1 Bharat No Itihas Mcq Gujarati, ભારતનો ઈતિહાસ MCQ, bharat no itihas mcq pdf in gujarati, bharat no itihas pdf in gujarati world inbox, Bharat no Itihas PDF in Gujarati liberty, Bharat no Itihas PDF in Gujarati Angel Academy
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ભારતનો ઈતિહાસ |
ભાગ : | 1 (પ્રથમ) |
MCQ : | 1 થી 50 |
1 Bharat No Itihas Mcq Gujarati (1 To 10)
(1) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો?
(A) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
(B) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
(C) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
(D) ‘ભારત છોડો’ એલાન દિન (ઇન્કલાબ દિન)
જવાબ : (B) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
(2) નીચેનામાંથી ક્યા 23 માં જૈન તીર્થંકર છે?
(A) મલિનાથ
(B) પાર્શ્વનાથ
(C) મહાવીર
(D) નેમીનાથ
જવાબ : (B) પાર્શ્વનાથ
(3) ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઈ હતી?
(A) દાદાભાઈ નવરોજી
(B) સર સી. શંરણનાયર
(C) વ્યોમેશચન્દ્ર બેનરજી
(D) બદુરીદીન તૈયબજી
જવાબ : (C) વ્યોમેશચન્દ્ર બેનરજી
(4) એલેકઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી?
(A) સતલજ
(B) રાવી
(C) ગંગા
(D) જેલમ
જવાબ : (D) જેલમ
(5) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ ક્યો સત્યાગ્રહ કર્યો હતો?
(A) સ્વદેશી મુવમેન્ટ
(B) દાંડી યાત્રા
(C) ચંપારણ સત્યાગ્રહ
(D) ભારત છોડો આંદોલન
જવાબ : (C) ચંપારણ સત્યાગ્રહ
(6) “ધારવાડ સમય’’ કોને કહે છે?
(A) ટર્શયરી યુગના અંત ભાગને
(B) આર્કિયન યુગના અંત ભાગને
(C) જુરાસિક યુગના અંત ભાગને
(D) પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને
જવાબ : (B) આર્કિયન યુગના અંત ભાગને
(7) ક્યા યુગને ભારતના ઈતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે?
(A) ગુપ્તયુગ
(B) મુગલ યુગ
(C) ચોલા યુગ
(D) અશોક યુગ
જવાબ : (A) ગુપ્તયુગ
(8) સંસ્કૃત મહાકાવ્ય ‘મેઘદૂત’ ના સર્જકનું નામ જણાવો.
(A) કવિ કાલિદાસ
(B) પાણિની
(C) ભવભૂતિ
(D) ભર્તુહિર
જવાબ : (A) કવિ કાલિદાસ
(9) સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો.
(A) નરેન્દ્ર
(B) ગજેન્દ્ર
(C) મહેન્દ્ર
(D) નાગેન્દ્ર
જવાબ : (A) નરેન્દ્ર
(10) ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’ આ ઘોષણા ક્યા મહાપુરુષે કરી હતી?
(A) લાલા લજપતરાય
(B) સુભાષચંદ્ર બોઝ
(C) સરદાર પટેલ
(D) વીર ભગતસિંહ
જવાબ : (B) સુભાષચંદ્ર બોઝ
1 Bharat No Itihas Mcq Gujarati (11 To 20)
(11) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ) ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.
(A) ભાસ્કરાચાર્ય
(B) સુશ્રુત
(C) વરાહમિહિર
(D) ચરક
જવાબ : (A) ભાસ્કરાચાર્ય
(12) વિવેકાનંદ શિલા સ્મારક ક્યા રાજ્યમાં આવેલ છે?
(A) તમિલનાડુ
(B) કેરળ
(C) પશ્ચિમ બંગાળ
(D) દિલ્હી
જવાબ : (A) તમિલનાડુ
(13) ભારતના ક્યા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે?
(A) ગાયકવાડ
(B) મહારાણા પ્રતાપ
(C) ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
(D) પૃથ્વીરાજ ચૌહાણ
જવાબ : (B) મહારાણા પ્રતાપ
(14) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?
(A) નિક્સન
(B) ચેમ્સફર્ડ
(C) લોર્ડ માઉન્ટબેટન
(D) ડેલહાઉસી
જવાબ : (C) લોર્ડ માઉન્ટબેટન
(15) ‘જયહિન્દ’ સૂત્ર ક્યા રાજનેતાએ આપ્યું છે?
(A) ઈન્દિરા ગાંધી
(B) સુભાષચંદ્ર બોઝ
(C) ગાંધીજી
(D) જવારલાલ નેહરુ
જવાબ : (B) સુભાષચંદ્ર બોઝ
(16) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઈન્ડિયા’ સૂત્ર ક્યા નેતાએ આપ્યું?
(A) સરદાર વલ્લભભાઈ પટેલ
(B) ગાંધીજી
(C) સુભાષચંદ્ર બોઝ
(D) જવાહરલાલ નેહરુ
જવાબ : (B) ગાંધીજી
(17) ભારતના ક્યા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે?
