1 Gujarati Balgeet Lyrics, ગુજરાતી બાળગીત-ઢીંગલી ગીત, ગુજરાતી બાળગીત Lyrics, નવા બાળગીત, બાળગીત લખેલા pdf, અભિનય ગીત ગુજરાતી, બાળગીત pdf, Gujarati Balgeet.
1 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-ઢીંગલી ગીત) (1 To 5)
બાળગીત : ઢીંગલી ગીત
(1) ખાતી નથી પીતી નથી
ખાતી નથી પીતી નથી
ઢીંગલી મારી બોલતી નથી
બોલ બા કેમ બોલાવું?
એને કેમ બોલાવું ?
ડોલમાં બેસાડીને એને નવડાવું
ચંપાના ફૂલની વેણી ગુંથાવું
તો પણ એ બોલતી નથી (૨)
બોલ બા કેમ બોલાવું?
ઘંટીને ઘૂઘરો રમવાને આપું?
સોનાને પાટલે જમવા બેસાડું
તો પણ એ ખાતી નથી..
તો પણ એ જમતી નથી (૨)
બોલ બા કેમ બોલાવું?
પહેરાવું ઝાંઝર ને રેશમનું ઝભલું
છૂમ છૂમ નાચુને વગાડું તબલું
તોપણ એ નાચતી નથી (૨)
બોલ બા કેમ બોલાવું?
ચાંદા સૂરજની સાક્ષીએ રમતા
લાડું, જલેબી રે સાથે રે જમતા
જમતા જમતા ઢીંગલી હસી રે પડી
ખાવા લાગી પીવા લાગી
ઢીંગલી મારી હસવા લાગી.
(2) ઢીંગલીને એવી સજાવું?
એક મારી ઢીંગલીને એવી સજાવું
બે એના કાનમાં કડી પહેરાવું
ત્રણ એની નથડીમાં હીરા જડાવું
ચાર એના હાથમાં ચૂડી પહેરાવું
પાંચ એની આંગળીઓમાં વીંટી પહેરાવું
છ એના ચોટલામાં વેણી ગુંથાવું
સાત એની સાડીમાં કલર પુરાવું
આઠ એના ચણિયામાં મોરલા ચીતરાવું
નવ એની ઝાંઝરીમાં ઘૂઘરી પુરાવું
દશમે દિવસે એને ગરબે રમાડું
(3) નાની શી ઢીંગલી લાવી દે
બા મને નાની શી ઢીંગલી લાવી દે
કે રંગે રૂપાળી …
નાના નાના હાથ એના નાના નાના પગ છે
આનંદે ડોલતી મને ઢીંગલી લાવી દે
કે રંગે રૂપાળી…
બા મને નાની શી…
હું જેમ બોલાવું તેમ તે બોલતી મમ્મી, પપ્પા,
મમ્મી ને પપ્પા બોલતી ઢીંગલી લાવી દે
કે રંગે રૂપાળી…
બા મને નાની શી…
હું જેમ ખવડાવું તેમ તે ખાતી
ખાતી, પીતી ખાતી ને પીતી મને ઢીંગલી લાવી દે
કે રંગે રૂપાળી…
બા મને નાની શી…
હું જેમ નાચું તેમ તે નાચતી
નાચતી કૂદતી નાચતી ને કૂદતી મને ઢીંગલી લાવી દે
કે રંગે રૂપાળી…
બા મને નાની શી…
(4) ઢીંગલી કેવી રૂપાળી રૂપાળી
ઢીંગલી કેવી રૂપાળી રૂપાળી,
મારી ઢીંગલી કેવી રૂપાળી,
એને નિત-નવાં કપડાં જોઇએ,
અને ઝરીવાળું ઝબલું જોઇએ,
તેને ઘમ્મરીયો ઘાઘરો પહેરાવું પહેરાવું
મારી ઢીંગલી…
એને કાજે મેં હીંચકો બાંધ્યો,
એને લાલ પીળા રંગે રંગાવ્યો
એક ગાદી બનાવી સુંવાળી સુંવાળી..
