12 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ભારતનું બંધારણ |
ભાગ : | 12 |
MCQ : | 551 થી 600 |
12 Bharat Nu Bandharan MCQ Gujarati (551 To 560)
(551) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યુ હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે?
(A) અનુચ્છેદ – 75
(B) અનુચ્છેદ – 85 અને 87
(C) અનુચ્છેદ – 117
(D) અનુચ્છેદ – 111
જવાબ : (D) અનુચ્છેદ – 111
(552) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને……………તરીકે ઓળખવામાં આવે છે?
(A) અનુસૂચિત જનજાતિઓ
(B) અનુસૂચિત જાતિઓ
(C) અન્ય પછાત વર્ગો
(D) ઉપર પૈકી એકપણ નહી
જવાબ : (B) અનુસૂચિત જાતિઓ
(553) રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?
(A) સંસદને બોલાવવી-મુલત્વી રાખવી
(B) સંસદને બેઠકને સંબોધવી
(C) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલનો અહેવાલ સંસદ સમક્ષ રજુ કરાવવો.
(D) નિયુકિત-વડાપ્રધાન-અન્ય પ્રધાનો
જવાબ : (D) નિયુકિત-વડાપ્રધાન-અન્ય પ્રધાનો
Play Quiz :
ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 12
(554) બે અગર વધુ રાજયો વચ્ચે વિવાદ કે તકરારની બાબત સર્વોચ્ચ અદાલત કઈ હકુમત હેઠળ સાંભળે છે?
(A) મૂળ સત્તા
(B) વિવાદ કે અપીલની સત્તા
(C) સલાહ આપવાની સત્તા
(D) ઉપર પૈકી એકપણ નહીં.
જવાબ : (A) મૂળ સત્તા
(555) દરેક રાજય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
(A) અનુચ્છેદ-215
(B) અનુચ્છેદ-216
(C) અનુચ્છેદ-214
(D) અનુચ્છેદ-217
જવાબ : (C) અનુચ્છેદ-214
(556) નીચેનામાંથી કઈ સત્તા રાજયપાલ પાસે નથી?
(A) દોષિત ઠરાવાયેલ વ્યકિતને શિક્ષાની માફી આપવી
(B) દોષિત ઠરાવાયેલ વ્યકિતની શિક્ષામાં ઘટાડો કરવો.
(C) સૈન્ય અદાલતની સજા માફ કરવી
(D) દોષિત ઠરાવાયેલ વ્યકિતની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો
જવાબ : (C) સૈન્ય અદાલતની સજા માફ કરવી
(557) રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે?
(A) 243
(B) 244
(C) 245
(D) 246
જવાબ : (B) 244
(558) ભારતમાં કયા દિવસને ‘મૂળભૂત ફરજદિન‘ તરીકે ઊજવવાનું નક્કી થયું છે?
(A) 3જી જાન્યુઆરી
(B) 11મી જાન્યુઆરી
(C) 16મી જાન્યુઆરી
(D) 9મી ફેબ્રુઆરી
જવાબ : (A) 3જી જાન્યુઆરી
(559) બંધારણીય ઉપયોમાં મૂળભૂત અધિકાર હેઠળ કઈ રીટ ખાતરી દ્વારા સર્વોચ્ચ અદાલત રિવ્યુ કરી શકે અને હાઈકોર્ટનો નિર્ણય રદ કરી શકે?
(A) હેબીયસ કોર્પસ
(B) સર્ટીઓરરી
(C) મંડમુસ
(D) પ્રોહિબીશન
જવાબ : (B) સર્ટીઓરરી
(560) બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને ક્યા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે?
(A) કલ્યાણકારી રાજ્ય
(B) આધુનિક રાજ્ય
(C) ઉદામતવાદી રાજ્ય
(D) મૂડીવાદી રાજ્ય
જવાબ : (A) કલ્યાણકારી રાજ્ય
12 Bharat Nu Bandharan MCQ Gujarati (561 To 570)
(561) રાષ્ટ્ર ગાન ‘જન ગણ મન‘ વગાડવાનો આદર્શ સમય ક્યો છે?
(A) 45 સેકંડ
(B) 52 સેકંડ
(C) 1 મિનીટ
(D) 1 મિનીટ 5 સેકંડ
જવાબ : (B) 52 સેકંડ
(562) ભારત ગણતંત્ર ક્યારે બન્યું?
(A) 1946
(B) 1947
(C) 1949
(D) 1950
જવાબ : (D) 1950
(563) ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
(A) 26 જાન્યુઆરી, 1950
(B) 15 ઓગસ્ટ, 1947
(C) 26 નવેમ્બર, 1949
(D) 14 સપ્ટેમ્બર, 1949
જવાબ : (A) 26 જાન્યુઆરી, 1950
(564) લોકસભાના અધ્યક્ષ કોણ છે?
