10 Gujarati Balgeet Shala Geet Lyrics (ગુજરાતી બાળગીત-શાળા ગીત)

10 Gujarati Balgeet Shala Geet Lyrics
10 Gujarati Balgeet Shala Geet Lyrics

10 Gujarati Balgeet Shala Geet Lyrics, ગુજરાતી બાળગીત-શાળા ગીત, ગુજરાતી બાળગીત Lyrics, નવા બાળગીત, બાળગીત લખેલા pdf, અભિનય ગીત ગુજરાતી, બાળગીત pdf, Gujarati Balgeet.

10 Gujarati Balgeet Shala Geet Lyrics (ગુજરાતી બાળગીત-શાળા ગીત) (1 To 5)

1. બાગમાં નિશાળ

બા મેં તો બાગમાં બાંધી નિશાળ

ભણવાને આવે છે ચકલીઓ ચાર

નાની ખિસકોલી ભણવામાં પહેલી

જરા ન બોલે એ સૌથી શરમાળ

વચમાં ને વચમાં હું પોપટને બેસાડું

વટમાંને વટમાં હું સીટી વગાડું

બા મેં તો …

ભણવાને આવે છે ચકલીઓ ચાર

કલબલતી કાબરને છેલ્લે બેસાડું

કલબલ કરે તો ડોળા બતાવું

બા મેં તો…

10 Gujarati Balgeet Shala Geet Lyrics
10 Gujarati Balgeet Shala Geet Lyrics

2. બાલમંદિરિયું

બાલમંદિરિયું બાલમંદિરિયું

અમારું સુંદર સોહાય

નાનું મારું બાલમંદિરિયું

ટેકરીના શિખરે મંદિર અમારું

જાણે લહેરાતી ધજા

નાનું મારું…

સવારે સૂરજ સોનલા રે વેરતો

સાંજે ગુલાલ છાંટી જાય

નાનું મારું…

બાલમંદિરિયું બાલમંદિરિયું

3. વાદળનો ચોક

પેલા વાદળમાં ચોક તો વિશાળ છે

તેમાં સોહામણી સુંદર નિશાળ છે

મારું તો ચિત્ત ત્યાં ભમે

મને એવી નિશાળ ગમે

ચાંદા મામા તો પાઠ ભણાવે

વાતો વાયુ મીઠાં ગીતડાં સંભળાવે

પરીઓના ગીત ત્યાં સમે

મને એવી…

નાના તારલા ભણવાને આવે

દૂધમલ મુખડાં મલમલ મલકાવે

નાચે ફૂદેને સૌ રમે

મને એવી…

4. સ્લેટમારી કેવી મજાની

કેવી મજાની દેખાય

સ્લેટ મારી કેવી મજાની

રંગે છે કાળીને રૂપે રૂપાળી

એને જોઇને મારું મનડું હરખાય

સ્લેટ…

દોરીથી બાંધીને ખંભામાં નાખી

શાળામાં સુખે ફરાય

સ્લેટ…

શાળામાં જઇને ખોળામાં લઇને

લખવું હોય તે લખાય

સ્લેટ…

વ્હાલી એ કેવી નાની બહેન જેવી

જુદી જરાય ન થાય

સ્લેટ…

સારી સફાઇ રાખુ વહાલ ખૂબ કરું

દલડું સોને રે સોહાય

સ્લેટ…

5. શિયાળભાઈએ શાળા ખોલી

શિયાળભાઈએ શાળા ખોલી સૌ કોઇ ભણવા જાય

ફી દેવી પડતી નથી કોઇને રાતી પાઈ

સસલાભાઇ તો સાહેબ બન્યા

ટીચર બિલ્લી બાઈ

એથી મોટા સાહેબ થઈને

ફરતા ઉંદરભાઈ

બેલ વગાડે બંદર ત્યાં તો હાથી હાજર થાય

સૂંઢમાં ડોયો પ્યાલો પકડી સૌને પાણી પાય

કચરા પોતા કરે કાગડા

કોયલ પ્રાર્થના ગાય

કીડી મકોડા ભણવા ચાલ્યાં

ગધાજી બહુ શરમાય.