મારી ઢીંગલી…
મારી ઢીંગલી મને બહુ ગમે છે…
એ તો સદાયે હસતી રહે છે,
નથી જાણી કદીયે રિસાણી રિસાણી…
મારી ઢીંગલી…
(5) ઢીંગલી તારા માંડવા રોપ્યા
ઢીંગલી તારા માંડવા રોપ્યા
ઢોલ વાગે ઢમઢમાં
લાલીયો મહારાજ લાડવા વાળે
શાક કરે સમ સમ
ઢીંગલી તારા…
જૂનાગઢથી જાન આવી
જાનડીયું રૂમઝૂમ
દોડતા પહેલા વેલડા આવે (૨)
કેવા રે ધમધમ
ઢીંગલી તારા…
ઢીંગલીબાઇના પગમાં ઝાંઝર
ઘૂઘરીઓ ઘમઘમ
નાકે એને નથડી સોહે કેવી રે ચમ ચમ
ઢીંગલી તારા…
ઢીંગલી બાઇતો સાસરે જાશે
આંસુડાં ટમટમાં
લાગશે કેવા ઘરને શેરી સૂના રે સમ સમાં
ઢીંગલી તારા…
1 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-ઢીંગલી ગીત) (6 To 10)
(6) યે મેરી ગુડિયા છોટી છોટી
યે મેરી ગુડિયા છોટી છોટી
ઠુમક ઠુમક ચાલ ચલેગી
મીઠી મીઠી બાતે કરેંગી
માલા પહેનાઉંગી
ચૂડિયા પહેનાઉંગી
ટીકા લગાઉંગી.
ચોટી ભી ગુંથાઉંગી
ઘૂમને લે જાઊંગી
નાવ મે બીઠાઉંગી
ધોડે પે બીઠાઉંગી.
યે મેરી ગુડિયા….…..
(7) ઢીંગલીનો દેશ ઢીંગલીનો દેશ
ઢીંગલીનો દેશ ઢીંગલીનો દેશ
ડો ને રઢિયાળો મારો ઢીંગલીનો દેશ
ફરરર ફરરર ફૂદરડી ફરું
કુહૂ કુહૂ કરતી ટહુકા કરું
લટક લટક લટકા કરું (૨)
મટક મટક મટકા કરું.
ઢીંગલીનો દેશ ઢીંગલીનો દેશ
(8) ઢીંગલી મારી કેવી રૂપાળી
ઢીંગલી મારી કેવી રૂપાળી
આંખો છે બે કાળી કાળી
ઢીંગલી મારી…
નાના નાના હાથ છે ને નાના નાનાપગ છે
પહેરી છે કાનમાં બે વાળી
ઢીંગલી મારી…
નાના નાના કાન છે ને નાનું નાનું નાક છે
પહેરી છે મોરપીંછ સાડી
ઢીંગલી મારી…
(9) નાની એવી ઢીંગલીને નાનું એવું બાબલું
નાની એવી ઢીંગલીને નાનું એવું બાબલું
રમવાને લાવી છું નાનું એવું આભલું
ઢીંગલીને બેસાડું ઝૂલતા ઝૂલામાં
બાબલાને બેસાડું કમળના ફૂલમાં
ઢીંગલીને માટે ઘાઘરીને પોલકું
બાબલાને માટે નાનું એવું ઢોલકું
નાની એવી..
બોલે ના ઢીંગલીને બોલે ના બાબલું
ઢીંગલી છે નાનીને બાબલું છે ઢેબલું
(10) તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ
તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ
મામા ઢીંગલ ઢીંગલ ઢીંગલા
હું તો ઢીંગલી…(૨)
વાસણ ધસુ તો મારા હાથ દુઃખી જાય
તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ
મામા ઢીંગલ ઢીંગલ ઢીંગલ
પોતાં કરું તો પગ દુઃખી જાય
તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ
મામા ઢીંગલ ઢીંગલ ઢીંગલ
પાણી સીંચુ તો મારી કમર દુઃખી જાય
તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ
મામાં ઢીંગલ ઢીંગલ ઢીંગલ
આંગણવાડી જાઉં તો મારું માથું દુઃખી જાય
તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ
મામાં ઢીંગલ ઢીંગલ ઢીંગલ
1 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-ઢીંગલી ગીત) (11 To 15)
(11) ઢીંગલી બનાવી મેં તો મજાની
ઢીંગલી બનાવી મેં તો મજાની
એને હવે તૈયાર કરવાની
તૈયાર કરતા હું તો મમ્મી પાસે જાઉં
મમ્મી ઢીંગલીને તૈયાર કરી દે
આંજણ, પાઉડર, લિપસ્ટિક કરી દે.
