10 Bharat Nu Bandharan MCQ Gujarati (ભારતનું બંધારણ MCQ)

10 Bharat Nu Bandharan MCQ Gujarati
10 Bharat Nu Bandharan MCQ Gujarati

10 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 10
MCQ :451 થી 500
10 Bharat Nu Bandharan MCQ Gujarati

10 Bharat Nu Bandharan MCQ Gujarati (451 To 460)

(451) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે ક્યા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે?

(A) અનુચ્છેદ 162

(B) અનુચ્છેદ 368

(C) અનુચ્છેદ 268

(D) અનુચ્છેદ 262

જવાબ : (B) અનુચ્છેદ 368

(452) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે?

(A) રાષ્ટ્રપતિ

(B) વડાપ્રધાન

(C) રાજયસભાના અધ્યક્ષ

(D) લોકસભાના અધ્યક્ષ

જવાબ : (D) લોકસભાના અધ્યક્ષ

(453) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજયને લાગુ પડતો નથી?

(A) ગોવા

(B) હિમાચલ પ્રદેશ

(C) નાગાલેન્ડ

(D) ઓરિસ્સા

જવાબ : (C) નાગાલેન્ડ

Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 10

(454) રાજય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જયાં રાજયમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજયપાલ વટહુકમ બહાર પાડી શકે છે?

(A) અનુચ્છેદ – 168

(B) અનુચ્છેદ – 202

(C) અનુચ્છેદ – 214

(D) અનુચ્છેદ – 213

જવાબ : (D) અનુચ્છેદ – 213

(455) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનીક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે?

(A) 85 માં

(B) 89 માં

(C) 87 માં

(D) 88 માં

જવાબ : (B) 89 માં

(456) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે?

(A) 6

(B) 8

(C) 4

(D) 5

જવાબ : (B) 8

(457) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સર્તકતા આયુકત અને અન્ય સર્તકતા આયુકતની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે?

(A) વડાપ્રધાન દ્વારા

(B) રાષ્ટ્રપતિ દ્વારા

(C) કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા

(D) કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા

જવાબ : (B) રાષ્ટ્રપતિ દ્વારા

(458) કોઈપણ રાજયમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંધીય કેબીનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજયમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે?

(A) 354

(B) 359

(C) 356

(D) 360

જવાબ : (C) 356

(459) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના ક્યા અનુચ્છેદમાં વર્ણવેલ છે?

(A) અનુચ્છેદ 14

(B) અનુચ્છેદ 15

(C) અનુચ્છેદ 16

(D) અનુચ્છેદ 17

જવાબ : (B) અનુચ્છેદ 15

(460) કેન્દ્રિય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી?

(A) મંડલ સમિતિ

(B) તેજબહાદુર સપ્રુ સમિતિ

(C) સ્વર્ણસિંહ સમિતિ

(D) કે. સંથાનલ સમિતિ

જવાબ : (D) કે. સંથાનલ સમિતિ

10 Bharat Nu Bandharan MCQ Gujarati (461 To 470)

(461) ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી…….વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

(A) ન્યાયપૂર્ણ પદ્ધતિ

(B) સ્વતંત્રતા

(C) સમાનતા

(D) બંધુતા

જવાબ : (D) બંધુતા

(462) રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની કઇ અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે.

(A) બીજી

(B) ત્રીજી

(C) ચોથી

(D) સાતમી

જવાબ : (C) ચોથી

(463) ક્યા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં?

(A) 2021

(B) 2026

(C) 2030

(D) 2025

જવાબ : (B) 2026

(464) અમુક સંજોગોમાં બન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળ મળેલ છે?

(A) અનુચ્છેદ – 106

(B) અનુચ્છેદ – 107

(C) અનુચ્છેદ – 108

(D) અનુચ્છેદ – 109

જવાબ : (C) અનુચ્છેદ – 108

10 Bharat Nu Bandharan MCQ Gujarati
10 Bharat Nu Bandharan MCQ Gujarati

(465) ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે?

(A) વડાપ્રધાન

(B) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

(C) કેન્દ્રિય કાયદા પ્રધાન

(D) કેન્દ્રિય કાયદા સચિવ

જવાબ : (B) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

(466) રાજ્યપાલ “વાર્ષિક નાણાકીય પત્રક” રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

(A) અનુચ્છેદ – 200

(B) અનુચ્છેદ – 201

(C) અનુચ્છેદ – 202

(D) અનુચ્છેદ – 203

જવાબ : (C) અનુચ્છેદ – 202

(467) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે?