10 Gujarati Balgeet Shala Geet Lyrics
10 Gujarati Balgeet Shala Geet Lyrics

10 Gujarati Balgeet Shala Geet Lyrics (ગુજરાતી બાળગીત-શાળા ગીત) (6 To 10)

6. મારે રોજ નિશાળે જાવું છે

મારે રોજ નિશાળે જાવું છે

ઘરે રહેવું ગમતું નથી

મારે એકડો, બગડો પાડવો છે

અભણ રહેવું નથી

મારે લખતા વાચતા શીખવું છે

ઘેર રહી ઢોર ચરાવવા નથી

મારે હાથ ઘડિયાળ બાંધવી છે

બીજા કોઇને સમય પૂછવો નથી

મારે છાપું વાચતા શીખવું છે

બીજા કોઇને સમાચાર પૂછવા નથી

7. બાલુડા આવજો હો મારી નિશાળમાં

બાલુડા આવજો હો મારી નિશાળમાં

પંખીડાં આવજો હો મારી નિશાળમાં

મારી નિશાળમાં નાનકડો બાગ છે

નાનકડાં બાગમાં ફૂલો અપાર છે

ડાળીએ ડાળીએ ફૂલ રે મારી નિશાળમાં

બાલુડા…

મારી નિશાળમાં નાનકડું મેદાન છે

નાના મેદાનમાં રમતો રમાય છે

દોડી દોડી દેશું દાવ મારી નિશાળમાં

બાલુડા…

મારી નિશાળમાં ભણતર ભણાય છે

જીવન ધડતરના પાઠો શીખવાય છે

શીખવાની આવશે લહેર મારી નિશાળમાં

બાલુડા…

બાળકો નિશાળમાં સૌ બેસીને ભણજો

પંખી તમે સૌ આંગણમાં ચણજો

સાંજના જઈશું ઘરે મારી નિશાળમાં

બાલુડા…

8. બીજી નિશાળ દેગોતી

બીજી નિશાળ દે મા મને ગોતી

બેન મારી મોટી તે મારે છે સોટી..બીજી…

ગણીને દાખલાની નોટ ભરી મોટી

તોય એ દાખલાની નોટ નથી જોતી..બીજી…

વાપરવી ગાઈડ એ ટેવ છોરાં ખોટી

ને પોતે તો દાખલાની રીત એમા જોતી..બીજી…

મારવામાં ચોકનું નિશાન નથી જોતી

અને પછી કહે છે ચોક લાવો ગોતી..બીજી…

મારે એ ઠીક, પણ હું હોઉં રોતી

તો તારી જેમ વ્હાલકરી આંખ નહીં લુછતી..બીજી…

9. હૈયાનાં હેત ઊભરાય મારી નિશાળમાં

હૈયાનાં હેત ઊભરાય મારી નિશાળમાં

મારી નિશાળમાં વાંચવું ને લખવું

વિદ્યાના પાઠો અપાય મારી નિશાળમાં

હૈયાનાં હેત ઊભરાય મારી નિશાળમાં

મારી નિશાળમાં વડલો ને પીપળો

વૃક્ષોને પાણી પવાય મારી નિશાળમાં

હૈયાનાં હેત ઊભરાય મારી નિશાળમાં

10. કેવી રૂપાળી દેખાય નિશાળ મારી

કેવી રૂપાળી દેખાય નિશાળ મારી કેવી રૂપાળી

ભણવાનું સૌને ગમી જાય નિશાળ મારી કેવી રૂપાળી

મોટું એવું ગામ છે ને જૂનાગઢ નામ છે.

તેમાં મારી શાળા સોહાય નિશાળ….

નાનો એવો બાગ છે ને ફરતાં એને ઝાડ છે.

ફૂલડાંની સુગંધ લહેરાય નિશાળ…

પ્રાર્થના બોલાય છે ને બાળગીત ગવાય છે.

પૂજા સરસ્વતીની થાય નિશાળ…

કાલું કાલું બોલતાને હળવે હળવે ચાલતાં

નાના બાલુડા હરખાય નિશાળ…

10 Gujarati Balgeet Shala Geet Lyrics (ગુજરાતી બાળગીત-શાળા ગીત) (11 To 14)

11. રોજ નિશાળે જઈએ

રોજ નિશાળે જઇએ અમે રોજ નિશાળે જઇએ

ગાતા રમતાં અક્ષર સાથે ઓળખાણ કરી લઇએ

રોજ નિશાળે…

સાંભળી બોલી લખી વાંચીને ભઇલા ભાષા ભણીયે

સંખ્યાઓને સમજી વિચારી ઝટપટ ગણિત ગણીએ

પવન ઝાડ પુષ્પોની સાથે વાતો કરતા જઇએ

રોજ નિશાળે…

ભણતરનો ના ભાર જરાય ભણતર બિલકુલ સહેલું

આનંદ અને તરંગની સાથે એમાં જ્ઞાન ભરેલું

હોંશે હોંશે ભણતાં ભણતાં રમતાં ઘ્યાન દઇએ.

