1 Gujarat No Sanskrutik Varso Mcq (ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ)

1 Gujarat No Sanskrutik Varso Mcq
1 Gujarat No Sanskrutik Varso Mcq

1 Gujarat No Sanskrutik Varso Mcq, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ, Gujarat No Sanskrutik Varso Mcq pdf, Gujarat No Sanskrutik Varso Test, ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો
ભાગ :1 (પ્રથમ)
MCQ :1 થી 50
1 Gujarat No Sanskrutik Varso Mcq

1 Gujarat No Sanskrutik Varso Mcq (1 To 10)

(1) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે?

(A) વેરાવળ

(B) દ્વારકા

(C) દેવની મોરી

(D) વલસાડ

જવાબ : (C) દેવની મોરી

(2) પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે?

(A) 4

(B) 7

(C) 5

(D) 3

જવાબ : (B) 7

(3) ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો.

(A) પ્રસિદ્ધ ગાયક

(B) વૈજ્ઞાનિક

(C) લેખક – પત્રકાર

(D) રંગભૂમિના કલાકાર

જવાબ : (C) લેખક – પત્રકાર

(4) ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું?

(A) શામળદાસ ગાંધી

(B) ઈન્દુલાલ યાજ્ઞિક

(C) ઝવેરચંદ મેઘાણી

(D) ઉમાશંકર જોશી

જવાબ : (B) ઈન્દુલાલ યાજ્ઞિક

(5) ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો  ભરાય છે તેને શું કહેવાય છે?

(A) વેચાણ ઘર

(B) હાટ

(C) કલા પ્રદર્શન

(D) હાથશાળ મેળો

જવાબ : (B) હાટ

(6) પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો.

(A) તલગાજરડા

(B) ભાવનગર

(C) મહુવા

(D) બોટાદ

જવાબ : (A) તલગાજરડા

(7) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક ક્યું છે?

(A) અંધાર-ઉજાસ

(B) પ્રકાશકિરણ

(C) પ્રકાશનો પડછાયો

(D) પ્રકાશ પુંજ

જવાબ : (C) પ્રકાશનો પડછાયો

(8) ગુજરાતનું ક્યું શહેર ‘સાક્ષરભૂમિ’ તરીકે ઓળખાયેલું છે?

(A) ખેડા

(B) વડોદરા

(C) નડિયાદ

(D) આણંદ

જવાબ : (C) નડિયાદ

(9) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું ક્યું છે?

(A) સત્યના પ્રયોગો

(B) નીતિવાદને માર્ગે

(C) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

(D) હિન્દ સ્વરાજ

જવાબ : (A) સત્યના પ્રયોગો

(10) ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે?

(A) ગાંધાર

(B) જંબુસર

(C) દહેજ

(D) ભાડભૂત

જવાબ : (D) ભાડભૂત

1 Gujarat No Sanskrutik Varso Mcq (11 To 20)

(11) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે?

(A) મેરાયો નૃત્ય

(B) મરચી નૃત્ય

(C) ટિપ્પણી નૃત્ય

(D) ગોફ ગૂંથણ નૃત્ય

જવાબ : (A) મેરાયો નૃત્ય

(12) ગુજરાતના ક્યા શહેરની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે?

(A) ભાવનગર

(B) ભૂજ

(C) જામનગર

(D) જૂનાગઢ

જવાબ : (C) જામનગર

(13) ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે?

(A) સ્વામી દયાનંદ

(B) સ્વામી વિવેકાનંદ

(C) સ્વામી સચ્ચિદાનંદ

(D) સ્વામી સરસ્વતીચંદ્ર

જવાબ : (C) સ્વામી સચ્ચિદાનંદ

(14) નીચેનામાંથી ગુજરાતનું ક્યું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે?

(A) ગીર અભયારણ્ય

(B) ચાંપાનેર

(C) સૂર્યમંદિર, મોઢેરા

(D) દ્વારકા મંદિર

જવાબ : (B) ચાંપાનેર

(15) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે અને ક્યાં આવેલું છે?

(A) સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા

(B) ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

(C) એમ.જે. લાઈબ્રેરી, અમદાવાદ

(D) યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર

જવાબ : (A) સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા

(16) સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ-ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે?

(A) ડાંગ જિલ્લામાં

(B) દાહોદ જિલ્લામાં

(C) વલસાડ જિલ્લામાં

(D) પંચમહાલ જિલ્લામાં

જવાબ : (B) દાહોદ જિલ્લામાં

(17)પીથોરો’ કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે?

(A) મીના

(B) ગરાસીયા

(C) રાઠવા

(D) ધોડિયા

જવાબ : (C) રાઠવા

(18) જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે?

(A) રોમન

(B) મુઘલ

(C) ચાલુક્ય

(D) ઈન્ડો-આર્યન

જવાબ : (C) ચાલુક્ય

(19) સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા?