(A) છત્રપતિ શિવાજી
(B) તાત્યા ટોપે
(C) મહારાણા પ્રતાપ
(D) સંભાજી
જવાબ : (A) છત્રપતિ શિવાજી
(18) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું?
(A) સ્વતંત્ર ભારત સૈન્ય
(B) ભક્તિ સેના
(C) આઝાદ ભારત સેના
(D) આઝાદ હિંદ ફોજ
જવાબ : (D) આઝાદ હિંદ ફોજ
(19) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ … દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી?
(A) ખુદીરામ બોઝ
(B) સુખદેવ
(C) બિસ્મિલ
(D) મદનલાલ ધીંગરા
જવાબ : (C) બિસ્મિલ
(20) નીતિશતકની રચના કોણે કરી છે?
(A) ભર્તૃહિર
(B) ભારવિ
(C) જયદેવ
(D) બિલ્હણ
જવાબ : (A) ભર્તૃહિર
1 Bharat No Itihas Mcq Gujarati (21 To 30)
(21) ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું?
(A) ઈન્દ્રાવતી
(B) રૈવતી
(C) કર્માવતી
(D) અવંતિ
જવાબ : (D) અવંતિ
(22) ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા?
(A) લોકમાન્ય ટિળક
(B) જવારલાલ નેહરુ
(C) રાજા રામમોહન રાય
(D) લાલા લજપતરાય
જવાબ : (C) રાજા રામમોહન રાય
(23) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
(A) ભગતસિંહ
(B) સાવરકર
(C) ચંદ્રશેખર આઝાદ
(D) વાસુદેવ બળવંત ફડકે
જવાબ : (D) વાસુદેવ બળવંત ફડકે
(24) નીચેનામાંથી ક્યું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે?
(A) મનુસ્મૃતિ
(B) અર્થશાસ્ત્ર
(C) નિતીસારા
(D) અષ્ટાધ્યાયી
જવાબ : (B) અર્થશાસ્ત્ર
(25) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે?
(A) ચીન
(B) બર્મા
(C) એનાટોલીઆ
(D) પર્શિયા
જવાબ : (D) પર્શિયા
(26) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતો છે?
(A) સક્ય સંપ્રદાય
(B) ભાગવત સંપ્રદાય
(C) શૈવ સંપ્રદાય
(D) સૌર સંપ્રદાય
જવાબ : (B) ભાગવત સંપ્રદાય
(27) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું?
(A) ભવભૂતી
(B) કાલીદાસ
(C) હરીસેના
(D) માઘ
જવાબ : (C) હરીસેના
(28) ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને………….કહેવામાં આવતા હતાં.
(A) પરદેશીકા
(B) ઉપારીકા
(C) રાજુકા
(D) મહામાત્ર
જવાબ : (B) ઉપારીકા
(29) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી ક્યા બે મહત્ત્વના રાજકીય કેન્દ્રો હતા?
(A) પુરુશાપુરા અને મથુરા
(B) પુરુશાપુરા અને પાટલીપુત્ર
(C) સરનાથ અને શ્રીનગર
(D) મથુરા અને સારનાથ
જવાબ : (A) પુરુશાપુરા અને મથુરા
(30) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે?
(A) રવિકિર્તી
(B) બીલ્હાના
(C) મંગાલેસા
(D) ભાની
જવાબ : (B) બીલ્હાના
1 Bharat No Itihas Mcq Gujarati (31 To 40)
(31) યાદી – I માં આપેલ વ્યક્તિઓને યાદી – II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
(A) દેવેન્દ્રનાથ ટાગોર | (i) માનવધર્મસભા |
(B) જ્યોતિબા ફૂલે | (ii) તત્ત્વબોધીની સભા |
(C) દુર્ગારામ મહેતા | (iii) દેવ સમાજ |
(D) શિવનારાયણ અગ્નિહોત્રી | (iv) સત્યશોધક સભા |
(A) a-i, b-iii, c-iv, d-ii
(B) a-ii, b-iv, c-i, d-iii
(C) a-iii, b-ii, c-i, d-iv
(D) a-iv, b-iii, c-ii, d-i
જવાબ : (B) a-ii, b-iv, c-i, d-iii
(32) ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી?
(A) લંડન
(B) સીંગાપોર
(C) પેરીસ
(D) સાન ફ્રાંસિસ્કો
જવાબ : (D) સાન ફ્રાંસિસ્કો
(33) નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે?
(A) પ્રશ્ના
(B) ઈશા
(C) છંદોગ્ય
(D) કથા
જવાબ : (C) છંદોગ્ય
(34) જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા?
(A) મુગ્ગાલીપટ્ટ તીસા
(B) આનંદ
(C) ઉપાલી
(D) અન્થપીંડદા
જવાબ : (B) આનંદ
(35) મલાયા ખાતે ‘ઈન્ડિયન નેશનલ આર્મી’ (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર કોને આવ્યો.