રોજ નિશાળે…

ભારતદેશમાં આપણે સહુને ભણવાના અધિકાર

ભાઇઓ બહેનો સહુને માટે ખુલ્લી નિશાળ બારી

નવું નવું નિત જાણી લેવાનો લહાવો લૂંટી લઇએ

રોજ નિશાળે…

12. સ્વર્ગથી વ્હાલી

છે સ્વર્ગથી વ્હાલી અમને અમારી શાળા

મા શારદાનું મંદિર અમે એના પૂજવાવાળા

વહેલા ઊઠી અમે નાહી ધોઇને રોજ નિશાળે જઇએ

પ્રાર્થનામાં અમે ધૂન ભજનથી પ્રભુના ગુણલા ગાઇએ

હસતાં ગાતાં આવતાં જાતાં હોંશે હોંશે

હિન્દી બોલી, અંગ્રેજી બોલી, ગણિતના દાખલા

વિજ્ઞાનના પ્રયોગો, ઇતિહાસની કથાઓ, ગુજરાતીની કવિતા

સંગીતની સરિતા…

હિન્દુ અહીં, મુસ્લિમ છે અહીં, અહીં એક થઇને ભણીએ

ભેદભાવને નાત જાતને અહીંયા કોઇ ન ગણીએ

એક લોહી છે બધાનું, થઇ જીવો મજામાં

ભેગાં મળીને રહીએ લડવાના છોડો બહાનાં

હિન્દુ એક છે, હિન્દ એક છે, તૂટશેના કદી

એકતાના ઝરણાં ખૂટશે નહીં કદાપી

છે આ અમારો ભારત રંગીન ને નિરાળો

દુનિયાથી છે પ્યારો સૌને દિલથી પ્યારો

છે સ્વર્ગથી…

13. મા મને નિશાળે ભણવા જાવાદે

મા મને રે નિશાળે ભણવા જાવા દે

રોજ રોજ ભણવા નિશાળમાં જાવા દે

કવિતા ભૂગોળ ને ગણિત ને

વિજ્ઞાન એ બધુ શીખવા.. નિશાળે…

પીંજવાને કાંતવા કપડાં બનાવવાં

હજાર ઉદ્યોગ શીખવા

પાટીને દોરડા શેત્રંજીને આસનિયા

સ્વાવલંબી બનવા… નિશાળે…

પ્રતાપને ભામાશા, શિવાજીને રામદાસ

સ્વદેશ ભકિત શીખવા.. નિશાળે…

ગોખલેને ગાંધીજી, જવાહરને સરદાર

તેમના આદેશ લેવા.. નિશાળે…

સત્યને અહિંસા, વિવેકને સદાચાર

શાંતિના પાઠ શીખવા.. નિશાળે…

14. મારી નાની આંગણવાડીરે

મારી નાની આંગણવાડી રે

હો.. બાલુડા મલકે છે

ગીતોની રમઝટ રમતની ધામધૂમ

મીઠાં મુખલડાં મલકે છે હો.. બાલુડા

ધોએલાં કપડાં બાબાને બહુ સોહે રાજ

ઓળેલી બાબરી ગમતીને મન મોહે..રાજ

પોષણનો નાસ્તો સાથે આપી જમતાં

મીઠેરો ઓડકાર ટપકે રે..હો બાલુડા

તનથી ને મનથી ખીલતાં ફૂલ જેવા..રાજ

નવી દુનિયાના તમે પ્રગટયાને પાંગરી

તંદુરસ્તી દિન દિન વધતી ને વધતી

શરીરે સુખિયા છલકે છે.. હો બાલુડા

Also Read :

ગુજરાતી બાળગીત-પ્રકૃતિ ગીત

ગુજરાતી બાળગીત-પક્ષી ગીત

ગુજરાતી બાળગીત
ગુજરાતી બાળવાર્તા
બત્રીસ પૂતળીની વાર્તાઓ
10 Gujarati Balgeet Shala Geet Lyrics

Leave a Reply