1 Vishvani Bhugol Mcq Gujarati, Vishva Ka Bhugol Mcq Gujarati, Vishvani Bhugol Mcq in Gujarati, Vishva Ka Bhugol Mcq In Gujarati, વિશ્વની ભૂગોળ Mcq Gujarati, વિશ્વની ભૂગોળ Mcq, Vishvani Bhugol Mcq in Gujarati, Competitive Exam Mcq Gujarati, Gujarati Mcq
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે વિશ્વની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | વિશ્વની ભૂગોળ |
ભાગ : | 1 |
MCQ : | 1 થી 50 |
1 Vishvani Bhugol Mcq Gujarati (1 To 10)
(1) સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે?
(A) ત્રાંસી
(B) સીધી
(C) લંબગોળાકાર
(D) ગોળાકાર
જવાબ : (C) લંબગોળાકાર
(2) પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે?
(A) 2.7 ગ્રામ / સે.મી3
(B) 3.0 ગ્રામ / સે.મી3
(C) 5.5 ગ્રામ / સે.મી3
(D) 16.0 ગ્રામ / સે.મી3
જવાબ : (C) 5.5 ગ્રામ / સે.મી3
(3) સમુદ્રમાં નીચેના પૈકી ક્યો ક્ષાર મહત્તમ હોય છે?
(A) મેગ્નેશિયમ ક્લોરાઈડ
(B) મેગ્નેશિયમ સલ્ફેટ
(C) કેલ્શિયમ સલ્ફેટ
(D) પોટેશિયમ સલ્ફેટ
જવાબ : (A) મેગ્નેશિયમ ક્લોરાઈડ
(4) વિષુવવૃત્ત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે?
(A) 5 કિ.મી.
(B) 16 કિ.મી.
(C) 20 કિ.મી.
(D) 50 કિ.મી.
જવાબ : (B) 16 કિ.મી.
(5) વિશ્વના મોટા ભાગના ગરમ રણ કયા અક્ષાંસ વચ્ચે આવેલાં છે?
(A) 0° – 5°
(B) 5° – 15°
(C) 15 – 30°
(D) 30° – 50°
જવાબ : (C) 15 – 30°
(6) કર્કવૃત્ત અને મકરવૃત્ત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે?
(A) પરિભ્રમણ
(B) કક્ષાભ્રમણ
(C) પૃથ્વીનું અક્ષીય નમન
(D) અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ
જવાબ : (D) અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ
(7) બ્રાઝીલના એમેઝોન તટપ્રદેશને ક્યા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે?
(A) ઉષ્ણકટિબંધીય જંગલો
(B) સમશીતોષ્ણ જંગલો
(C) ચોમાસુ જંગલો
(D) શંકુદુમ જંગલો
જવાબ : (A) ઉષ્ણકટિબંધીય જંગલો
(8) નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે?
(A) કેનરી
(B) અખાતી પ્રવાહ
(C) લાબ્રાડોર
(D) કુરિલ
જવાબ : (B) અખાતી પ્રવાહ
(9) રશિયા અને યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાને જોડતી સામુદ્રી ધુનીનું નામ આપો.
(A) બેરીંગ સામુદ્રધુની
(B) જીબ્રાલ્ટર સામુદ્રધુની
(C) ડોવર સામુદ્રધુની
(D) મેસીના સામુદ્રધુની
જવાબ : (A) બેરીંગ સામુદ્રધુની
(10) ક્યા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી?
(A) ટર્શરી
(B) જુરાસિક
(C) પ્લિસ્ટોસીન
(D) ક્રિટેશસ
જવાબ : (C) પ્લિસ્ટોસીન
1 Vishvani Bhugol Mcq Gujarati (11 To 20)
(11) ફાટ ખીણની રચનામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા મદદ કરે છે?
(A) સ્તરભંગ
(B) ગેડીકરણ
(C) જવાળામુખીય
(D) ઉપરના પૈકી કોઈ નહી
જવાબ : (C) જવાળામુખીય
(12) ક્ષેત્રફળની દૃષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ ક્યો છે?
(A) આફ્રિકા
(B) યુરોપ
(C) ઉત્તર અમેરિકા
(D) દક્ષિણ અમેરિકા
જવાબ : (A) આફ્રિકા
(13) નીચેનામાંથી ક્યા દેશોમાંથી હિમાલય પસાર થાય છે?
(A) ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન
(B) ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન
(C) ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન
(D) ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન
જવાબ : (A) ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન
(14) બોસ્નિયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે?
(A) ગ્રેડીસ્કા
(B) બાન્યા લુકા
(C) સારાજેવો
(D) દુબ્રોવેનિક
જવાબ : (C) સારાજેવો
(15) પૃથ્વીનો અંદાજીત પરિધ કેટલો છે?