(A) રાષ્ટ્રપતિ
(B) સંસદીય બાબતોના પ્રદ્યાન
(C) સ્પીકર
(D) ઉપરાષ્ટ્રપતિ
જવાબ : (C) સ્પીકર
(565) ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે?
(A) ભારતીય પ્રધાનમંત્રી
(B) ભારતના રાષ્ટ્રપતિ
(C) સુરક્ષામંત્રી
(D) સેનાધ્યક્ષ
જવાબ : (B) ભારતના રાષ્ટ્રપતિ
(566) રાજ્યસભાનો સભ્યનો કાર્યકાળ…………..હોય છે.
(A) 5 વર્ષનો હોય છે.
(B) 6 વર્ષનો હોય છે.
(C) 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય
(D) જેમ લોકસભામાં છે એમ
જવાબ : (B) 6 વર્ષનો હોય છે.
(567) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં?
(A) ડૉ.બી.આર.આંબેડકર
(B) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
(C) કે.એમ.મુનસી
(D) આપેલમાંથી કોઈ પણ નહીં
જવાબ : (A) ડૉ.બી.આર.આંબેડકર
(568) નીચેનામાંથી કયું બંધારણીય સત્તા મંડળ છે?
(A) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ
(B) ભારતીય ચૂટણી પંચ
(C) સંઘ લોક સેવા આયોગ (UPSC)
(D) ઉપરના તમામ
જવાબ : (D) ઉપરના તમામ
(569) ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે?
(A) હિન્દી
(B) અંગ્રેજી
(C) હિન્દી અને અંગ્રેજી
(D) હિન્દી, ઉર્દુ, સંસ્કૃત અને અંગ્રેજી
જવાબ : (A) હિન્દી
(570) ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
(A) 26 જાન્યુઆરી 1950
(B) 15 ઓગષ્ટ 1948
(C) 10 નવેમ્બર 1950
(D) 02 ઓક્ટોબર 1950
જવાબ : (A) 26 જાન્યુઆરી 1950
12 Bharat Nu Bandharan MCQ Gujarati (571 To 580)
(571) ભારતીય બંધારણમાં ક્યા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી?
(A) સંપત્તિ હક્ક
(B) સ્વતંત્રતાનો હક્ક
(C) શોષણ વિરોધી હક્ક
(D) સમાનતાનો હક્ક
જવાબ : (A) સંપત્તિ હક્ક
(572) નીચેનામાંથી……….ને સંસદનું નીચલું ગૃહ માનવામાં આવે છે?
(A) લોકસભા
(B) રાજ્યસભા
(C) વિધાનસભા
(D) વિધાનપરિષદ
જવાબ : (A) લોકસભા
(573) રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે?
(A) ભારતના રાષ્ટ્રપતિ
(B) રાજકીય પક્ષોના પ્રમુખ
(C) ભારતીય ચૂટણી પંચ
(D) આપેલામાંથી કોઈપણ નહીં
જવાબ : (C) ભારતીય ચૂટણી પંચ
(574) ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે?
(A) 25
(B) 21
(C) 31
(D) 41
જવાબ : (C) 31
(575) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે?
(A) જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે
(B) જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
(C) જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.
(D) આપેલામાંથી કોઈપણ નહીં
જવાબ : (B) જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
(576) નીચેનામાંથી ક્યા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધુ છે?
(A) નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફૉર ટ્રાન્સફોમીંગ ઈન્ડિયા
(B) પ્લાનીંગ અને ડવલોપમેન્ટ બોર્ડ
(C) પરિવર્તન આયોગ
(D) આપલામાંથી કોઈ પણ નહીં
જવાબ : (A) નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફૉર ટ્રાન્સફોમીંગ ઈન્ડિયા
(577) નીચેનામાંથી……………અખીલ ભારતીય સેવા નથી?
(A) ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વીસ
(B) ઈન્ડિયન પોલીસ સર્વીસ
(C) ઈન્ડિયન રેવન્યુ સર્વીસ
(D) ઈન્ડિયન ફોરેસ્ટ સર્વીસ
જવાબ : (C) ઈન્ડિયન રેવન્યુ સર્વીસ
(578) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો…………..
(A) અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે.
(B) અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી.
(C) માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે.
(D) સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે.
જવાબ : (B) અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી.
(579) રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય કેટલી છે?
(A) 70 વર્ષ
(B) 75 વર્ષ
(C) 80 વર્ષ
(D) કોઈ વય મર્યાદા નથી
જવાબ : (D) કોઈ વય મર્યાદા નથી
(580) ભારતીય ચૂંટણી પંચ :
(A) તે બહુ સભ્ય પંચ છે.
(B) લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે જવાબદાર છે.
(C) જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી કરવવા માટે જવાબદાર છે.
