસનિક સેવા

(B) ભારતીય પોલીસ સેવા

(C) ભારતીય વન સેવા

(D) ભારતીય વિદેશ સેવા

જવાબ : (D) ભારતીય વિદેશ સેવા

(90) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે?

(A) અનુચ્છેદ 200

(B) અનુચ્છેદ 300

(C) અનુચ્છેદ 356

(D) અનુચ્છેદ 370

જવાબ : (C) અનુચ્છેદ 356

2 Bharat Nu Bandharan MCQ Gujarati (91 To 100)

(91) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય કેટલી છે?

(A) 25 વર્ષ

(B) 30 વર્ષ

(C) 35 વર્ષ

(D) કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી

જવાબ : (C) 35 વર્ષ

(92) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે?

(A) અનુચ્છેદ 32

(B) અનુચ્છેદ 226

(C) અનુચ્છેદ 154

(D) અનુચ્છેદ 201

જવાબ : (B) અનુચ્છેદ 226

(93) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી…..

(A) જરૂરી નથી.

(B) તેના વકીલ માંગણી કરે તો જ.

(C) ફરજીયાત છે.

(D) પોલીસ અધિકારી ઈચ્છે તો જ.

જવાબ : (C) ફરજીયાત છે.

(94) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?

(A) ડૉ. ભીમરાવ આંબેડકર

(B) સી. રાજગોપાલાચારી

(C) રાજેન્દ્ર પ્રસાદ

(D) જવાહરલાલ નેહરુ

જવાબ : (A) ડૉ. ભીમરાવ આંબેડકર

(95) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે?

(A) અનુચ્છેદ-356

(B) અનુચ્છેદ-302

(C) અનુચ્છેદ-370

(D) અનુચ્છેદ-360

જવાબ : (C) અનુચ્છેદ-370

(96) રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે?

(A) રાષ્ટ્રપતિ

(B) રાજ્યપાલ

(C) મુખ્યમંત્રી

(D) વિધાનસભા અધ્યક્ષ

જવાબ : (B) રાજ્યપાલ

(97) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે?

(A) 60 વર્ષ

(B) 62 વર્ષ

(C) 65 વર્ષ

(D) 68 વર્ષ

જવાબ : (C) 65 વર્ષ

(98) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે?

(A) લોકસભા અને રાજ્યસભા

(B) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ

(C) લોકસભા

(D) રાજયસભા

જવાબ : (B) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ

(99) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી?

(A) ભારતનાં એટર્ની જનરલ

(B) રાજ્યના ચીફ સેક્રેટરી

(C) સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો

(D) રાજ્યના રાજ્યપાલો

જવાબ : (B) રાજ્યના ચીફ સેક્રેટરી

(100) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે?

(A) મુખ્યમંત્રી કહે તો

(B) મંત્રીમંડલના હિતમાં

(C) વિપક્ષના નેતા વિનંતી કરે તો

(D) સરખા મત થાય ત્યારે

જવાબ : (D) સરખા મત થાય ત્યારે

Also Read :

ભારતનું બંધારણ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
2 Bharat Nu Bandharan MCQ Gujarati
error: Content is protected !!
Scroll to Top