(A) 25,000 કિમી
(B) 16,000 કિમી
(C) 40,000 કિમી
(D) 50,000 કિમી
જવાબ : (C) 40,000 કિમી
(16) વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે?
(A) નંગા પર્વત
(B) નંદા દેવી
(C) ઍન્ડીસ
(D) ગોડવીન ઓસ્ટીન
જવાબ : (D) ગોડવીન ઓસ્ટીન
(17) પૃથ્વીની ફરવાની દિશા………………છે.
(A) પશ્ચિમ થી પૂર્વ
(B) પૂર્વ થી પશ્ચિમ
(C) ઉત્તર થી દક્ષિણ
(D) દક્ષિણ થી ઉત્તર
જવાબ : (A) પશ્ચિમ થી પૂર્વ
(18) ભૂમધ્ય રેખા, કર્કવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય ક્યા ખંડમાંથી પાર થાય છે?
(A) ઓસ્ટ્રેલિયા
(B) ઉત્તર અમેરિકા
(C) દક્ષિણ અમેરિકા
(D) આફ્રિકા
જવાબ : (D) આફ્રિકા
(19) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે?
(A) સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય
(B) પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય
(C) પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય
(D) એકપણ નહીં
જવાબ : (B) પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય
(20) બર્માનું નવું નામ શું છે?
(A) કામ્યુચિયા
(B) મ્યાનમાર
(C) લાઓસ
(D) અક્યાબ
જવાબ : (B) મ્યાનમાર
1 Vishvani Bhugol Mcq Gujarati (21 To 30)
(21) સૂર્ય – ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે?
(A) ખંડગ્રાસ ચંદ્રગ્રહણ – પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે.
(B) ખગ્રાસ ચંદ્રગ્રહણ – પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે.
(C) ખંડગ્રાસ સૂર્યગ્રહણ – ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે.
(D) ખગ્રાસ સૂર્યગ્રહણ – સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે.
જવાબ : (D) ખગ્રાસ સૂર્યગ્રહણ – સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે.
(22) યુક્રેનનો ક્યો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ – 2014માં જોડાયો?
(A) પશ્ચિમ યુક્રેન ડિવિઝન
(B) ઉઝબેકિસ્તાન
(C) કઝાકિસ્તાન
(D) ક્રીમિયા
જવાબ : (D) ક્રીમિયા
(23) ક્યા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે?
(A) 14મી જાન્યુઆરી
(B) 28મી જાન્યુઆરી
(C) 22મી ડિસેમ્બર
(D) 30મી ડિસેમ્બર
જવાબ : (C) 22મી ડિસેમ્બર
(24) પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે?
(A) 3
(B) 4
(C) 5
(D) 6
જવાબ : (A) 3
(25) વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
(A) નાઈલ
(B) યાંગત્સે
(C) મિસિસિપી
(D) એમેઝોન
જવાબ : (A) નાઈલ
(26) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે?
(A) સમતાપાવરણ
(B) આયનાવરણ
(C) મધ્યાવરણ
(D) ક્ષોભાવરણ
જવાબ : (D) ક્ષોભાવરણ
(27) ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?
(A) 8 થી 16 %
(B) 29 %
(C) 36 થી 42%
(D) 71 %
જવાબ : (B) 29 %
(28) ગ્રીનીચ કયા દેશમાં આવેલું છે?
(A) ભારત
(B) ઈંગ્લેન્ડ
(C) રશિયા
(D) યુ.એસ.એ
જવાબ : (B) ઈંગ્લેન્ડ
(29) સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે?
(A) કર્કવૃત્ત
(B) મક૨વૃત્ત
(C) ધ્રુવવૃત્ત
(D) વિષુવવૃત્ત
જવાબ : (D) વિષુવવૃત્ત
(30) રાત્રી દરમ્યાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય છે?
(A) જમીનની લહેરો
(B) પાણીની લહેરો
(C) દરિયાઈ લહેરો
(D) મોસમી લહેરો
જવાબ : (A) જમીનની લહેરો
1 Vishvani Bhugol Mcq Gujarati (31 To 40)
(31) કયો મહાસાગર સૌથી વિશાળ છે?
(A) હીંદ મહાસાગર
(B) અરબ મહાસાગર
(C) પ્રશાંત મહાસાગર
(D) એટલાન્ટીક મહાસાગર
જવાબ : (C) પ્રશાંત મહાસાગર
(32) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે?
(A) દક્ષિણ અમેરિકા
(B) દક્ષિણ આફ્રિકા
(C) એશિયા
(D) ઓસ્ટ્રેલિયા
જવાબ : (A) દક્ષિણ અમેરિકા
(33) દુનિયામાં સૌથી વધારે ગરમી કયા પડે છે?
(A) ભારત
(B) લીબીયા
(C) દુબઈ
(D) ઈરાન
જવાબ : (B) લીબીયા
(34) એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે?
