18 Gujarati Bal Varta । 18. કોણ વધુ બળવાન?

18 Gujarati Bal Varta
18 Gujarati Bal Varta

18 Gujarati Bal Varta । 18. કોણ વધુ બળવાન?

18 Gujarati Bal Varta. 18 કોણ વધુ બળવાન? વાર્તા વાંચો. ગુજરાતી વાર્તા. ગુજરાતી બાળવાર્તા. Gujarati Bal Varta Story. Gujarati Varta Story. Gujarati Varta.

એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન’.

‘તું બળવાન? હં!’ સૂરજે કહ્યું: ‘મારી આગળ તારી કશી વિસાત નહિ, સમજ્યો?’

પવને કહ્યું: ‘ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન, બોલ!’

આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી.

સૂરજે પવનને કહ્યું: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબૂલ?’

પવને કહ્યું: ‘મંજૂર!’

‘જા, પહેલી તક તને આપું છું’, સૂરજે પવનને કહ્યું.

‘અરે, હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું. જોજેને!’ પવન બોલ્યો.

પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો.

હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર માત્ર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાંખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીધી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે.

ઘણી વખત જે કામ બળથી ન થાય તે કામ કેવળ એક નાનકડું, મીઠડું સ્મિત કરી જાય છે!

આ વાર્તા પણ વાંચો :

19. ઉપકારનો બદલો અપકાર

error: Content is protected !!
Scroll to Top