(D) માત્ર (A) અને (B)
જવાબ : (D) માત્ર (A) અને (B)
12 Bharat Nu Bandharan MCQ Gujarati (581 To 590)
(581) નીચેનામાંથી ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ નથી?
(A) દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
(B) આંદામાન અને નિકોબાર
(C) ગોવા
(D) લક્ષદ્વીપ
જવાબ : (C) ગોવા
(582) નીચેનામાંથી ભારતીય બંધારણનો ક્યો અનુચ્છેદ ‘અસ્પૃશ્યતા‘ નાબૂદ કરે છે?
(A) 16
(B) 17
(C) 18
(D) 19
જવાબ : (B) 17
(583) શિક્ષણનો અધિકાર તે :
(A) મૂળભૂત અધિકાર છે.
(B) કાનૂની અધિકાર છે.
(C) વહીવટી અધિકાર છે.
(D) કુદરતી અધિકાર છે.
જવાબ : (A) મૂળભૂત અધિકાર છે.
(584) ભારતીય રાષ્ટ્રપતિની ચુટણી કોણ કરે છે?
(A) સંસદના બંને ગૃહોના ચુંટાયેલા સદસ્યો
(B) રાજય વિધાનસભાના ચુંટાયેલા સદસ્યો
(C) રાજ્યસભા અને વિધાન પરિષદના 10 % નોમિનેટેડ સદસ્યો
(D) માત્ર (A) અને (B)
જવાબ : (D) માત્ર (A) અને (B)
(585) રાજયસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ છે?
(A) રાષ્ટ્રપતિ
(B) ઉપરાષ્ટ્રપતિ
(C) વડાપ્રધાન
(D) નાણા પ્રધાન
જવાબ : (B) ઉપરાષ્ટ્રપતિ
(586) ગુજરાતમાં કેટલા પોલીસ કમિશ્નર વિસ્તારો છે?
(A) 3
(B) 4
(C) 5
(D) 6
જવાબ : (B) 4
(587) ભારતીય બંધારણ નો ક્યો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે?
(A) 111
(B) 211
(C) 311
(D) 411
જવાબ : (C) 311
(588) ભારતીય સંસદમાં………….સામેલ હોય છે.
(A) લોકસભા અને રાજ્યસભા
(B) લોકસભા, રાજ્યસભા અને વડાપ્રધાનનું કાર્યલય
(C) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
(D) લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ
જવાબ : (C) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
(589) રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે?
(A) 276
(B) 326
(C) 356
(D) 406
જવાબ : (C) 356
(590) કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે?
(A) Habeas Corpus
(B) Mandamus
(C) Prohibition
(D) Qua-Warranto
જવાબ : (A) Habeas Corpus
12 Bharat Nu Bandharan MCQ Gujarati (591 To 600)
(591) ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે?
(A) રાજયના મુખ્યમંત્રી
(B) રાજ્યના રાજ્યપાલ
(C) રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
(D) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
જવાબ : (B) રાજ્યના રાજ્યપાલ
(592) ભારતીય બંધારણનો 42 મો સુધારો ક્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો?
(A) 1972
(B) 1976
(C) 1979
(D) 1981
જવાબ : (B) 1976
(593) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો?
(A) 1951
(B) 1952
(C) 1953
(D) 1954
જવાબ : (A) 1951
(594) 1975 ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા?
(A) વી.વી.ગીરી
(B) બી.ડી.જત્તી
(C) એમ.હિદાયતુલ્લાહ
(D) ફકરુદ્દીન અલી અહેમદ
જવાબ : (D) ફકરુદ્દીન અલી અહેમદ
(595) ક્યા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું?
(A) 26
(B) 36
(C) 46
(D) 56
જવાબ : (B) 36
(596) કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યા આપવામાં આવેલ છે?
(A) મૂળભૂત અધિકારો
(B) મૂળભૂત ફરજો
(C) આમુખ
(D) રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો
જવાબ : (C) આમુખ
(597) કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે?
(A) 356
(B) 354
(C) 352
(D) 358
જવાબ : (A) 356
(598) ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી?
(A) જવાહરલાલ નેહરુ
(B) ડૉ. સચ્ચીદાનંદ સિન્હા
(C) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
(D) સી. રાજગોપાલાચારી
જવાબ : (B) ડૉ. સચ્ચીદાનંદ સિન્હા
(599) રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે?
(A) 3 વર્ષ
(B) 6 વર્ષ
(C) 4 વર્ષ
(D) 5 વર્ષ
જવાબ : (B) 6 વર્ષ
(600) ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે?
(A) 7
(B) 6
(C) 5
(D) 8
જવાબ : (B) 6
Also Read :
ભારતનું બંધારણ MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |
સામાન્ય વિજ્ઞાન MCQ |