(A) ગૌડિયા પ્રણાલી

(B) રસિક પ્રણાલી

(C) વારકરી પ્રણાલી

(D) સખી પ્રણાલી

જવાબ : (D) સખી પ્રણાલી

(20) ‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા?

(A) ખોડીદાસ પરમાર

(B) છગનભાઈ જાદવ

(C) વાસુદેવ સ્માર્ત

(D) કાન્તિભાઈ પરમાર

જવાબ : (A) ખોડીદાસ પરમાર

1 Gujarat No Sanskrutik Varso Mcq (21 To 30)

(21) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં?

(A) નવધા ભક્તિ

(B) મધુરા ભક્તિ

(C) પંચસખા

(D) સહજ

જવાબ : (B) મધુરા ભક્તિ

(22) સીતાજીની કાંચળી’ ના લેખક કોણ છે?

(A) દિવાળીબાઈ

(B) ગૌરીબાઈ

(C) ક્રિષ્ણાબાઈ

(D) રાધાબાઈ

જવાબ : (C) ક્રિષ્ણાબાઈ

(23) ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે?

(A) ક્ષત્રિય

(B) સોમપુરા

(C) ભીલ

(D) વૈશ્ય

જવાબ : (B) સોમપુરા

(24) ગુજરાતનાં કયા શૈક્ષણિક સંકુલ /સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે?

(A) ગુજરાત યુનિવર્સિટી

(B) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

(C) ગોવિંદગુરુ યુનિવર્સિટી

(D) ગૂજરાત વિદ્યાપીઠ

જવાબ : (D) ગૂજરાત વિદ્યાપીઠ

(25) જૂના ગુજરાતી નાટકોમાં કોનાં નાટકો ‘શીખામણિયો’ તરીકે ઓળખાતા હતા?

(A) નૃસિંહ વિભાકર

(B) ફુલચંદ શાહ

(C) મણિશંકર ભટ્ટ

(D) ડાહ્યાભાઈ ધોળશાજી

જવાબ : (D) ડાહ્યાભાઈ ધોળશાજી

(26) વોટસન સંગ્રહાલય કયાં આવેલું છે?

(A) રાજકોટ

(B) વડોદરા

(C) પોરબંદર

(D) પાટણ

જવાબ : (A) રાજકોટ

(27) બન્ને વિધાનો વાંચો અને નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

(1) રણછોડભાઈ ઉદયરામ ‘રણછોડ આમલીખાઉ’ તરીકે જાણીતા છે.
(2) ‘લક્ષ્મી વિજય ડ્રામા ગ્રુપ’ ના સભ્ય રણછોડદાસ ગુજરાતી નાટકના શેક્સપિયર તરીકે ખ્યાતનામ છે.
1 Gujarat No Sanskrutik Varso Mcq

(A) 1 સાચું અને 2 ખોટું છે.

(B) 1 અને 2 બંને સાચાં છે.

(C) 1 અને 2 બંને ખોટાં છે.

(D) 1 ખોટું છે અને 2 સાચું છે.

જવાબ : (C) 1 અને 2 બંને ખોટાં છે.

(28) જોડકા જોડો.

(1) અપારાવ ભોલાનાથ લાયબ્રેરી(A) રાજકોટ
(2) ગેંગ લાયબ્રેરી(B) ભાવનગર
(3) રાયચંદ દિપચંદ લાયબ્રેરી(C) અમદાવાદ
(4) બાર્ટન લાયબ્રેરી(D) ભરૂચ
1 Gujarat No Sanskrutik Varso Mcq

(A) 1-a, 2-b, 3-d, 4-c

(B) 1-c, 2-a, 3-d, 4-b

(C) 1-b, 2-a, 3-c, 4-d

D)1-d, 2-b, 3-c, 4-a

જવાબ : (B) 1-c, 2-a, 3-d, 4-b

(29) ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે?

(A) મેર રાસ

(B) ગરબા

(C) ટિપ્પણી

(D) ઘુમ્મર

જવાબ : (B) ગરબા

(30)અજરખ’ છાપકામ શેના ઉપર થાય છે?

(A) કાપડ

(B) સીરામીક

(C) ટેરાકોટા

(D) ધાતુના બીબાકામ

જવાબ : (A) કાપડ

1 Gujarat No Sanskrutik Varso Mcq (31 To 40)

(31) આઈ.આઈ.એમ. અમદાવાદ આર્કિટેક્ટ કોણ છે?

(A) ચાર્લ્સ કોરીયા

(B) લુઈસ કહાન

(C) હાફિઝ કોન્ટ્રાકટર

(D) ફ્રેન્ક ગહરી

જવાબ : (B) લુઈસ કહાન

(32) ‘‘જનતા વોચ’’ કોને દોરી હતી?

(A) ગુલામ મહંમદ શેખ

(B) ભૂપેન ખખ્ખર

(C) જેરામ પટેલ

(D) નસરીન મોહમદી

જવાબ : (B) ભૂપેન ખખ્ખર

(33) કચ્છ ભિંતચિત્ર કહેવાય……………છે.