(A) ગંગા
(B) યાંગત્સે
(C) ઈરાવતી
(D) બ્રહ્મપુત્રા
જવાબ : (B) યાંગત્સે
(35) બ્રહ્મદેશનું હાલનું નામ શું છે?
(A) થાઈલેન્ડ
(B) મ્યાનમાર
(C) સિયામ
(D) માલદીવ
જવાબ : (B) મ્યાનમાર
(36) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે?
(A) જ્વાળામુખી
(B) બરફ
(C) વરસાદ
(D) ભૂકંપ
જવાબ : (A) જ્વાળામુખી
(37) જાપાનનું બીજું નામ શું છે?
((A) ફોરમાસા
(B) ઘાના
(C) બર્મા
(D) નિપોન
જવાબ : (D) નિપોન
(38) વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે?
(A) અમેરિકા
(B) યુરોપ
(C) એશિયા
(D) ઓસ્ટ્રેલિયા
જવાબ : (C) એશિયા
(39) વિશ્વમાં સૌથી વધારે રબર ક્યા દેશમાં પેદા થાય છે?
(A) મલેશિયા
(B) ભારત
(C) શ્રીલંકા
(D) બ્રાઝીલ
જવાબ : (A) મલેશિયા
(40) દુનિયામાં સૌથી વધુ ટોર્નેડો હવાનું તોફાન ક્યા દેશમાં થાય છે?
(A) યુ.એસ.એ.
(B) ચીન
(C) જાપાન
(D) ભારત
જવાબ : (A) યુ.એસ.એ.
1 Vishvani Bhugol Mcq Gujarati (41 To 50)
(41) કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે?
(A) એલ્યુશિયન પ્રવાહ
(B) લેબ્રેડોર પ્રવાહ
(C) મોઝામ્બીક પ્રવાહ
(D) એગુલ્હારા પ્રવાહ
જવાબ : (B) લેબ્રેડોર પ્રવાહ
(42) દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે?
(A) પેસિફિક મહાસાગર
(B) આર્કટિક મહાસાગર
(C) એટલાંટિક મહાસાગર
(D) હિંદી મહાસાગર
જવાબ : (A) પેસિફિક મહાસાગર
(43) નીચેના પૈકી કયાં બંદર (port) ને કોફી પોર્ટ (coffee port) તરીકે ઓળખવામાં આવે છે?
(A) Sao Paulo
(B) Santos
(C) Rio-de-Jeneiro
(D) Buenos Aires
જવાબ : (B) Santos
(44) નીચેના પૈકી કયા દેશને સૌથી લાંબો દરિયા કિનારો છે?
(A) યુ.એસ.એ.
(B) કેનેડા
(C) ભારત
(D) ઓસ્ટ્રેલિયા
જવાબ : (B) કેનેડા
(45) રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે?
(A) ભારત અને પાકિસ્તાન
(B) ભારત અને ચીન
(C) ભારત અને મ્યાનમાર
(D) ભારત અને અફઘાનિસ્તાન
જવાબ : (A) ભારત અને પાકિસ્તાન
(46) જિબ્રાલ્ટરની સામુદ્રધુની ક્યા બે જળક્ષેત્રોને જોડે છે?
(A) અરબ સાગર અને બંગાળનો ઉપસાગર
(B) ભૂમધ્ય સમુદ્ર અને એટલેન્ટિક મહાસાગર
(C) ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર
(D) એટલેન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર
જવાબ : (B) ભૂમધ્ય સમુદ્ર અને એટલેન્ટિક મહાસાગર
(47) યુ.એસ.એ.ના મિશિગન સ્ટેટમાં આવેલું કયું શહેર મોટરોના ઉત્પાદન માટે વિશ્વવિખ્યાત છે?
(A) શિકાગો
(B) ડેટ્રોઈટ
(C) ન્યૂયોર્ક
(D) ન્યૂજર્સી
જવાબ : (B) ડેટ્રોઈટ
(48) ક્યો દેશ સહકારી ડેરીનો દેશ ગણાય છે?
(A) ડેન્માર્ક
(B) જર્મની
(C) જાપાન
(D) ચીન
જવાબ : (A) ડેન્માર્ક
(49) નીચેના પૈકી કયું ‘‘યુનાઈટેડ કિંગ્ડમ’’નો ભાગ નથી?
(A) સ્કોટલેન્ડ
(B) ફિનલેન્ડ
(C) આયર્લેન્ડ
(D) બ્રિટન
જવાબ : (B) ફિનલેન્ડ
(50) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર ક્યા બે સમુદ્રોને જોડે છે?
(A) ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર
(B) રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર
(C) કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર
(D) જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર
જવાબ : (A) ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર
Also Read :
ગુજરાતની ભૂગોળ MCQ |
ભારતની ભૂગોળ MCQ |
વિશ્વની ભૂગોળ MCQ |