ઢીંગલી બનાવી…
ઢીંગલીનાં કપડાં સિવડાવવાં દરજી પાસે જાઉં
દરજી ઢીંગલીના કપડાં સીવી દે
લાલ, પીળાં, રંગીન ઝભલાં સીવી દે
ઢીંગલીના ચપ્પલ લેવા મોચી પાસે જાઉં
મોચી ઢીંગલીના ચપ્પલ સીવી દે
લીલાં, પીળાં ચપ્પલ સીવી દે
કાળાં – ધોળાં ચપ્પલ સીવી દે
ઢીંગલીને ભણાવવા હું તો આંગણ વાડીએ જાઉં
વર્કર ઢીંગલીને એકડા શીખવી દે
૧,૨,૩,૪ એકડા શીખવી દે
ઢીંગલી બનાવી…
(12) મને મારી ઢીંગલી બહુ પજવે
મને મારી ઢીંગલી બહુ પજવે
એ તો વહેલી સવારે આખું ઘર ગજવે
મને મારી….
દાતણ કર્યા વિના દૂધ પીવા માગે
કજિયો કરીને એ તો દૂર દૂર ભાગે
તેને દોડું પકડવા સૌ મને ખીજવે
મને મારી….
જાતે નાહવા એ તો ખૂબ પાણી ઢોળે
લઇ ડોલ નાનીને કપડાં એમા બોળે,
એને મારું તમાચો તો મને લજવે
મને મારી….
માથુ ગુંથાવે પણ ફૂલવેણી માગે
જાતે કપડાં પહેરતા ખૂબ વાર લાગે
એના રમકડાં લઇને આખું ઘર સજાવે
મને મારી….
(13) મેં એક ઢીંગલી બનાવી છે.
મેં એક ઢીંગલી બનાવી છે
તે રંગે બહુ રૂપાળી છે
તેને રમવા માટે ગાડી છે
તેને હાથે સોનાની બંગડી છે
મેં એક ઢીંગલી…
તેને નવડાવું સાબુ ચોળી
તેને ખવડાવું ખીરને પૂરી
મેં એક ઢીંગલી…
તે ભણવામાં બહુ શાણી છે
મારી ઢીંગલી રૂપની રાણી છે
મેં એક ઢીંગલી…
(14) બાગમાં ફરવાને ગ્યાતા કે
બાગમાં ફરવાને ગ્યાતાં કે
ઢીંગલીબેન લપસી પડયાંતાં
મેં તો મારી ઢીંગલી માટે ડોકટર બોલાવ્યા (૨)
પાટો વાળીને થયાં સાજા
કે ઢીંગલીબેન લપસી પડયાંતાં
બાગમાં…
મેં તો મારી ઢીંગલી માટે શીરો બનાવ્યો.
શીરો ખાઇને થયા જાડા
કે ઢીંગલીબેન લપસી પડયાંતાં
બાગમાં…
મેં તો મારી ઢીંગલી માટે આઇસ્ક્રિમ બનાવ્યું
આઇસ્ક્રિમ ખાઇ ને થયા ઠંડા
કે ઢીંગલીબેન લપસી પડયાંતાં
બાગમાં…
મેં તે મારી ઢીંગલી માટે ઝાંઝર ધડાવ્યાં,
ઝાંઝર પહેરીને ખૂબ નાચ્યાં
કે ઢીંગલીબેન લપસી પડયાંતાં
બાગમાં…
(15) ઢીંગલી કેવી રૂપાળી
રૂડી ને રૂપાળી, મારી ઢીંગલી રે લોલ !
શાણી ને સુંવાળી, મારી ઢીંગલી રે લોલ !
મીઠું મીઠું હસે, મારી ઢીંગલી રે લોલ !
સૌને હૈયે વસે, મારી ઢીંગલી રે લોલ !
ગોરા ગોરા ગાલ, મારી ઢીંગલી રે લોલ,
ઓઢણી છે લાલ, મારી ઢીંગલી રે લોલ !
રાજાની રાણી, મારી ઢીંગલી રે લોલ
મમ્મીએ વખાણી, મારી ઢીંગલી રે લોલ !
કદી નહીં રુએ, મારી ઢીંગલી રે લોલ !
મારે ખોળે સૂએ, મારી ઢીંગલી રે લોલ !
Also Read :
ગુજરાતી બાળગીત-દેશભકિત ગીત,વાજિંત્ર ગીત,આરોગ્ય ગીત
ગુજરાતી બાળગીત |
ગુજરાતી બાળવાર્તા |
બત્રીસ પૂતળીની વાર્તાઓ |