1 Gujarat No Sanskrutik Varso Mcq
1 Gujarat No Sanskrutik Varso Mcq

(A) અસુરનીસીરપાલ

(B) કામણગારી

(C) મેનેસ

(D) અસુરબનીપાલ

જવાબ : (B) કામણગારી

(34) વિતનચિત્ર એટલે……………

(A) કપડા પરનું ચિત્ર

(B) સીલ્ક સ્ક્રીન

(C) છત પરનું ચિત્રકામ

(D) વુડકટ

જવાબ : (C) છત પરનું ચિત્રકામ

(35) નીચેના પૈકી ક્યા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે?

(A) ભાવનગર

(B) સુરેન્દ્રનગર

(C) જામનગર

(D) જૂનાગઢ

જવાબ : (B) સુરેન્દ્રનગર

(36) યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?

(A) કંકુ

(B) તાનારીરી

(C) ભવની ભવાઈ

(D) ઝેર તો પીધા છે જાણી જાણી

જવાબ : (C) ભવની ભવાઈ

(37) ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતાં?

(A) એલેકઝાંડર કીનલો ફોબર્સ

(B) ફતેસિંહ ગાયકવાડ

(C) રા‘ખેંગારજી ત્રીજા

(D) મોતીભાઈ અમીન

જવાબ : (D) મોતીભાઈ અમીન

(38) ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું?

(A) દુર્ગારામ મહેતા

(B) દલપતરામ

(C) નર્મદ

(D) ભોલાનાથ સારાભાઈ

જવાબ : (A) દુર્ગારામ મહેતા

(39) ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા ‘પિતા’ તરીકે કોણ વિખ્યાત છે?

(A) અંબાલાલ સારાભાઈ

(B) રણછોડદાસ ગીરધરદાસ

(C) લોર્ડ બીશપ કાર

(D) ટી.સી. હોપ

જવાબ : (B) રણછોડદાસ ગીરધરદાસ

(40) બાપ્સ (BAPS) નું પ્રથમ મંદિર કયાં આવેલું છે?

(A) વડતાલ

(B) બોચાસણ

(C) મણીનગર

(D) સારંગપુર

જવાબ : (B) બોચાસણ

1 Gujarat No Sanskrutik Varso Mcq (41 To 50)

(41) પ્રણામી સંપ્રદાય’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?

(A) દેવચંદ્ર

(B) પ્રાણનાથ

(C) લાલજી

(D) કુબેરદાસ

જવાબ : (A) દેવચંદ્ર

(42) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ…..

(A) ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની ઉજવણી છે.

(B) કૃષ્ણના દ્વારકારની ગાદીએ રાજયાભિષેકની ઉજવણી છે.

(C) અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે.

(D) પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે.

જવાબ : (A) ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નની ઉજવણી છે.

(43) પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત ક્યા નામે ઓળખાતું હતું?

(A) દ્વારવતી

(B) આનર્ત

(C) લાટ

(D) સુરાષ્ટ્ર

જવાબ : (B) આનર્ત

(44) ચિત્રવિચિત્રનો મેળો’ ક્યા યોજાય છે?

(A) અંબાજી (બનાસકાંઠા)

(B) ગુણભાખરી (સાબરકાંઠા)

(C) વૌઠા (અમદાવાદ)

(D) સાગબારા (નર્મદા)

જવાબ : (B) ગુણભાખરી (સાબરકાંઠા)

(45) દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે?

(A) દ્વારકાધીશનું મંદિર

(B) ક્રિષ્ણ મંદિર

(C) જગત મંદિર

(D) મુખ્ય મંદિર

જવાબ : (C) જગત મંદિર

(46) ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ (યહુદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે?

1 Gujarat No Sanskrutik Varso Mcq
1 Gujarat No Sanskrutik Varso Mcq

(A) ભરૂચ

(B) ઉદવાડા

(C) વડોદરા

(D) અમદાવાદ

જવાબ : (D) અમદાવાદ

(47) નીચેના પૈકી ક્યું નૃત્ય પુરુષ પ્રધાન છે?

(A) ટિપ્પણી

(B) ગરબી

(C) રાસડો

(D) ટીંટોડો

જવાબ : (B) ગરબી

(48) સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે?

(A) ખોજા

(B) પારસી

(C) મેમણ

(D) યહુદી

જવાબ : (B) પારસી

(49) ક્યા કચ્છી માલમે વાસ્કોગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી?

(A) કાનજી માલમ

(B) વીરજી માલમ

(C) રામસિંહ માલમ

(D) શ્યામ માલમ

જવાબ : (A) કાનજી માલમ

(50) કોટવાલની શી ફરજ હતી?

(A) કિલ્લાનું ધ્યાન રાખવું

(B) કિંમતોનું નિયમન કરવું

(C) ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું

(D) ઉપરની તમામ

જવાબ : (D) ઉપરની તમામ

Also Read :

ગુજરાતના જિલ્લા MCQ

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ ભાગ 2