(A) 1

(B) 2

(C) 3

(D) રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ

જવાબ : (D) રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ

(468) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે?

(A) 2

(B) 3

(C) 4

(D) 5

જવાબ : (C) 4

(469) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના ક્યા અધિનિયમ હેઠળ થઈ હતી?

(A) 1861 નો અધિનિયમ

(B) ભારત સરકાર અધિનિયમ 1919

(C) 1909 નો અધિનિયમ

(D) ભારત સરકાર અધિનિયમ, 1935

જવાબ : (B) ભારત સરકાર અધિનિયમ 1919

(470) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા?

(A) જુલાઈ, 1961

(B) નવેમ્બર, 1961

(C) ડિસેમ્બર, 1961

(D) જાન્યુઆરી, 1962

જવાબ : (C) ડિસેમ્બર, 1961

10 Bharat Nu Bandharan MCQ Gujarati (471 To 480)

(471) આમુખમાં ક્યા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા?

(A) 42 માં

(B) 40 માં

(C) 44 માં

(D) 46 માં

જવાબ : (A) 42 માં

(472) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે?

(A) ઈંગ્લેન્ડ

(B) રશિયા

(C) અમેરિકા

(D) ઓસ્ટ્રેલિયા

જવાબ : (C) અમેરિકા

10 Bharat Nu Bandharan MCQ Gujarati
10 Bharat Nu Bandharan MCQ Gujarati

(473) બંધારણીય ઈલાજનો અધિકાર બંધારણનાં ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે?

(A) અનુચ્છેદ – 30

(B) અનુચ્છેદ – 32

(C) અનુચ્છેદ – 31

(D) અનુચ્છેદ – 33

જવાબ : (B) અનુચ્છેદ – 32

(474) ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યા દેશના બંધારણથી પ્રેરિત છે?

(A) અમેરિકા

(B) જર્મની

(C) રશિયા

(D) આર્યલેન્ડ

જવાબ : (D) આર્યલેન્ડ

(475) કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ?

(A) સંથાનમ સમિતિ

(B) તારકુન્ડે સમિતિ

(C) ઈન્દ્રજીત સમિતિ

(D) દિનેશ ગોસ્વામી સમિતિ

જવાબ : (B) તારકુન્ડે સમિતિ

(476) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?

(A) વાય.વી. રેડ્ડી

(B) કે.સી. નિયોગી

(C) કે.સાંથનમ

(D) વિજય કેલકર

જવાબ : (B) કે.સી. નિયોગી

(477) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોણ સમાવિષ્ટ છે?

(A) પ્રધાનમંત્રી

(B) મુખ્યમંત્રી

(C) રાષ્ટ્રપતિ

(D) રાજ્યપાલ

જવાબ : (A) પ્રધાનમંત્રી

(478) લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી?

(A) વડાપ્રધાન

(B) લોકસભાના સ્પીકર

(C) વિરોધ પક્ષના નેતા

(D) માનવસંશાધન પ્રધાન

જવાબ : (D) માનવસંશાધન પ્રધાન

(479) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવિધ કેટલી હોય છે ?

(A) છ માસ

(B) એક માસ

(C) છ અઠવાડિયા

(D) ત્રણ માસ

જવાબ : (A) છ માસ

(480) મૂળભૂત ફરોજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?

(A) હિંસાનો ત્યાગ કરવો

(B) વૈજ્ઞાનિક માનસ કેળવવું

(C) મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું

(D) આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.

જવાબ : (C) મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું

10 Bharat Nu Bandharan MCQ Gujarati (481 To 490)

(481) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના ક્યા વર્ષમાં થયેલી હતી?

(A) 1964

(B) 1965

(C) 1966

(D) 1970

જવાબ : (A) 1964

(482) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે?

(A) નામદાર રાજ્યપાલશ્રી

(B) નામદાર રાષ્ટ્રપતિશ્રી

(C) રાજ્ય

(D) ઉપર પૈકી બધા જ

જવાબ : (C) રાજ્ય

(483) …………….ને મૂળભૂત હક…………ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.