(A) મોહનસિંઘ
(B) રાસબેહારી બોઝ
(C) સુભાષચંદ્ર બોઝ
(D) નિરંજનસિંઘ ગીલ
જવાબ : (A) મોહનસિંઘ
(36) ‘સયુરઘલ’નો અર્થ શું છે?
(A) વારસાઈ જમીન
(B) ભાડા રહીતની જમીન
(C) વચેટીયાઓને અપાયેલી જમીન
(D) પાકનો હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન
જવાબ : (B) ભાડા રહીતની જમીન
(37) થીયોસોફીકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે?
(A) અડયાર
(B) પોંડીચેરી
(C) બેંગલોર
(D) પૂના
જવાબ : (A) અડયાર
(38) યાદી – I અને યાદી – II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) ઋગ્વેદ | (1) ભજનોનો સંગ્રહ |
(B) અથર્વવેદ | (2) પવિત્ર ગીતોનો સંગ્રહ |
(C) સામવેદ | (3) તંત્ર મંત્રનો સંગ્રહ |
(D) યજુર્વેદ | (4) બલિસૂત્રોનો સંગ્રહ |
(A) a-2, b-1, c-4, d-3
(B) a-3, b-2, c-1, d-4
(C) a-4, b-2 c-3, d-1
(D) a-1, b-3, c-2, d-4
જવાબ : (D) a-1, b-3, c-2, d-4
(39) આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે?
(A) સાંઘોલ
(B) રોપર
(C) લોથલ
(D) રાખીગરી
જવાબ : (D) રાખીગરી
(40) કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે?
(A) લોથલ
(B) ચન્દૂદરો
(C) ધોળાવીરા
(D) મોહં-જો-દરો
જવાબ : (D) મોહં-જો-દરો
1 Bharat No Itihas Mcq Gujarati (41 To 50)
(41) જૈન ધર્મનો કયો મહત્ત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે?
(A) પુન: જન્મ
(B) કર્મ
(C) એકાત્મની હયાતી
(D) સ્યદવદા
જવાબ : (D) સ્યદવદા
(42) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા સત્યો’ શેના પર આધારિત છે?
(A) દુ: ખ અને તેની નાબૂદી
(B) યોગ્ય કાર્ય
(C) આખરી વાસ્તવિકતા
(D) મુક્તિ
જવાબ : (A) દુ: ખ અને તેની નાબૂદી
(43) ‘સોનધાર’ નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી?
(A) અલાઉદ્દીન ખીલજી
(B) મોહંમદ તઘલક
(C) ફિરુઝ તઘલક
(D) મુબારક ખીલજી
જવાબ : (B) મોહંમદ તઘલક
(44) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું?
(A) વિજયનગર રાજ્યતંત્રનું
(B) કાકડીયા રાજ્યતંત્રનું
(C) હોયસાલ રાજ્યતંત્રનું
(D) બહામણી રાજ્યતંત્રનું
જવાબ : (A) વિજયનગર રાજ્યતંત્રનું
(45) ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ ન હતા?
(A) સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી
(B) રોયલ કમીશન ઓન ઈન્ડિયન લેબર
(C) રોયલ કમીશન ઓન પબ્લીક સર્વીસસ ઈન ઈન્ડિયા
(D) ડેક્કન એજ્યુકેશન સોસાયટી
જવાબ : (B) રોયલ કમીશન ઓન ઈન્ડિયન લેબર
(46) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી?
(A) રાજરાજા ચોલા
(B) રાજેન્દ્ર ચોલા
(C) રાજાધીરાજ ચોલા
(D) કુલોત્તુંગ ચોલા
જવાબ : (B) રાજેન્દ્ર ચોલા
(47) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી?
(A) નેમીનાથ – કૃષ્ણના પિતરાઈ ભાઈ અરિસ્થનેમિ
(B) મલ્લિનાથ – એકમાત્ર સ્ત્રી તીર્થંકર
(C) પદ્મપ્રભુનાથ – બનારસના રાજા અશ્વસેનના પુત્ર
(D) અણોજ્જા – મહાવીર સ્વામીની પુત્રી
જવાબ : (C) પદ્મપ્રભુનાથ – બનારસના રાજા અશ્વસેનના પુત્ર
(48) નીચેના પૈકી ક્યું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે?
(A) મોહે-જો-દરો
(B) હડપ્પા
(C) ધોળાવીરા
(D) મેહ૨ગઢ
જવાબ : (D) મેહ૨ગઢ
(49) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો?
(A) નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
(B) અભિનેતાઓ, ગાયકો અને ગણીકાઓ ૫૨
(C) રાજ્યની જમીનમાં વાવણી ૫૨
(D) સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
જવાબ : (D) સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
(50) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે?
(A) જેલમ
(B) રાવી
(C) ધગ્ગર-હાકરા
(D) સતલજ
જવાબ : (A) જેલમ
Also Read :