(A) યુનિયન બનાવવનો, 44

(B) શોષણ વિરુદ્ધનો હક 43

(C) મિલકત, 44

(D) ખાનગી મિલકત, 42

જવાબ : (C) મિલકત, 44

(484) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચ દર્શાવેલ ક્યા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે?

10 Bharat Nu Bandharan MCQ Gujarati

(A) 1, 2 અને 4

(B) 2 અને 3

(C) 1, 3 અને 4

(D) 1, 2, 3 અને 4

જવાબ : (D) 1, 2, 3 અને 4

(485) રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે?

(A) સંસદની

(B) વડાપ્રધાનની

(C) મંત્રીમંડળની

(D) ઉપર પૈકી એકપણ નહી

જવાબ : (C) મંત્રીમંડળની

(486) કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચત્તમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય?

(A) ક્વો વોરન્ટો

(B) હેબિયસ કોર્પ્સ

(C) મેન્ડેમસ

(D) સર્ટિઓરરી

જવાબ : (B) હેબિયસ કોર્પ્સ

(487) માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

(A) 1949

(B) 1999

(C) 1870

(D) 1993

જવાબ : (D) 1993

(488) બંધારણના ક્યા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે?

(A) અનુચ્છેદ-324

(B) અનુચ્છેદ-329

(C) અનુચ્છેદ-330

(D) અનુચ્છેદ-325

જવાબ : (C) અનુચ્છેદ-330

(489) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

(A) રાજ્યપાલ

(B) મુખ્યમંત્રી

(C) ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ

(D) વિધાનસભા અધ્યક્ષ

જવાબ : (A) રાજ્યપાલ

(490) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ…………….જ હોવા જોઈએ.

(A) હાઈકોર્ટના નિવૃત્ત જજ

(B) સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવના વકીલ

(C) સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ

(D) નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઈન્ડિયા

જવાબ : (C) સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ

10 Bharat Nu Bandharan MCQ Gujarati (491 To 500)

(491) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઈટ્સમાં કેટલા અનુચ્છેદ છે?

(A) 30

(B) 45

(C) 90

(D) 150

જવાબ : (A) 30

(492) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો?

(A) 1991

(B) 1999

(C) 2000

(D) 2005

જવાબ : (B) 1999

(493) કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે?

(A) 22

(B) 30

(C) 75

(D) 53

જવાબ : (A) 22

(494) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે?

(A) પ્રધાનમંત્રી

(B) રાષ્ટ્રપતિ

(C) ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ

(D) ઉપરાષ્ટ્રપતિ

જવાબ : (B) રાષ્ટ્રપતિ

(495) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

(A) ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર

(B) ન્યાયમૂર્તિ ફાતમા બીબી

(C) ન્યાયમૂર્તિ એસ.એસ.કાંગ

(D) ન્યાયમૂર્તિ વૈકલ્યા

જવાબ : (A) ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર

(496) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે?

(A) ધારા-2

(B) ધારા-2(ઘ)

(C) ધારા-3

(D) ધારા-5

જવાબ : (B) ધારા-2(ઘ)

(497) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે?

(A) 6 અધ્યાય, 40 ધારા

(B) 8 અધ્યાય, 43 ધારા

(C) 8 અધ્યાય, 42 ધારા

(D) 8 અધ્યાય, 43 ધારા

જવાબ : (B) 8 અધ્યાય, 43 ધારા

(498) ક્યા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો?

(A) 1972 માં

(B) 1978 માં

(C) 1976 માં

(D) 1980 માં

જવાબ : (C) 1976 માં

(499) બંધારણ દિન ક્યારે આવે છે?

(A) 26 મી નવેમ્બર

(B) 26 મી જાન્યુઆરી

(C) 15 મી ઓગસ્ટ

(D) 3 જુલાઈ

જવાબ : (A) 26 મી નવેમ્બર

(500) ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે?

(A) 11

(B) 182

(C) 4

(D) 26

જવાબ : (D) 26

Also Read :

ભારતનું બંધારણ MCQ ભાગ : 9

ભારતનું બંધારણ MCQ ભાગ : 11

ભારતનું બંધારણ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
10 Bharat Nu Bandharan MCQ Gujarati
error: Content is protected !!
Scroll to Top